• 17 December, 2025 - 2:56 PM

બાર દિવસમાં રણવીર સિહની ધુરંધરે ભારતમાં રૂ. 411.25 કરોડની કમાણી કરી

પદ્માવત, સિંબા, બાજીરાવ મસ્તાની, રોકી ઓર રાનીને કમાણીમાં પાછળ રાખી દીધી

અમદાવાદઃ રણવીર સિંહની ફિલ્મ ધુરંધર બોક્સ ઓફિસ પર મોટી સફળતા મેળવીને બાર જ દિવસમાં રૂ. 411.25 કરોડની કમાણી કરી લીધી છે. આ સાથે જધુરંધર રણવીર સિંહની અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. રણવીર સિંહની પદ્માવત, સિંબા અને બાજીરાવ મસ્તાની  જેવી ફિલ્મોને કમાણીની બાબતમાં પાછળ છોડીને ધૂરંધર આગળ વધી ગઈ છે. આગામી 31મી માર્ચ સુધીમાં તેનો પાર્ટ – ટુ પણ રીલીઝ થવાનો છે.

ફિલ્મોની બાબતમાં ધુરંધરએ બોક્સ ઓફિસ પર એક સામાન્ય રીતે ઠંડા રહેલા વર્ષને ધમાકેદાર અંત આપ્યો છે. ફિલ્મે તેના પ્રથમ અઠવાડિયામાં જ ₹207.25 કરોડની કમાણી કરી હતી અને બીજા અઠવાડિયામાં પણ તેનું પ્રદર્શન મજબૂત રહ્યું છે. બજારમાંથી મળતી માહિતી મુજબ ફિલ્મ બીજા અઠવાડિયામાં પ્રથમ અઠવાડિયા કરતાં પણ વધુ કમાણી કરી શકે છે.

આ સાથે ધુરંધર રણવીર સિંહની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની છે. તેણે પદ્માવત રૂ.302.15 કરોડ), સિંબા (₹240.3 કરોડ), બાજીરાવ મસ્તાની (₹184.3 કરોડ), રોકી ઔર રાની કી પ્રેમ કહાની (₹153.55 કરોડ), અને ગલી બોય (₹139.63 કરોડ)
ને પાછળ છોડી દીધી છે.

ફિલ્મને મુખ્ય વિસ્તારોમાં ઉત્તમ ઓક્યુપન્સી મળી રહી છે. બેંગલુરુ, પુણે અને ચેન્નાઈ જેવા શહેરોમાં ઓક્યુપન્સી દર 80 ટકા કરતાં વધુ રહ્યો હતો, જ્યારે દિલ્હી-એનસીઆર, મુંબઈ, હૈદરાબાદ, અમદાવાદ, જયપુર અને ચંડીગઢ જેવા શહેરોમાં 75 ટકા કરતાં વધુ ઓક્યુપન્સી નોંધાઈ હતી.

ધુરંધરને સકારાત્મક સમીક્ષાઓ, મજબૂત વર્ડ-ઓફ-માઉથ અને સોશિયલ મીડિયા પર અક્ષય ખન્નાના અભિનય અંગેની ચર્ચાના કારણે વિશેષ ધ્યાન મળ્યું છે. આ ફિલ્મનું દિગ્દર્શન આદિત્ય ધરે કર્યું છે અને તેનું નિર્માણ Jio Studios તથા B62 Studios દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મમાં રણવીર સિંહ ઉપરાંત સંજય દત્ત, અક્ષય ખન્ના, આર. માધવન, અર્જુન રામપાલ અને સારા અર્જુન મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળે છે.

 

ધુરંધર બોક્સ ઓફિસ કલેક્શનનો વિગતવાર હિસાબ

  • અઠવાડિયું 1: રૂ. 25 કરોડ
  • બીજો શુક્રવાર: રૂ. 5 કરોડ
  • શનિવાર: રૂ. 53 કરોડ
  • રવિવાર: રૂ.58 કરોડ
  • સોમવાર: રૂ. 5 કરોડ
  • મંગળવાર: રૂ. 30 કરોડ

 

Read Previous

રૂપિયાને મજબૂત કરવા માટે ભારતીય રિઝર્વ બેન્કે ડૉલરની મોટી વેચવાલી કરી

Read Next

અમદાવાદની શાળાને નનામા ઇ-મેઇલથી બોમ્બ મુક્યાની ધમકી, પોલીસ અને બોમ્બ સ્ક્વોડ દોડતી થઈ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular