સાંડેસરા બંધુઓએ રૃા. ૫૧૦૦ કરોડ જમા આપી તમામ ગુનાઓમાંથી માફી મેળવી લીધી

૧૭ ડિસેમ્બર સુધી પૈસા જમા કરાવવાની મહેતલ આપી હતી પરંતુ સુપ્રીમ કોર્ટની રજિસ્ટ્રીમાં છ ડિસેમ્બરે જ રૃા. ૫૧૦૦ કરોડ જમા આપી દીધા
અમદાવાદ: વડોદરાના બિઝનેસમેન અને બેન્કના રૃા. ૨૦,૦૦૦ કરોડના ડિફોલ્ટર નીતિન સાંડેસરા અને ચેતન સાંડેસરાએ ગઈકાલે સુપ્રીમ કોર્ટની રજિસ્ટ્રીમાં વન ટાઈમ સેટલમેન્ટના ભાગરૃપે ભરવાના થતાં રૃા. ૫૧૦૦ કરોડ જમા કરાવી દઈને તમામ ગુનાઓમાંથી માફી મેળવી લીધી હોવાનું પીટીઆઈના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. સાંડેસરા બંધુઓ નીતિન અને ચેતન સાંડેસરા ૧૭મી ડિસેમ્બર પહેલા બેન્કોને ચૂકવવા માટે વન ટાઈમ સેટલમેન્ટ યોજના હેઠળ નક્કી કરેલા રૃા. ૫૧૦૦ કરોડ જમા કરાવી દે તો તેમને તમામ ફોજાદરી કેસોમાં મૂકવામાં આવેલા આરોપોમાંથી મુક્તિ આપી દેવામાં આવશે.
સાંડેસરા બંધુઓ સામે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન-સીબીઆઈએ ફાઈલ કરેલી ચાર્જશીટમાં જણાવવામાં આવ્યું છે કે બંને ભાઈઓએ રૃા. ૫૩૮૩ કરોડ બેન્કોએ લેવાના નીકળે છે. આ નાણાં તેમણે જમા ન કરાવ્યા હોવાથી તેમણે કુલ મળીને રૃા.૯૭૯૯ કરોડ ચૂકવવાના થાય છે. નવમી નવેમ્બરે સુપ્રીમ કોર્ટે આપેલા ામાં તેમને રૃા. ૫૧૦૦ કરોડ જમા કરાવી દેવાની સૂચના આપી હતી. તેને માટે સાંડેસરા બંધુઓને ૧૭મી ડિસેમ્બર સુધીની મહેતલ આપવામાં આવી હતી. જોકે તેમણે છ ડિસેમ્બર ૨૦૨૫ના દિને જ સુપ્રીમ કોર્ટની રજિસ્ટ્રીમાં આ રકમ જમા કરાવી દીધી છે, એમ સાંડેસરા બંધુઓના પરિવારના પ્રવક્તાએ પીટીઆઈને નિવેદન આપતા જણાવ્યું હતું.
બેન્કમાંથી પૈસા ઊછીના લીધા પછી સાંડેસરા બંધુઓ દેશ છોડીને ફરાર થઈ ગયા હતા. પરંતુ છ ડિસેમ્બરે સુપ્રીમ કોર્ટની રજિસ્ટ્રીમાં રૃા. ૫૧૦૦ કરોડ જમા કારવી દીધા પછી સાંડેસરા બંધુઓ સામે જુદી જુદી કોર્ટમાં થયેલા ફોજદારી કેસો પર પડતો પડી ગયો છે. સરકારી એજન્સીઓએ કરેલા કેસો પણ પૂરા થઈ ગયા છે. સાંડેસરા બંધુઓ આલ્બેનિયાના પાસપોર્ટ પર ૨૦૧૭માં ભારત છોડીને નાસી છૂટયા હતા. ૨૦૧૮ના કાયદા હેઠળ સાંડેસરા બંધુઓ સહિતના ૧૮ બેન્ક ડિફોલ્ટર્સને ભાગેડું જાહેર કરવામાં આવ્યા હતા.
ત્યારબાદ સીબીઆઈએ તેમની સામે ફાઈલ કરેલી એફઆઈઆરમાં તેમણે રૃા. ૫૩૮૩ કરોડ ચૂકવવાના બાકી હોવાનું જણાવવામાં આવ્યું હતું. ૨૦૨૦ની સાલમાં કોર્ટના જ માર્ગદર્શન હેઠળ બેન્કોએ તેમને રૃા. ૬૭૬૧ કરોડ જમા કરાવી દેવાની વન ટાઈમ સેટલમેન્ટ યોજના હેઠળ ઓફર આવી હતી. સાંડેસરા બંધુઓએ આ રકમમાંથી રૃા. ૬૧૪ કરોડ સમાધાનના ભાગ રૃપે જમા કરાવ્યા હતા. તેમણે ચૂકવવાની થતી રકમના ૯થી ૧૦ ટકા રકમ તેમણે જમા કરાવી હતી.
નાદારીના કેસ ચલાવની નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનલે આ કંપનીની કેટલીક મિલકતો વેચી દઈને રૃા. ૧૧૯૨ કરોડ જમા લીધા હતા. ૨૦૨૧થી ૨૦૨૫ના ગાળાાં સાંડેસરા પરિવારે રૃા. ૩૫૦૭ કરોડ જમા કરાવ્યા હતા. આ રૃા. ૩૫૦૭ કરોડ અને સુપ્રીમ કોર્ટની રજિસ્ટ્રીમાં જમા આપેલા રૃા. ૫૧૦૦ કરોડ મળીને કંપનીએ કુલ રૃા.૯૭૯૯ કરોડ જમા આપ્યા છે. બેન્કોએ સાંડેસરા બંધુઓ પાસેથી રૃા.૩૮૨૬ કરોડ અને ગેરન્ટર તરીકે વિદેશી કંપનીઓએ મલીને રૃા. ૨૯૩૫ કરોડ લેવાના થાય છે.
સાંડેસરા બંધુઓ પાસેથી લોનના નાણાંની રિકવરી કરવા માટે ધિરાણ આપનારી બેન્કોએ ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સીકોડ હેઠળ ૨૦૧૬માં નાણાંની રિકવરીની કામગીરી કરી હતી. નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનલે તેમની મિલકતો વેચીને રૃા. ૧૧૯૨ કરોડની રિકરવી કરીહતી. સાંડેસરા બંધુઓ સામે સીબીઆઈની માફક એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે પણ તપાસ ચાલુ કરી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે તેની રૃા.૧૦,૦૦૦ કરોડના મૂલ્યની મિલકતો ટાંચમાં લીધી હતી.


