• 23 December, 2025 - 10:02 AM

અંબુજા સિમેન્ટ્સના બોર્ડે ACC અને ઓરિએન્ટ સાથેના વિલનીકરણમાં શેર્સની કેવી રીતે ફાળવણી કરશે

 

તમામ મંજૂરીઓ મળી જશે તો વિલીનીકરણની સમગ્ર પ્રક્રિયા આગામી એક વર્ષમાં પૂરી થઈ જવાની સંભાવના

અંબુજા સિમેન્ટ્સે તેના સિમેન્ટ વ્યવસાયને એકીકૃત કરવાની દિશામાં મોટું પગલું ભર્યું છે. કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે ACC લિમિટેડ અને ઓરિએન્ટ સિમેન્ટ લિમિટેડને અંબુજા સિમેન્ટ્સ સાથેના વિલીનીકરણના કરવા માટે બે અલગ અલગ એમેલ્ગમેશન સ્કીમને મંજૂરી આપી દીધી છે. આ વિલીનીકરણ કે જોડાણથી વન સિમેન્ટ પ્લેટફોર્મ નામે એક સંકલિત સિમેન્ટ કંપની ઉભી થશે.

અદાણી ગ્રુપની અંબુજા સિમેન્ટ્સે નિવેદનમાં જણાવ્યું હતું કે આ મંજૂરી ભારતના સિમેન્ટ ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ વિકાસ છે. કંપનીના જણાવ્યા મુજબ આ વિલીનીકરણને પરિણામે દેશમાં મજબૂત હાજરી ધરાવતી સિમેન્ટની મહાકાય કંપની ઊભી થશે.

પ્રસ્તુત વિલીનીકરણે પરિણામે ઉત્પાદન અને લોજિસ્ટિક્સ નેટવર્કનું ઑપ્ટિમાઇઝેશન થશે, કોર્પોરેટ માળખું સરળ બનશે, બેલેન્સ શીટ મજબૂત થશે અને મૂડીનો વધુ કાર્યક્ષમ ઉપયોગ શક્ય બનશે. આ પગલાંથી ખર્ચમાં ઘટાડો થશે અને પ્રતિ મેટ્રિક ટન ઓછામાં ઓછા રૂ. 100નો માર્જિન સુધારો થવાની શક્યતા છે.

શેર સ્વેપનો રેશિયો

આ સાથે જ કંપનીએ શેર સ્વેપ રેશિયો પણ જાહેર કર્યો છે. ACCના શેરહોલ્ડર્સની વાત કરીએ તો ACCના રૂ.10ના મૂલ્યના દરેક 100 ઇક્વિટી શેર સામે અંબુજા સિમેન્ટ્સ રૂ.2ના મૂલ્યના 328 ઇક્વિટી શેર્સની ફાળવણી કરશે ઓરિએન્ટ સિમેન્ટના શેરહોલ્ડર્સ માટે: રૂ.1ના મૂલ્યના દરેક 100 ઇક્વિટી શેર સામે અંબુજા સિમેન્ટ્સ રૂ.2ના મૂલ્યના 33 ઇક્વિટી શેર્સની ફાળવણી કરવામાં આવશે. કંપનીના નોન-એગ્ઝિક્યુટિવ ડિરેક્ટર કરણ અદાણીએ જણાવ્યું કે આ વિલીનીકરણ ગ્રુપના સિમેન્ટ વ્યવસાયમાં માળખાકીય પરિવર્તન લાવશે. આ એકીકરણથી ઓપરેશનલ કાર્યક્ષમતા વધશે, વિકાસને ગતિ મળશે અને લાંબા ગાળે શેરહોલ્ડર્સ માટે સસ્ટેઈનેબલ-ટકાઉ મૂલ્યનું સર્જન કરશે.

અંબુજા સિમેન્ટ્સે જણાવ્યું કે આ વિલીનીકરણથી વહીવટી ખર્ચમાં ઘટાડો થશે અને ડુપ્લિકેશન દૂર થશે. કંપનીનો હેતુ નાણાકીય વર્ષ 2028 સુધી ઉત્પાદન ક્ષમતા 107 MTPAથી વધારીને 155 MTPA સુધી પહોંચાડવાનો છે. આ યોજના મજબૂત અને દેવા રહિત-debt free બેલેન્સ શીટના આધાર પર અમલમાં મૂકવામાં આવશે.

વિલીનીકરણ પછી પણ અંબુજા અને ACCના બ્રાન્ડ્સ તેમના પોતાના બજારમાં યથાવત્ ચાલુ રહેશે. કંપનીએ ઉમેર્યું કે સાંઘી ઇન્ડસ્ટ્રીઝ અને પેન્ના સિમેન્ટ સાથેના વિલીનીકરણની પ્રક્રિયા પણ અલગ અલગ તબક્કામાં ચાલી રહી છે અને ભવિષ્યમાં તમામ હિતધારકો એક સંકલિત કંપની સાથે જોડાશે. આ એકીકૃત એકમ ESG ફ્રેમવર્કને પણ વધુ મજબૂત બનાવશે અને નવીનીકરણીય ઊર્જા તથા લો-કાર્બન સિમેન્ટ પર ભાર મૂકશે.

 

 

Read Previous

ઓમાન સાથેનું FTA નિકાસ બજારોમાં વેપારમાં વિવિધતા વધશે, વધુ સેક્ટરનો વેપાર થશે

Read Next

શ્રીરામ ફાઇનાન્સ, ઇન્ટરગ્લોબ એવિએશન અને આદિત્ય બિરલા રિયલ એસ્ટેટના શેર્સમાં રોકાણ કરી શકો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular