હવાલા કૌભાંડ: સુરતનાં જિગર ઘીવાલા, ભાવિક કોટેચા અને રાજુલ પટેલને 11 વર્ષની સજા ફટકારતી લંડનની કોર્ટ
સુરતના બે વ્યક્તિઓને લંડનમાં એક મોટા હવાલા (અનૌપચારિક મની ટ્રાન્સફર) રેકેટમાં સંડોવણી બદલ સજા ફટકારવામાં આવી હતી, જે ભારતમાં કૌભાંડી કોલ સેન્ટરો સાથે સંકળાયેલા હોવાની શક્યતા છે, જેમાં ડિટેક્ટીવ્સ ચોરાયેલા ભંડોળને પુનઃપ્રાપ્ત કરી રહ્યા હતા અને આંતરરાષ્ટ્રીય લીડ્સ દ્વારા નાણાકીય ઉચાપત કરી રહ્યા હતા. લંડનની કોર્ટે જિગર ઘીવાલા, રાજુલ પટેલ અને ભાવિક કોટેચાને દોષિત ઠેરવ્યા છે, જ્યારે ઈમરાન ફહીદ અને સલીમ સિદ્વાંતને મદદગારી માટે દોષિત ઠેરવ્યા છે.
ભારતીય કોલ સેન્ટર કૌભાંડોમાંથી ચોરાયેલા ભંડોળમાંથી રોકડ રકમ કાઢવાનો સમાવેશ કરતું હવાલા રેકેટ લંડન પોલીસે ઝડપી પાડ્યો હતો. લંડનની કોર્ટે હવાલા રેકેટમાં સુરતના બે આરોપીઓને સજા કરતો હુકમ ફટાકાર્યો છે. 560 કરોડના હવાલા રેકેટમાં સજાનો હુકમ કર્યો હતો.
લંડનની કોર્ટે 11 વર્ષની સજા સંભળાવી છે. 2019 થી 2021 દરમ્યાન પોસ્ટ ઓફિસમાંથી બેંકમાં નાણાં જમા કરાવવામાં આવતા હતા. જિગર ઘીવાલા અને રાજુલ પટેલને સજા આ કેસમાં સજા કરવામાં આવી છે. બંને સુરતના મહિધરપુરા વિસ્તારના રહેવાસી હોવાનું જાણવા મળી રહ્યું છે. છેલ્લા 15 વર્ષથી વધુ સમયથી લંડનના લેસ્ટરમાં સ્થાયી થયા હતા. લંડનના લેસ્ટરમાં આવેલ વિવિધ પોસ્ટ ઓફિસમાંથી બેંકમાં નાણાં જમા કરાવ્યા હતા.
વિગતો મુજબ ગુનાહિત પ્રવૃતિઓની રોકડ રકમની લેસ્ટરમાં હેરાફેરી કરવામાં આવતી હતી. પોસ્ટ ઓફિસની શાખાઓ દ્વારા તેને બેન્કિંગમાં જમા કરાવવામાં આવતી હતી. આરોપીઓ મલ્ટિપલ પોસ્ટ ઓફિસ સ્થાનો પર બેંક ખાતાઓમાં નાણા જમા કરાવતા હતા અને રોકડની ડિલિવરી માટે ટોકન સિસ્ટમ રાખતા હતા. પોલીસથી બચવા પધ્ધતિસર કામકાજ કરવામાં આવતું હતું. રેકેટના લંડન ના દસથી વધુ લોકો સંડોવાયેલા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.



