પાણીને મોલે વેચાતા શેર્સમાં રોકાણ કરવાની ઉત્તમ તક

- ફંડામેન્ટલના ફંડાને કેન્દ્રમાં રાખીને કામ કરતાં ભારતના શેરબજારના વૉરેન બફેટ તરીકે જાણીતા રાધાકિસન દામાણી ઓછા મૂલ્યે વેચાતા શેર્સમાં આગામી મહિનાઓમાં તગડી કમાણી કરવાની તક હોવાનું જણાય છે
રાધાકિષ્ણ દામાણીનું કહેવું છે કે રૂ. 100થી નીચે ટ્રેડ થતી બે કંપનીઓ સ્માર્ટ ઈન્વેસ્ટર્સનું ધ્યાન ખેંચી રહી છે. બંને કંપનીઓ ‘હોલી ટ્રિનિટી ટેસ્ટ’ પાસ કરે છે. હોલી ટ્રિનિટી ટેસ્ટને પારખવા માટે તેમાં કંપનીના પ્રમોટર્સના વધી રહેલા રોકાણ, વિદેશી સંસ્થાકીય રોકાણકારોના વધી રહેલા રોકાણ અને સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોના વધી રહેલા રોકાણને ધ્યાનમાં લેવામાં આવે છે. તેને ટ્રિનિટી ટેસ્ટ તરીકે ઓળખાવવામાં આવે છે. તેમ જ આ શેર્સના પ્રમોટર્સ દ્વારા કંપનીમાં લગાવવામાં આવતી મૂડી પર છૂટતા વળતર-રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોય્ડ-ROCE, કંપનીને માથે દેવું ન હોવું અને સારું ડિવિડંડ આપતી કંપનીને પણ હોલી ટ્રિનિટી ટેસ્ટમાં પાસ થયેલી કંપની તરીકે જોવામાં આવે છે. આ કેટેગરીમાં આવતી કંપનીઓના વિકાસ અને શેરબજારના પરફોર્મન્સમાં સતત સુધારો થવાની સંભાવના જોવા મળી રહી છે. રાધાકિસન દામાણી આ જ કેટેગરીના પેની સ્ટોક ગણાતા શેર્સને પ્રમોટ કરવાનું પસંદ કરતાં હોવાનું જણાય છે.
સામાન્ય રીતે ઈન્વેસ્ટર્સ પેન્ની સ્ટોકમાં જતા નથી કારણ કે તેમાં પારદર્શિતા અને કોર્પોરેટ ગવર્નન્સનો અભાવ હોય છે. પરંતુ જ્યારે કોઈ કંપની ઊંચું ROCE, શૂન્ય દેવું અને ઉદાર ડિવિડન્ડ યિલ્ડ જેવી ત્રણેય કસોટીઓ પાર કરે ત્યારે એ કંપનીનું બિઝનેસ મોડેલ ખરેખર મજબૂત હોવાના તારણ પર આવી શકાય છે.
આ કેટેગરીમાં આવતો શેર્સ અડવાણી હોટેલ્સ છે. અડવાણી હોટેલ્સના શેર્સનો વર્તમાન બજાર ભાવ રૂ. 55ની આસપાસનો છે. આમ તો Advani Hotels and Resorts India Ltd 1987થી હોટેલ બિઝનેસમાં છે. રૂ. 509 કરોડના માર્કેટ કેપ ધરાવતી આ કંપની ગોવા સ્થિત Caravela Beach Resort ઉપરાંત 201 રૂમવાળી 5-સ્ટાર ડીલક્સ ગોલ્ફ રિસોર્ટ પણ ચલાવે છે. આજે કંપનીને માથે કોઈપણ દેવું નથી. આમ નફામાંથી અલગ વ્યાજ ખર્ચ કાઢવો પડતો નથી. કંપની તેનો નફો સીધો શેરહોલ્ડરને વહેંચી શકે છે. હાલમાં કંપની 3.4 ટકાનું સરેરાશ ડિવિડન્ડ આપે છે. હોટેલ ઉદ્યોગના સરેરાસ ડિવિડંડ કરતાં તેનું ડિવિડંડ ઊંચું છે.
અડવાણી હોટેલ્સ એન્ડ રિઝોર્ટ ઇન્ડિયા લિમિટેડનો પર લગાડવામાં આવતી નવી મૂડી પર સરેરાશ 45 ટકા વળતર-ROCE છૂટે છે. હોટેલ ઉદ્યોગનું સરેરાશ રિટર્ન માત્ર 12 ટકા છે તેવા સંજોગોમાં આ કંપની દર 100 રૂપિયાના મૂડી પર 45 રૂપિયાનું નફો બનાવે છે. તે બહુ જ સારો ગણાય છે. રાધાકિસન દામાણી 2015થી કંપનીમાં 4.2 ટકા શેર હિસ્સો ધરાવે છે. તેની કિંમત અત્યારે રૂ. 21 કરોડની આસપાસની છે.
અડવાણી હોટેલ્સના નાણાંકીય પરફોર્મન્સની વાત કરીએ તો FY20માં તેનું વેચાણ રૂ. 70 કરોડ હતુ તે FY25માં વધીને રૂ. 107 કરોડ થઈ ગયું છે. આમ 5 વર્ષમાં તેનો સર્વગ્રાહી વિકાસદર – CAGR ટકાનો રહ્યો છે. કંપનીનો EBITDA FY20માં રૂ. 17 કરોડ હતો તે FY25માં વધીને રૂ. 35 કરોડ થઈ ગયો છે. આમ કંપનીના નફાનો સરેરાશ વાર્ષિક વિકાસ દર-CAGR 16 ટકાનો રહ્યો છે. કંપનીનો ચોખ્ખો નફો FY20માં રૂ. 11 કરોડ હતો તે FY25માં વધીને રૂ. 26 કરોડ થયો છે. તેનો વાર્ષિક સર્વગ્રાહી વિકાસ દર-CAGR ટકાનો રહ્યો છે. જોકે 2025-26ના નાણાંકીય વર્ષના સપ્ટેમ્બર 2025માં પૂરા થયેલા છ માસિક ગાળામાં-H1 FY26માં સામાન્ય સીઝનલિટીના કારણે કંપનીના margins નીચા ગયા છે. ડિસેમ્બર 2020માં કંપનીનો શેરનો ભાવ રૂ. 28 હતો તે 9 ડિસેમ્બર 2025 સુધીમાં રૂ. 55ની ભાવ સપાટી સુધી પણ પહોંચી જ ગયો છે.



