• 23 December, 2025 - 12:31 PM

ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ: ગુજરાત બહારના લોકોને પરમિટની જરૂર નહીં

મહાત્મા ગાંધીના ગુજરાતમાં દારૂબંધી અમલમાં છે પણ સરકાર હવે ઉદ્યોગ-રોકાણકારો અને પ્રવાસીઓના નામ દારૂને પાછલા બારણે પ્રોત્સાહન આપી રહી હોય તેમ લાગી રહ્યું છે કેમકે, હવે ગિફુટ સિટીમાં વિદેશી અને અન્ય રાજ્યોની કોઇપણ વ્યક્તિ માત્ર ઓળખપત્ર રજૂ કરીને દારૂ પી શકશે. આ લોકો પરમિટ વિના જ દારુ પી શકશે. રાજ્ય ગૃહ વિભાગે નોટિફિકેશન બહાર પાડીને ગિફ્ટ સિટીમાં દારૂ પીરસવાના નિયમોમાં ફેરફાર કર્યાં હોવાનું જાણવા મળે છે.

ગુજરાત સરકારે GIFT સિટી (ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી)માં દારૂબંધીના નિયમોમાં વધુ છૂટ આપતું નવું નોટિફિકેશન જાહેર કર્યુ છે. જેમાં હવે ગુજરાત બહારના લોકો એટલે કે, અન્ય રાજ્યોના મુલાકાતીઓ તેમજ વિદેશી નાગરિકોને દારૂ માટે પરમિટ લેવાની જરૂર રહેશે નહીં.

ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં હવે દારૂ પીવાની છૂટછાટ વધારાઈ છે. ગત શનિવારે જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ, જે વ્યક્તિઓ બહારના છે અને ગુજરાતના રહેવાસી નથી તેઓને દારૂ પીવા માટે પરમિટની જરૂર રહેશે નહીં. આમ અન્ય રાજ્યના લોકો અને વિદેશી નાગરિક પોતાનું માન્ય ફોટો ઓળખપત્ર બતાવીને GIFT સિટીમાં દારૂ પી શકશે. આ લોકોને અલગથી પરમિટ લેવાની જરૂર નહીં રહે. આ નિર્ણય 30 ડિસેમ્બર 2023ના રોજ જાહેર કરાયેલા છૂટછાટને વધુ વિસ્તૃત કરે છે.

નવી સૂચના મુજબ, પરમિટ ધરાવતા કર્મચારીઓ હવે એક સમયે 25 મહેમાનોને આમંત્રિત કરી શકશે. આ સાથે જ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, પરમિટ વગરના લોકો પણ નિર્ધારિત ફૂડ એન્ડ બેવરેજ વિસ્તારોમાં ભોજન માટે નિઃશંકા રીતે પ્રવેશ કરી શકશે.

સુધારાયેલા નિયમો હેઠળ, GIFT સિટીમાં આવેલી હોટેલ અને રેસ્ટોરન્ટમાં લોન, સ્વિમિંગ પૂલની આજુબાજુ, ટેરેસ તેમજ ખાનગી હોટેલ રૂમમાં દારૂ પીરસવાની મંજૂરી આપવામાં આવી છે, જો તે સ્થળ પાસે FL-III લાયસન્સ હોય તો. અગાઉ દારૂ પીવાની જગ્યા માત્ર નિર્ધારિત વાઇન-એન્ડ-ડાઇન વિસ્તારોમાં અને ખાસ પરમિટ ધરાવતા કર્મચારીઓ સુધી જ મર્યાદિત હતી.

કેટલાક ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓનું માનવું છે કે, આ પગલું ગુજરાતને વૈશ્વિક નાણાકીય હબ બનાવવા અને કોમનવેલ્થ ગેમ્સ તથા ઓલિમ્પિક્સ જેવી આંતરરાષ્ટ્રીય રમતો આયોજિત કરવાની રાજ્યની યોજનાઓને અનુરૂપ છે. નોટિફિકેશનમાં એ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, દારૂ પીવાની કાનૂની ઉંમર 21 વર્ષ જ રહેશે અને તમામ નિયમો ગુજરાત પ્રોહિબિશન એક્ટ મુજબ જ લાગુ પડશે.

રાજય સરકારે GIFT સિટી (ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી)માં દારૂબંધીના નિયમોમાં વધુ છૂટ આપતું નવું નોટિફિકેશન જાહેર કર્યુ છે. જેમાં હવે ગુજરાત બહારના લોકો એટલે કે, અન્ય રાજ્યોના મુલાકાતીઓ તેમજ વિદેશી નાગરિકોને દારૂ માટે પરમિટ લેવાની જરૂર રહેશે નહીં. ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં હવે દારૂ પીવાની છૂટછાટ વધારાઈ છે. સુધારાયેલા નિયમો હેઠળ, GIFT સિટીમાં આવેલી હોટેલ અને રેસ્ટોરન્ટમાં લોન. સ્વિમિંગ પૂલની આજુબાજુ, ટેરેસ તેમજ ખાનગી હોટેલ રૂમમાં દારૂ પીરસવાની મંજૂરી આપવામાં આવી છે, જો તે સ્થળ પાસે FL-III લાઈસન્સ હોય તો. અગાઉ દારૂ પીવાની જગ્યા માત્ર નિર્ધારિત વાઈન-એન્ડ-ડાઈન વિસ્તારોમાં અને ખાસ પરમિટ ધરાવતા કર્મચારીઓ સુધી જ મર્યાદિત હતી. નોટિફિકેશનમાં એ સ્પષ્ટ કરાયું છે કે, દારૂ પીવાની કાનૂની ઉંમર ૨૧ વર્ષ જ રહેશે અને તમામ નિયમો ગુજરાત પ્રોહિબિશન એક્ટ મુજબ જ લાગુ પડશે. ગત શનિવારે જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ, જે વ્યક્તિઓ બહારના છે અને ગુજરાતના રહેવાસી નથી તેઓને દારૂ પીવા માટે પરમિટની જરૂર રહેશે નહીં. આમ અન્ય રાજ્યના લોકો અને વિદેશી નાગરિક પોતાનું માન્ય ફોટો ઓળખપત્ર બતાવીને GIFT સિટીમાં દારૂ પી શકશે. આ લોકોને અલગથી પરમિટ લેવાની જરૂર નહીં રહે. આ નિર્ણય ૩૦ ડિસેમ્બર ૨૦૨૩ના રોજ જાહેર કરાયેલા છૂટછાટને વધુ વિસ્તૃત કરે છે. નવી સૂચના મુજબ પરમિટ ધરાવતા કર્મચારીઓ હવે એક સમયે ૨૫ મહેમાનોને આમંત્રિત કરી શકશે. સરકારે વિશ્વ ધોરણની સુવિધાઓ આપવાના હેતુથી અહીં દારૂ પીવાની છૂટ આપી છે. સરકારને ગિફ્ટ સિટીમાં દારૂના વેચાહણથી રૂ. ૯૪.૧૯ લાખની આવક થઈ હોવાનું જાણવા મળેછે.

Read Previous

ગુજરાતના પાલનપુર સુધી ફેલાયેલી અરવલ્લી પહાડીઓ માટે કેન્દ્રની નવી વ્યાખ્યા, માત્ર ખાણકામ પર લાગુ થશે, રિયલ એસ્ટેટ માટે નહીં

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular