• 26 December, 2025 - 12:19 AM

2026માં વૈશ્વિક આયર્ન ઓરનાં ભાવ થોડા ઘટી શકે

Metal Hours
  • નબળી માંગ અને વધતું ઉત્પાદન બજારને મંદી તરફ ધકેલશે

વિશ્વભરમાં આયર્ન ઓરના ભાવ 2026 દરમિયાન થોડા ઘટવાની સંભાવના છે. નબળી સ્ટીલ માંગ અને વધતા ઉત્પાદનને કારણે બજાર પર દબાણ વધશે, એવું વિશ્લેષકોનું કહેવું છે.

ઓસ્ટ્રેલિયાની Office of the Chief Economist (AOCE) ના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, “2024માં પ્રતિ ટન $93 રહેલા આયર્ન ઓરના ભાવ 2026માં સરેરાશ $85 અને 2027માં $82 સુધી ઘટી શકે છે. નબળી સ્ટીલ માંગ અને વધતી સપ્લાયને કારણે 2027ના અંત સુધી ભાવોમાં નમ્ર ઘટાડો જોવા મળશે.” બીજીતરફ Shanghai Metal Market (SMM)ના જણાવ્યા મુજબ,
“આયર્ન ઓર માટે સપ્લાય-ડિમાન્ડની સ્થિતિ ફિનિશ્ડ સ્ટીલ કરતાં વધુ મજબૂત છે. ઉદ્યોગ ચેઇનમાં આયર્ન ઓર હજી પણ થોડી સ્થિરતા દર્શાવે છે અને ટૂંકા ગાળામાં ભાવો સાઇડવેઝ (સ્થિર) રહેવાની શક્યતા છે.” FitchSolutionsની CreditSights રિસર્ચ એજન્સીએ જણાવ્યું કે, “મધ્યમથી લાંબા ગાળામાં નીચા ભાવોને કારણે 2032–34 દરમિયાન આયર્ન ઓર ઉત્પાદન સ્થિર થઈ જશે અને ત્યારબાદ તેમાં ઘટાડો જોવા મળશે.”

વર્તમાન ભાવ

ડેલિયન કોમોડિટી એક્સચેન્જમાં મે માસમાં પૂરી થનારા આયર્ન ઓર ફ્યુચર્સનો ભાવ 778.5 ચીની યુઆન (આશરે $110.76) પ્રતિ ટન રહ્યો છે. આ વર્ષે આયર્ન ઓરના ભાવ લગભગ સ્થિર રહ્યા છે અને માત્ર 0.6 ટકાનો ઘટાડો નોંધાયો છે. 2025–29 દરમિયાન વૈશ્વિક આયર્ન ઓર ઉત્પાદન વૃદ્ધિ સરેરાશ 2.7 ટકા રહેવાની અપેક્ષા છે, જ્યારે અગાઉના પાંચ વર્ષમાં આ વૃદ્ધિ 1.2 ટકા હતી. 2029 સુધીમાં વાર્ષિક ઉત્પાદન 2025ની સરખામણીએ આશરે 275.7 મિલિયન ટન વધશે.

CreditSightsના નિષ્ણાતોના મતાનુસાર, 2025માં ઓસ્ટ્રેલિયાનો આયર્ન ઓર ઉત્પાદન 2.5 ટકા વધશે. Mineral Resourcesની Onslow Iron અને Fortescueની Iron Bridge જેવી યોજનાઓ શરૂ થવાથી આ વૃદ્ધિ થશે. “વિશ્વના સૌથી ઓછા ઉત્પાદન ખર્ચ ધરાવતા દેશોમાં ઓસ્ટ્રેલિયાની સ્થિતિ મજબૂત હોવાથી, ભાવ ઘટે તો પણ ત્યાંના ઉત્પાદકોને મોટો ફટકો પડશે નહીં.”

સમુદ્રી વેપારમાં વધારો

AOCEના જણાવ્યા પ્રમાણે, વૈશ્વિક સમુદ્રી આયર્ન ઓર વેપાર 2027 સુધી દર વર્ષે 1.5 ટકા વધશે. ગિનીની Simandou ખાણ, બ્રાઝિલ અને ઓસ્ટ્રેલિયાની વિસ્તૃત ખાણોમાંથી નવી સપ્લાય બજારમાં આવશે. Simandou ખાણ નવેમ્બર 2025માં શરૂ થઈ હતી અને તેની મહત્તમ ક્ષમતા 120 મિલિયન ટન પ્રતિ વર્ષ છે. SMM અનુસાર, સ્ટીલ મિલો જરૂર મુજબ ખરીદી કરી રહી છે અને બજારની પ્રવૃત્તિ મધ્યમ સ્તરે છે. સ્ટીલના પાંચ મુખ્ય ઉત્પાદનોનું ઉત્પાદન થોડું ઘટ્યું છે અને કુલ સ્ટોક પણ ઘટી રહ્યો છે. હાલ ડિમાન્ડ ઓફ-સીઝનમાં છે, જેના કારણે બજારનો માહોલ નબળો બન્યો છે.

વૈશ્વિક સ્ટીલ ઉત્પાદન

World Steel Associationના આંકડા મુજબ, 2025ના પ્રથમ 11 મહિનામાં વૈશ્વિક સ્ટીલ ઉત્પાદન 1.69 બિલિયન ટન રહ્યું છે, જે ગયા વર્ષની સરખામણીએ 1.4 ટકા ઓછું છે. ચીન (-2.7 ટકા ), રશિયા (-7 ટકા), જાપાન (-3.6 ટકા) અને અમેરિકા (-2.2 ટકા)માં ઉત્પાદન ઘટ્યું છે, જ્યારે ભારત (8.9 ટકા), તુર્કી (11.2 ટકા) અને બ્રાઝિલ (5.6 ટકા)માં વધારો નોંધાયો છે.

આગળનું દૃશ્ય

CreditSights અનુસાર, Rio Tinto, BHP અને Fortescue જેવી મોટી કંપનીઓ ખર્ચ ઘટાડવા અને ટેક્નોલોજીમાં રોકાણ કરીને ઉત્પાદન વધારતી રહેશે. જોકે 2028 બાદ ભાવ ઘટતા ઓસ્ટ્રેલિયાનો ઉત્પાદન વિકાસ સ્થિર થઈ શકે છે. બ્રાઝિલમાં 2019–20ની ઘટબાદ હવે ઉત્પાદન ફરી વધશે અને 2025–29 દરમિયાન સરેરાશ 3.6 ટકા વાર્ષિક વૃદ્ધિ થવાની અપેક્ષા છે. ચીનમાં 2025માં આયર્ન ઓર ઉત્પાદન 1 ટકા વધશે, કારણ કે દેશ આયર્ન ઓર શોધખોળ અને સપ્લાય સુરક્ષામાં રોકાણ કરી રહ્યો છે.

ભારતીય દૃશ્ય

ભારતમાં આ વર્ષે આયર્ન ઓર ઉત્પાદન 290 મિલિયન ટન થવાની સંભાવના છે, જે વાર્ષિક ધોરણે 2 ટકા વૃદ્ધિ દર્શાવે છે. CreditSightsના મતાનુસાર 2034 સુધીમાં આ ઉત્પાદન 375 મિલિયન ટન સુધી પહોંચી શકે છે. હાલમાં  નીચા ભાવોને કારણે રશિયા જેવા દેશોમાં નવા પ્રોજેક્ટ્સ પર રોકાણ પર અસર પડી શકે છે. SMMએ ઉમેર્યું કે ચાઇનીઝ ન્યૂ યર પહેલાં સ્ટોકપાઇલિંગ શરૂ થતાં અને સ્ટીલ ઉત્પાદન ધીમે ધીમે વધતાં ટૂંકા ગાળામાં ભાવોમાં થોડી ઉછાળો આવી શકે છે.

 

Read Previous

નાના અને મધ્યમ ઉદ્યોગોને સરળતાથી ધિરાણ મળે તે માટે ગ્રીન ચેનલ શરૂ કરવાની માગણી કરવામાં આવી

Read Next

31મી ડિસેમ્બર પહેલા PAN–આધાર લિન્ક કરાવી લો, નહિ તો તકલીફ વધશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular