RBIએ રેપો રેટમાં કર્યો ફેરફાર, જાણો કેટલા બેઝિક પોઈન્ટમાં થયો ઘટાડો, લોન લેનારાઓને રાહત
ભારતીય રિઝર્વ બેંક (RBI) ની મોનેટરી પોલિસી કમિટી (MPC) ની બેઠકનો છેલ્લો દિવસ હતો, ત્યારબાદ RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ બેઠક દરમિયાન લેવાયેલા નિર્ણયોની જાહેરાત કરી. RBI ની બેઠક બાદ, બધાની નજર હવે રેપો રેટ પર છે. લોકો જાણવા માંગે છે કે શું RBI એ આ વખતે રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો છે કે તેને 5.50 ટકા પર યથાવત રાખ્યો છે. બેઠકના નિર્ણયોની જાહેરાત કરતા, RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરવામાં આવ્યો છે, જેનાથી રેપો રેટ 5.25 ટકા થયો છે. ચાલો વિગતો જાણીએ.
રેપો રેટ ઘટાડાથી લોન લેનારાઓને ફાયદો
રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો ભવિષ્યમાં લોન લેવાની યોજના બનાવી રહેલા લોકોને નોંધપાત્ર રીતે ફાયદો કરશે. વધુમાં, જેઓ પહેલાથી જ EMI ચૂકવી રહ્યા છે તેમના લોનના વ્યાજ દરમાં ઘટાડો જોવા મળશે, જેના પરિણામે તેમના EMIમાં ઘટાડો થશે. રેપો રેટ એ વ્યાજ દર છે જેના પર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) બેંકોને લોન આપે છે. તેથી, રેપો રેટમાં ઘટાડાથી લોનના વ્યાજ દરો પર સીધી અસર પડશે.
ફેબ્રુઆરી 2025માં રેપો રેટ 6.50 ટકાથી 6.25 ટકા થયો
એપ્રિલ 2025માં રેપો રેટ 6.25 ટકાથી 6.00 ટકા થયો
જૂન 2025માં રેપો રેટ 6 ટકાથી 5.50 ટકા થયો
ઓગસ્ટ 2025માં રેપો રેટ 5.50 ટકા પર સ્થિર રહ્યો
ઓક્ટોબર 2025માં 5.50 ટકા પર સ્થિર રહ્યો
ડિસેમ્બર 2025માં રેપો રેટ 5.50 ટકાથી 5.25 ટકા થયો
આ વર્ષે રેપો રેટમાં ચાર વખત ઘટાડો
2025માં રેપો રેટમાં ઘટાડા અંગે, આરબીઆઈએ અત્યાર સુધીમાં ચાર વખત રેપો રેટમાં ઘટાડો કર્યો છે. 2025ની શરૂઆતમાં, રેપો રેટ 6.50 ટકા હતો, ત્યારબાદ આરબીઆઈએ સતત ત્રણ વખત રેપો રેટમાં ઘટાડો કર્યો હતો, અને હવે આ ચોથી વખત છે.



