• 18 December, 2025 - 3:19 AM

પોસ્ટલ ડિપાર્ટમેન્ટે સ્પીડપોસ્ટના ચાર્જમાં ૩૦ ટકાનો મોટો વધારો કર્યો

  • હવે સરકારી સ્પીડ પોસ્ટ પણ 25થી 30 ટકા મોંઘું પડશેઃ જોકે કુરિયર કંપનીઓના ચાર્જની તુલનાએ હજીય સરકારી સ્પીડ પોસ્ટના ચાર્જ ઘણાં જ ઓછા
  • તહેવારોની સીઝનમાં એટલે કે રક્ષા બંધન અને દિવાળીના તહેવારોમાં ખાનગી કુરિયર કંપનીઓ બેફામ ચાર્જ વસૂલીને રીતસરની લૂંટ ચલાવી રહ્યા છે
  • પોસ્ટ ઓફિસે કિલોમીટરને આધારે ચાર્જ લેવા માટેના સ્લેબમાં બે સ્લેબ વધારી દઈને ચાર્જમાં વધારો કરી દીધા

પોસ્ટલ ડિપાર્ટમેન્ટે તેના સ્પીડ પોસ્ટના ચાર્જમાં અંદાજે ૨૫થી ૩૦ ટકાનો વધારો કરી દીધો છે. પચાસ ગ્રામ સુધીના વજનના લોકલ સ્પીડપોસ્ટ પાર્સલ માટે રૂ. ૧૫ લેવાતા હતા તે વધારીને રૂ. ૧૯ કરી દેવામાં આવ્યા છે. તદુપરાંત જૂના અને નવા ડિસ્ટન્સના સ્લેબમાં ૨૦૧થી ૫૦૦ કિલોમીટરનો અને ૫૦૧થી ૧૦૦૦ કિલોમીટરનો મળીને બે નવા સ્લેબ ઉમેરવામાં આવ્યા છે અને તેના સ્પીડ પોસ્ટના અલગ અલગ ચાર્જ નક્કી કરવામાં આવ્યા છે. ત્રીજું, સરકારે સ્પીડપોસ્ટના ચાર્જમાં વધારો કર્યો હોવા છતાંય ખાનગી કુરિયર કંપનીઓના ચાર્જની સરખામણીમાં સ્પીડપોસ્ટના ચાર્જ ઘણા જ ઓછા છે. ખાનગી કંપનીઓ તહેવારોની સીઝનમાં અને તેમાંય ખાસ કરીને રક્ષા બંધ અને દિવાળીના તહેવારોમાં તો બેફામ ચાર્જ વસૂલે છે. તેના પર સરકારનો કોઈ જ અંકુશ ન હોવાથી ખાનગી કુરિયર કંપનીઓ તેનો ગેરલાભ પણ ઊઠાવે છે.

પોસ્ટલ ડિપાર્ટમેન્ટના નવા ચાર્જ મુજબ જો સ્થાનિક સ્તરે એટલે કે પોતાના જ શહેરમાં ડિલિવરી કરવા માટે સ્પીડપોસ્ટમાં ૫૦ ગ્રામ સુધીના વજનનુ પાર્સલ આપે તો પહેલા રૂ. ૧૫નો ચાર્જ લેવાતો હતો. તેને બદલે હવે રૂ. ૧૯ લેવામાં આવશે. આમ ૫૦ ગ્રામ વજન સુધીના સ્પીડપોસ્ટના પાર્સલને પોતાના જ શહેરમાં મોકલવું હોય તો તેના પહેલા રૂ. ૧૫ લેવાતા હતા તેમાં અંદાજે ૨૫થી ૨૭ ટકાનો વધારો કરી દઈને રૂ. ૧૯ કરી દેવામાં આવ્યા છે.

4

તેની સામે ૫૦ ગ્રામ વજનનુ આ જ પાર્સલ ૨૦૦થી માંડીને ૨૦૦૦ કિલોમીટર સુધીના ત્રણ જુદાં જુદાં અંતરે મોકલવાનું હોય તો તેને માટેનો ચાર્જ રૂ. ૩૫નો હતો. પરંતુ નવા ચાર્જની સિસ્ટમમાં ૨૦૦ કિલોમીટર, ૨૦૧થી ૫૦૦ કિલોમીટર, ૫૦૧થી ૧૦૦૦ અને ૧૦૦૦થી ૨૦૦૦ કિલોમીટર એમ પાંચ તબક્કામાં વિભાજિત કરી દેવામાં આવ્યા છે. ૨૦૦ કિલોમીટર સુધી તે ચાર્જ રૂ. ૪૭, ૨૦૧થી ૨૦૦૦ કિલોમીટરના તમામ સ્સ્લેબ માટે રૂ. ૪૭નો ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે. આમ તેમાં રૂ. ૧૨નો વધારો કરવામાં આવ્યો છે. જે અંદાજે ૩૦થી ૩૧ ટકાનો વધારો દર્શાવે છે.

૫૧ ગ્રામથી ૨૦૦ ગ્રામ સુીના પાર્સલની લોકલ ડિલીવરી હોય તો રૂ. ૨૫ લેવામાં આવતા હતા. હવે ૫૧ ગ્રામથી માંડીને ૨૫૦ ગ્રામ વજનના પાર્સલની લોકલ ડિલીવરી રૂ. ૨૪માં કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આમ પોતાના જ શહેરમાં તેની ડિલીવરી કરવાનો ચાર્જમાં રૂ. ૧નો ઘટાડો કરવામાં આવ્યો છે. તેની સામે ૨૦૦ કિલોમીટર સુધી સ્પીડપોસ્ટ મોકલવાનો ચાર્જ રૂ. ૩૫થી વધારીને રૂ.૫૯ કરી દેવામાં આવ્યો છે. આ વધારો અદાજે ૭૫ ટકાનો છે.

જૂના ચાર્જની સિસ્ટમમાં ૫૧ ગ્રામથી ૨૦૦ ગ્રામનો સ્લેબ હતો તે બદલીને ૫૧ ગ્રામથી ૨૫૦ ગ્રામનો સ્લેબ કરવામાં આવ્યો છે. ૨૫૦ ગ્રામ સુધીના સ્પીડપોસ્ટના પાર્સલ પોતાના જ શહેરમાં મોકલવાના હશે તો તેને માટે માત્ર રૂ. ૨૪નો ચાર્જ લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. પરંતુ સ્પીડપોસ્ટમાં ૨૫૦ ગ્રામ સુધીનું પાર્સલ ૨૦૦ કિલોમીટર સુધી મોકલવાના રૂ.૫૯ લેવામાં આવશે. ૨૦૧થી ૫૦૦ કિલોમીટરના ડિસ્ટન્સ સુધી ૨૫૦ ગ્રામ સુધીનું પાર્સલ મોકલવાના રૂ. ૬૩ લેવામાં આવશે. તેમ જ ૫૦૧થી ૧૦૦૦ કિલોમીટરના ડિસ્ટન્સ સુધી મોકલવાના રૂ. ૬૮, ૧૦૦૦થી ૨૦૦૦ કિલોમીટર સુધી આ પાર્સલ મોકલવાનાર રૂ. ૭૨ અને ૨૦૦૦ કિલોમીટરથી વધુ લાંબા અંતેરે ૨૫૦ ગ્રામનું પાર્સલ મોકલવાના રૂ. ૭૭ લેવામાં આવશે.  જૂની વ્યવસ્થા હેઠળ સ્પીડ પોસ્ટનું ૨૦૦ ગ્રામ વજન સુધીનું પાર્સલ હોય તો તેન પોતાના જ શહેરમાં મોકલવાના રૂ.૨૫, ૨૦૧થી ૫૦૦ કિલોમીટરનું હોય તો રૂ. ૩૫, ૨૦૧થી ૧૦૦૦ કિલોમીટરના અંતર સુધી મોકલવાના રૂ. ૪૦, ૧૦૦૧થી ૨૦૦૦ કિલોમીટરનું અંતર હોય તો રૂ. ૬૦ અને ૨૦૦૦ કિલોમીટરથી વધુ ડિસ્ટન્સ હોય તો સ્પીડ પોસ્ટના રૂ. ૭૦ લેવામાં આવતા હતા.

૨૫૧ ગ્રામથી ૫૦૦ ગ્રામ સુધીના સ્પીડપોસ્ટના પોર્સલ પોતાને જ શહેરમાં મોકલવાના રૂ.૩૦ લેવાતા હતા. હવે નવી સિસ્ટમમાં તેના ચાર્જ રૂ. ૨૮ કરી દેવામાં આવ્યા છે. પરંતુ ૨૦૦ કિલોમીટર સુધીના અંતર માટે પહેલા રૂ.૫૦, ૨૦૧થી ૧૦૦૦ કિલોમીટર સુધીના અંતર માટે પહેલા રૂ. ૬૦, ૧૦૦૧થી ૨૦૦૦ કિલોમીટરના રૂ. ૮૦ અને ૨૦૦૦ કિલોમીટરથી લાંબા અંતર માટે રૂ. ૯૦ વસૂલવામાં આવતા  હતા. પરંતુ નવી વ્યવસ્થા હેઠળ સ્પીડ પોસ્ટમા ૨૦૦ કિલોમીટર દૂર ૫૦૦ ગ્રામ વજનનું સ્પીડપોસ્ટનું પાર્સલ મોકલવા માટે રૂ. ૭૦,, ૨૦૧થી ૫૦૦ કિલોમીટર માટે રૂ. ૭૫, ૫૧૦થી ૧૦૦ કિલોમીટર માટે રૂ. ૮૨, ૧૦૦૧થી ૨૦૦૦ કિલોમીટર માટે રૂ. ૮૫ અને ૨૦૦૦ કિલોમીટરથી વધુ અંતર માટે રૂ. ૯૩ લેવાનું નક્ક ીકરવામાં આવ્યું છે.

 

Read Previous

અદાણી એન્ટરપ્રાઈસનો રાઈટનો ઇશ્યૂ લાભ કરાવશે કે પછી નુકસાન?

Read Next

નરેન્દ્ર મોદીની ઓમાનની મુલાકાત દરમિયાન ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટની આખરીરૂપ અપાશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular