રામી ગ્રુપ ઓફ હોટેલ્સનાં 38 સ્થળો પર આવકવેરાનાં દરોડા, ભૂજ, સુરત સહિત 10 શહેરોમાં દરોડાની કાર્યવાહી
નામાંકિત હોટલ ગ્રુપ પર આવકવેરાનાં અધિકારીઓ દરોડાની કર્યવાહી કરી રહ્યા છે. આવકવેરા વિભાગની મુંબઈ બ્રાન્ચ દ્વારા દરોડાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. રામી ગ્રુપ ઓફ હોટલના 38 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે.
સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ મુંબઈ આવકવેરા વિભાગની પાંખ દ્વારા રામી ગ્રુપ પર દરોડાની કાર્યવાહીનો ધમધમાટ કરવામાં આવ્યો છે. રામી ગ્રુપનો મુંબઈ,સુરત અને.ગલ્ફ સહિતના દેશોમાં 52 હોટેલ્સ અને રેસ્ટોરન્ટનો બિઝનેસ છે. નાણાકીય લેવડ-દેવડ, હિસાબી દસ્તાવેજો અને અન્ય મહત્વના ડોક્યુમેન્ટ્સનો સરવે કરવામાં આવી રહ્યો છે. રામી ગ્રુપ પર દોરડા પડતા હોટલ ઉદ્યોગમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. હાલમાં 38 જેટલા સ્થળો પર દરોડાની સાગમેટ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
સૂત્રો મુજબ રામી ગ્રુપ દ્વારા ફોર અને ફાઇવ સ્ટાર હોટેલ્સ અને રેસ્ટોરન્ટનું સંચાલન કરવામાં આવે છે.ટેક્સ ચોરીની આશંકાએ તપાસ કરવામાં આવી રહી છે. જો કે વિભાગ તરફથી હજી કોઈ સતાવાર માહિતી નહીં



