ગુજરાતમાં ‘ગોગો પેપર’ અને સ્મોકિંગ કોન્સ પર પ્રતિબંધ, જાણો શું છે કારણ અને કાયદાકીય જોગવાઈઓ
ગુજરાત સરકારે યુવાધનને નશાની લત અને ઝેરી કેમિકલ્સથી બચાવવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સુરત સહિત સમગ્ર રાજ્યમાં હવે ગોગો પેપર, સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલ જેવી વસ્તુઓના વેચાણ પર સદંતર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. આ નિર્ણય પાછળ માત્ર નશાબંધી જ નહીં, પરંતુ ગંભીર સ્વાસ્થ્ય જોખમો પણ જવાબદાર છે.
શા માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો?
તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આ રોલિંગ પેપર્સમાં અત્યંત જોખમી રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે:
ટાઇટેનિયમ ડાયોક્સાઇડ: આ કેમિકલનો ઉપયોગ પેપરને સફેદ રાખવા માટે થાય છે, પરંતુ ફેફસાં માટે તે અત્યંત હાનિકારક છે.
પોટેશિયમ નાઇટ્રેટ: જે પેપરને સળગતા રાખવામાં મદદ કરે છે, પરંતુ તેના ધુમાડાથી કેન્સર અને શ્વાસ સંબંધિત ગંભીર બીમારીઓ થઈ શકે છે.
આ પેપર્સનો ઉપયોગ મુખ્યત્વે ગાંજો ક અન્ય માદક દ્રવ્યોના સેવન માટે કરવામાં આવતો હોવાની ફરિયાદો ઉઠી હતી, જેના કારણે તે ‘ડ્રગ કલ્ચર’ને પ્રોત્સાહન આપી રહ્યા હતા.


