જિયો હેપ્પી ન્યૂ યર 2026 પ્લાન જાહેર કર્યો

રોજના અનલિમિટેડ 5G ડેટા અને રોજના 2.5 જીબી, અનલિમિટેડ વોઇસ અને રોજના 100 એસએમએસ કરવાની સુવિધા આપશે
જિયો 2026ના વર્ષ માટેના મોબાઈલના નવા પ્લાનની જાહેરાત કરી છે. પહેલો પ્લાન હીરોએન્યૂઅલ રિચાર્જ રૂ. 3599નો છે. તેમાં રોજના અનલિમિટેડ 5G ડેટા અને રોજના 2.5 જીબી, અનલિમિટેડ વોઇસ અને રોજના 100 એસએમએસ કરવાની સુવિધા આપવામાં આવે છે.
જિયોનો આ પ્લાન 365 દિવસની વેલિડિટી ધરાવતો પ્લાન છે. તેની સાથેની સ્પેશિયલ ઓફરમાં ગૂગલ જેમિનીનો રૂ. 35100નો 18 મહિનાનો પ્રો પ્લાન તદ્દન મફતમાં આપવામાં આવશે.
બીજો પ્લાન માસિક ઓફરનો છે. આ પ્લાનને સુપરસેલિબ્રેશન મન્થલી પ્લાન તરીકે ઓળખાવવામાં આવે છે. તેને માટે મહિને રૂ. 500 જમા કરાવવાના આવે છે. આ પ્લાન લેનારને રોજના અનલિમિટેડ 5G, રોજના 2 જીબી, અનલિમિટેડ વોઇસ, રોજના 100 એસએમએસની સુવિધા મળશે. રૂ.500 પ્રતિ મહિનાની કિંમતની ઓટીટી એપ્સની સુવિધા લેનારાઓને યુ ટ્યુબ પ્રીમિયમ, જિયોહોટસ્ટાર, એમેઝનો પીવીએમઈ, સોની લીવ, ઝીફાઇવ, લાયન્સગેટ પ્લે, ડિસ્કવરી પ્લસ, સન નેક્સ્ટ, કાન્ચા લાન્કા, પ્લેનેટ મરાઠી, ચૌપાલ, ફેનકોડ અને હોઇચોઇની સેવા ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ પ્લાન 28 દિવસનો રહેશે. આ પ્લાનમાં પણ સ્પેશિયલ ઓફર તરીકે ગૂગલ જેમિનીનો ₹35100નો 18 મહિનાનો પ્રો પ્લાન તદ્દન મફત આપવામાં આવશે.


