ખાદ્ય સામગ્રીના ડિજિટલ ઓર્ડર વધી જતાં રોજગારી નિર્માણમાં મોટી સફળતા મળી
– ફૂડ ડિલિવરી દેશના આર્થિક વિકાસ માટેનું મહત્વનું એન્જિન બની ગયું અને રોજગારી નિર્માણને અને MSME વિકાસને નવી ગતિ આપી
- 2023-24માં ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ્સે રૂ.2 લાખ કરોડનું કુલ કામકાજ કરીને બિઝનેસને નવા ગ્રાહકો સુધી પહોંચાડવામાં સફળતા હાંસલ કરી
ફૂડ સેક્ટરના નાના, અતિનાના-ટાયની અને મધ્યમકદના ઉત્પાદકો ડિજિટલ પ્લેટફોર્મમાં જોડાવા માંડ્યા હોવાથી તેમની બજાર સુધીની પહોંચ વધી છે. તેમ જ તેમના ધંધામાં પણ મજબૂત વધારો જોવા મળી રહ્યો છે. તેમ જ દેશના આર્થિક વિકાસમાં તેનો ફાળો કૂદકે ને ભૂસકે વધી રહ્યો છે. નેશનલ કાઉન્સિલ ઑફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ (NCAER) દ્વારા પ્રોસસ (Prosus) સાથે મળીને કરેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ભારતનો ફૂડ ડિલિવરી સેક્ટરના કામકાજમાં છેલ્લા બે વર્ષમાં લગભગ બે ગણો વધારો થયો છે અને હવે તે દેશમાં રોજગાર તથા આર્થિક પ્રવૃત્તિનું સૌથી ઝડપથી વિકસતું એન્જિન બની ગયું છે.
સરવેમાં મળેલી માહિતી મુજબ 2023-24 દરમિયાન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ્સે રૂ.1.2 લાખ કરોડનું કુલ કામકાજ કર્યું છે. તેને પરિણઆમે 13.70 લાખ નવી રોજગારી નિર્માણ થઈ છે. 2021-22માં રોજગારી નિર્માણનો આંકડો 10.8 લાખ હતો. આમ ઓનલાઈન ફૂડ સપ્લાયને પરિણામે ફૂડ સપ્લાય ચેઈન સાથે સંકળાયેલા દરેક પ્લેટફોર્મ સાથે જોડાયેલી દરેક નોકરી અર્થતંત્રના અન્ય ક્ષેત્રોની સરેરાશ 2.7થી વધુ નોકરીઓને ટેકો આપનાર સાબિત થઈ રહી છે. બીજા શબ્દોમાં કહીએ તો ફૂડ સપ્લાય ચેઈનની એક નોકરી બીજા 2.7 નોકરિયાતોને પ્રભાવિત કરી રહી છે. તેમાં રેસ્ટોરન્ટ, કૃષિ, લોજિસ્ટિક્સ, પેકેજિંગ, પેમેન્ટ્સ અને ટેકનોલોજી જેવા ક્ષેત્રોનો સમાવેશ થાય છે. આ કારણે ફૂડ ડિલિવરી સેક્ટર ભારતના સેવા ક્ષેત્રોમાં સૌથી ઊંચા રોજગાર-મલ્ટિપ્લાયર ધરાવતા ક્ષેત્રોમાં સ્થાન પામે છે.
ભારતમાં 28 ટિયર-1, ટિયર-2 અને ટિયર-3ની કેટેગરીમાં આવેલા શહેરોમાં આવેલા 640 રેસ્ટોરન્ટ્સના કામકાજના કરવામાં આવેલા વિસ્તૃત ઇનપુટ-આઉટપુટ વિશ્લેષણને આધારે ઉપરોક્ત તારણો કાઢવામાં આવ્યા છે. ભારતની ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ અર્થવ્યવસ્થા પર ચાલતા ત્રણ વર્ષના સંશોધન કાર્યક્રમનો હિસ્સાને અંતે ઉપરોક્ત તારણો કાઢવામાં આવ્યા છે.
રેસ્ટોરન્ટ સ્તરે કરવામાં આવેલા સરવે પરથી જાણવા મળ્યું છે કે ફૂડ સપ્લાયના પ્લેટફોર્મમાં જોડાવાથી ફૂડ સપ્લાયર કે તૈયાર કરીને બજારમાં વેચવા માટે ઉત્સુક ઉત્પાદકોની બજાર સુધીની પહોંચ અને વ્યવસાયિક પ્રવૃત્તિમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. સરવેમાં બહાર આલી વિગતો મુજબ લગભગ 59 ટકા રેસ્ટોરન્ટ માલિકોએ નવા ગ્રાહકો સુધી પહોંચવામાં સફળતા મળી હોવાનું સ્વીકાર્યું છે. બીજીતરફ 50.4 ટકા કરતાં વધુ રેસ્ટોરાં માલિકોએ કુલ ફૂટફોલ અને ઓર્ડરમાં વધારો નોંધાયો હોવાનું સ્વીકાર્યું છે. બીજી તરફ 52.4 ટકા રેસ્ટોરન્ટ્સે નવા મેનુ આઇટમ્સ ઉમેર્યા પણ છે. તેમના પ્રોડક્ટ્સની ડિમાન્ડ વધી રહી હોવાની બાબતનો આ એક બોલતોવ પુરાવો છે. તેમ જ રેસ્ટોરાં ચલાવનારાઓએ તેમના પ્રોડક્ટ્સમાં નવી નવી વાનગીઓનો ઉમેરો કરવામાં પણ પહેલાની તુલનાએ વધુ ઉત્સાહ દાખવ્યો છે. આમ રેસ્ટોરાં માલિકોમાં વધી રહેલી પ્રયોગશીલતાનું પ્રતિબિંબ પણ પડતું જોવા મળી રહ્યું છે.
ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ્સમાંથી આવતી રેસ્ટોરન્ટ આવકનો હિસ્સો 2019માં 22 ટકા જ હતો. ચાર જ વર્ષમાં એટલે કે 2023માં આવકનો આ હિસો વધીને 29 ટકા થઈ ગયો છે. આમ ડિજિટલ ઓર્ડરિંગ ચેનલ્સ પરની રેસ્ટોરન્ટ્સની નિર્ભરતા સતત વધી રહી હોવાનો સ્પષ્ટ નિર્દેશ મળી રહ્યો છે. આ સંશોધન કે સરવે ફૂડ સેક્ટરમાં એક વિશાળ માળખાગત ફેરફાર આવી ગયો હોવાની બાબતનો પણ સંકેત આપે છે. નાના અને ઘરઆધારિત રસોડાંઓને પ્લેટફોર્મ ઇકોસિસ્ટમમાં જોડાયા બાદ ઓનબોર્ડિંગ સપોર્ટ, મેનુ ઑપ્ટિમાઇઝેશન, જાહેરાત, તાલીમ અને એકાઉન્ટિંગ સિસ્ટમ્સ જેવા ડિજિટલ વિકલ્પોનો આશરો પણ લેવામાં આવી રહ્યો છે. આ ક્ષમતાઓ ઘણી સંસ્થાઓ પાસે અગાઉ ઉપલબ્ધ નહોતી. પરિણામે ખાસ કરીને MSME ક્ષેત્રમાં રેગ્યુલેટરી કોમ્પ્લાયન્સમાં અને કાર્યક્ષમતામાં સુધારો કરવાના બંને મોરચે ખાસ્સો સફળ થયો છે. પરિણામે ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ્સને એક અલગ અને ઝડપથી વિસ્તરતા સેવા ક્ષેત્ર તરીકે માન્યતા આપવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.
NCAERનું કહેવું છે કે પ્લેટફોર્મ સેક્ટરના આંકડાઓને રાષ્ટ્રીય આંકડાકીય અને શ્રમ મોનિટરિંગ ફ્રેમવર્કમાં સામેલ કરવાથી રોજગાર, ઉત્પાદન-આઉટપુટ અને વેરાની આવકમાં તેના યોગદાનની વધુ સચોટ અસર જોવા મળી રહી છે. આ સેક્ટરના વ્યાપ અને 10 લાખથી વધુ કામદારોની સંખ્યાને ધ્યાનમાં રાખીને સંશોધનમાં પ્લેટફોર્મ સાથે જોડાયેલા કામદારો માટે સામાજિક સુરક્ષા લાભોની પોર્ટેબિલિટી વધારવાની જરૂરિયાત પણ દર્શાવવામાં આવી છે. તેની સાથે જ કામગીરીની લવચીકતા જાળવવા પર ભાર મૂકાયો છે. તેમ જ ખાસ કરીને ટિયર-2 અને ટિયર-3 શહેરોમાં આવેલા નાના રેસ્ટોરન્ટ્સ માટે નવીનતા, સરળ પ્રવેશ અને અનુમાન યોગ્ય વ્યવસાયિક પરિસ્થિતિઓને ટેકો આપતું સંતુલિત નિયમન જરૂરી હોવાનું પણ જણાવાયું છે.
આ અભ્યાસોના તારણો તે અનુભવને પ્રતિબિંબિત કરે છે જે લાખો નાના રેસ્ટોરન્ટ્સ અને પ્લેટફોર્મ વર્કર્સ રોજ અનુભવે છે. પ્લેટફોર્મ્સ માંગ સુધી પહોંચવાનો એક મહત્વપૂર્ણ સેતુ બની ગયા છે, જેના કારણે રેસ્ટોરન્ટ્સને પોતાના આસપાસના વિસ્તારની બહાર પણ ગ્રાહકો સુધી પહોંચવાની તક મળી છે. તદુપરાંત ઘણા રેસ્ટોરન્ટ્સને ડિજિટલ હાજરી વધી છે. તેમને રેગ્યુલેટરી કોમ્પ્લાયન્સ અને ડેટા આધારિત નિર્ણય પ્રક્રિયા અંગેનો નવો અનુભવ મળ્યો છે. ભારતની વિકસતી ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી સમર્થિત આ સેક્ટરના દસ લાખથી વધુ કામદારો દેશના સૌથી ગતિશીલ શ્રમ વર્ગોમાંથી એક છે.
અર્થવ્યવસ્થાપક સ્તરે અને રેસ્ટોરન્ટ સ્તરે પડતી અસરનો ક્યાસ કાઢીને કહીએ તો ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ્સને ભારતની વિકસતી ડિજિટલ સેવા અર્થવ્યવસ્થાનો કેન્દ્રસ્થંભ તરીકે સ્થાપિત કરે છે, જે MSMEનો વિકાસ, શહેરી વપરાશની પદ્ધતિમાં આવી રહેલું પરિવર્તન અને રોજગાર સર્જન માટે મહત્વપૂર્ણ બની ગયા છે. આ અભ્યાસો દર્શાવે છે કે ડિજિટલ ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ્સ કેવી રીતે ભારતની અર્થવ્યવસ્થાને સ્પર્શી રહ્યા છે આંકડાકીય રીતે મજબૂત છબી ઊભરી રહી છે. આપે છે. આ સેક્ટરનો આઉટપુટ, રોજગાર અને પરોક્ષ કરોમાંનો ફાળો માત્ર ધ્યાનમાં લેવા પાત્ર જ નથી, પરંતુ તે સમગ્ર અર્થવ્યવસ્થા કરતાં વધુ ઝડપે વધી રહ્યો હોવાનું પણ જોવા મળી રહ્યું છે. તેની સાથેસાથે જ રેસ્ટોરન્ટ સ્તરે બજાર પહોંચમાં વધારો થઈ રહ્યો છે. ફૂડ સર્વિસ વ્યવસાયો અર્થતંત્રમાં ભાગ લેવાની રીતમાં એક માળખાગત પરિવર્તન આવી રહ્યું છે.



