ટોપ ટેન કંપનીઓમાંથી પાંચ કંપનીઓના માર્કેટ કેપમાં 72,285 કરોડનો વધારો, TCS અને ઇન્ફોસિસ સૌથી વધુ ઉછાળો
દેશની ટોચની 10 સૌથી મૂલ્યવાન કંપનીઓમાંથી પાંચ કંપનીઓના માર્કેટ કેપમાં ગયા અઠવાડિયે સંયુક્ત રીતે 72,284.74 કરોડનો વધારો થયો છે. ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS) અને ઇન્ફોસિસમાં સૌથી વધુ વધારો જોવા મળ્યો છે. આ સમયગાળા દરમિયાન ભારતી એરટેલ, TCS, ICICI બેંક, ઇન્ફોસિસ અને બજાજ ફાઇનાન્સના માર્કેટ કેપમાં પણ વધારો જોવા મળ્યો છે.
બીજી તરફ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, HDFC બેંક, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, લાર્સન એન્ડ ટુબ્રો અને લાઇફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (LIC)ના માર્કેટ કેપમાં પણ ઘટાડો થયો છે. ગયા અઠવાડિયે સેન્સેક્સ માત્ર 5.7 પોઇન્ટ વધ્યો હતો, જ્યારે નિફ્ટી 16.5 પોઇન્ટ ઘટ્યો હતો.
TCSનું માર્કેટ કેપ 35,909.52 કરોડ વધીને 11,71,862.37 કરોડ થયું છે. ઇન્ફોસિસનું માર્કેટ કેપ 23,404.55 કરોડ વધીને 6,71,366.53 કરોડ, બજાજ ફાઇનાન્સનું માર્કેટ કેપ 6,720.28 કરોડ વધીને 6,52,396.39 કરોડ થયું.
તેવી જ રીતે, ભારતી એરટેલનું માર્કેટ કેપ 3,791.9 કરોડ વધીને 12,01,832.74 કરોડ અને ICICI બેંકનું માર્કેટ કેપ 2,458.49 કરોડ વધીને 9,95,184.46 કરોડ થયું.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપ 35,116.76 કરોડ ઘટીને 20,85,218.71 કરોડ થયું. LICનું માર્કેટ કેપ 15,559.49 કરોડ ઘટીને 5,50,021.80 કરોડ અને SBIનું માર્કેટ કેપ 7,522.96 કરોડ ઘટીને 8,96,662.19 કરોડ થયું.
HDFC બેંકનું માર્કેટ કેપ 5,724.03 કરોડ ઘટીને 15,43,019.64 કરોડ અને લાર્સન એન્ડ ટુબ્રોનું માર્કેટ કેપ 4,185.39 કરોડ ઘટીને 5,55,459.56 કરોડ થયું.
ટોચની 10 કંપનીઓની યાદીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ટોચ પર છે. ત્યારબાદ HDFC બેંક, ભારતી એરટેલ, TCS, ICICI બેંક, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, ઇન્ફોસિસ, બજાજ ફાઇનાન્સ, લાર્સન એન્ડ ટુબ્રો અને LICનો સમાવેશ થાય છે.



