• 17 December, 2025 - 12:32 AM

કસ્ટમ્સ ડિપાર્ટમેન્ટ સીએચએ પર ત્રાટક્યુંઃ ગેરરીતિ આચરનાર અમદાવાદના ૪ કસ્ટમ્સ હાઉસ એજન્ટના લાઈસન્સ સસ્પેન્ડ કર્યા

 

સાંઈ સી-એર લોજિસ્ટિકના કારણદર્શક નોટિસ આપી દેવામાં આવી, જવાબ મળતાં આગળના પગલાં લેવાનું આયોજન કરાશે

મેસર્સ આશિ ટ્રેડિંગના માધ્યમથી અંદાજે ૨૯૮૦ કિલો  હેરોઈનની ગુજરાતના મુન્દ્રા બંદરે આયાત કરવાના કૌભાંડમાં સંડોવાયેલી પેસિફિકાા ઇન્ડસ્ટ્રીજ લિમિટેડનું લાઈસન્સ સસ્પેન્ડ

અમદાવાદઃ ઓછા મૂલ્યની ચીજવસ્તુઓનું ઊંચું મૂલ્ય દર્શાવીને તેના પર મોટી રકમની આઈજીએસટી રિફંડ મેળવી લેવાના કંપનીઓના કૌભાંડમાં ભળેલા હોવાનું મનાતા પાંચ કસ્ટમ્સ હાઉસ એજન્ટ્સના લાઈસન્સ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. અમદાવાદ કસ્ટમ્સના સત્તાવાળાઓએ તેમના લાઈસન્સ સસ્પેન્ડ કર્યા છે.
૩૦૦૦ કિલો હેરાઈનની ડ્રગ્સની આશિ ટ્રેડિંગ કંની મારફતે આયાત કરવામાં સંડોવાયેલી પેસિફિકા ઇન્ડસ્ટ્રીઝનું લાઈસન્સ સસ્પેન્ડ  કૌશલ ઇન્ટરનેશનલ, સ્ટારટેક એન્ટરપ્રાઈસ ને સી.પી. લોજિસ્ટિકના લાઈસન્સ પણ  સસ્પેન્ડ

મેસર્સ આશિ ટ્રેડિંગના માધ્યમથી અંદાજે ૨૯૮૦ કિલો  હેરોઈનની ગુજરાતના મુન્દ્રા બંદરે આયાત કરવાના કૌભાંડમાં સંડોવાયેલી પેસિફિકાા ઇન્ડસ્ટ્રીજ લિમિટેડનું લાઈસન્સ સસ્પેન્ડ કરી દેવાનો ઓર્ડર કરવામાં આવેલો છે. કંપની સામે તપાસ ચાલુ કરવામાં આવી છે. ૩૧મી ડિસેમ્બર સુધીમાં તપાસનો હેવાલ રજૂ કરી દેવાાં આવશે. સાંઈ સી-એર લોજિસ્ટિક પ્રાઈવેટ લિમિટેડના શૈલેશ કરમાકર, પેસિફિકા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ઇશાન અધ્વર્યું, કૌશલ ઇન્ટરનેસનલના નિલય ચોકસી અને વિજય ચોકસી, સી.પી. લોજિસ્ટિક પ્રાઈવેટ લિમિટેડના વિશાલ પંચાલ અન સ્ટારટેક એન્ટરપ્રાઈસના લાઈસન્સ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

કસ્ટમ્સના ટોચના સૂત્રોનું કહેવં છેકે આ એજન્ટ્સે ઓછા મૂલ્યના ગુડ્સના ઊંચા મૂલ્ય દર્શાવીને કંપનીઓને વધુ આઈજીએસટી લેવામાં મદદ કરી છે. પ્રીમિયમ બ્રાન્ડના લક્ઝરી ફર્નિચરની આયાત કરીની તેનું મૂલ્ય પાંચથી દસ ગણું ઓછું દર્શાવવાના કૌભાંડમાં સાંઈ સી-એર લોજિસ્ટિકના શૈલેશ કરમાકરને તેમનું લાઈન્સ શા માટે સસ્પેન્ડ ન કરવું તેનો ખુલાસો માગતી કારણદર્શક નોટિસ આપવામાં આવી છે.

તેમણે આયાત કરેલા ફર્નિચરના બ્રાન્ડ નેમની જાહેરાત ન કરીને તેનું ઓછું મૂલ્ય દર્શાવુંય હતું. મેસર્સ ડિઝાઈન ડિકોડ માટે આ ફર્નિચરની આયાત કરવાની કામગીરી સાંઈ સી-એર લોજિસ્ટિકે કરી આપી હતી. મુંબઈ ડીઆરઆરઆઈે આ કેસમાં તપાસ કરીને તેમની સામે યોગ્ય પગલાં લેવાની ભલામણ કરી હતી.

કૌશાલી ઇન્ટરનેશનલના વિજય ચોકસી અને નિલય ચોકસી સામે એડવાન્સઓથોરાઈઝેશન સ્કીમનું દુરુપયોગ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.એડવાન્સ ઓથોરાઈઝેશન સ્કીમ હેઠળ આયાત કરવામાં આવેલા પીપી ગ્રેન્યુઅલ્સને અન્યત્ર ડાયવર્ટ કરવાના હેતુથી આ કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. તેમણે સિંઘ એક્સપોર્ટ નામની ડમી કંપની ઊભી કરીને તેમના નામે એક્સપોર્ટ કર્યું હતું. તેમાં ૧.૬૮ કરોડની ડયૂટીની ગેરરીતિ આચરવામાં આવી હતી. તેનું પણ લાઈસન્સ રદ કરી દેવામાં આવ્યું છે.

મેસર્સ સ્ટારટેક એન્ટરપ્રાઈસે નિકાસના માલના વાસ્તવિક મૂલ્ય કરતાં ઊંચું મૂલ્ય દર્શાવ્યું હતું. મેસર્સ ડી.કે. ટ્રેડિંગનો આ માલ હોવાનું જાણવા મળ્યું હતું. નવેબરનીદસમીએ તેમના કારણદર્શક નોટિસ આપવામાં આવી હતી. કસ્ટમ્સ બ્રોકર લાઈસન્સિંગ એક્ટ ૨૦૧૮ને આધારે ૨૯મી ઓક્ટોબરે તેમને કારણદર્શક નોટિસ આપવામાં આવી હતી. સ્ટાર ટેકનું લાઈસન્સ પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે.

સી.પી. લોજિસ્ટિકના વિશાલ પંચાલની કસ્ટમ્સ હાઉસ એજન્ટ તરીકેનું લાઈસન્સ રદ કરવામાં આવ્યું છે. આલ્ફા એન્ડ સન્સના માલના વાસ્વતિક મૂલ્ય કરતાં ઘણું ઊંચું મૂલ્ય તેમણે દર્શાવ્યું હતું. હજીરા પોર્ટનો આ કેસ છે. આઠમી ડિસેેમ્બર ૨૦૨૫ના તેનું લાઈસન્સ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. આ સિવાય પણ વધુ ચાાર્ટર્ડ એકાઉન્ટન્ટ સામેના કેસોની તપાસ ચાલી રહી છે.

 

Read Previous

ડેરી ઉદ્યોગમાં ખળભળાટ: ભેળસેળયુક્ત દૂધ અને દૂધના ઉત્પાદનો પર દેશવ્યાપી કાર્યવાહી કરવા FSSAI નો આદેશ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular