• 18 December, 2025 - 3:18 PM

SBIના શેરનું ભાવિ પરફોર્મન્સ સુધરવાની શક્યતા

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના નેટ ઇન્ટરેસ્ટ માર્જિન વધીને 3.09 ટકા સુધી પહોંચી જવાની ધારણા સાથે નફાકારકતા વધવાની શક્યતા

ભારતની સૌથી વધુ મૂલ્યવાન ગણાતી જાહેર ક્ષેત્રની બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના શેર્સમાં વર્તમાન ભાવ સપાટીથી રોકાણ કરવાની ભલામણ આવી રહી છે. આ ભલામણ ભારતના અગ્રણી બ્રોકરેજ હાઉસ Motilal Oswal Financial Services (MOFSL) તરફથી આવી છે. આ શેર્સમા લેવાલી કરવાની તેણે ભલામણ કરી છે. MOFSLએ SBI શેર માટે ₹1,100નો ટાર્ગેટ ભાવ સૂચવ્યો છે. બુધવારે SBIનો શેર ₹975.90 પર બંધ રહ્યો હતો.

2025-26ના નાણાંકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળા દરમિયાન SBIની ડોમેસ્ટિક નેટ ઇન્ટરેસ્ટ માર્જિન (NIM) ધીમે ધીમે સુધરીને આશરે 3.09 ટકા સુધી પહોંચી ગયું છે. આ સુધારા માટે  ડિપોઝિટ રીપ્રાઇસિંગ અને CRR કટ્સનો મોટો ફાળો છે. Motilal Oswal Financial Servicesએ ગુરુવારે SBIના ટોચના મેનેજમેન્ટ સાથેની બેઠક બાદ જણાવ્યું કે State Bank of India (SBI) સ્થિર લોનમાં વૃદ્ધિ થઈ છે. આગામી મહિનાઓમાં તેની નફાકારકતામાં તગડો વધારો થવાની સંભાવના છે. મોતીલાલ ઓસવાલ બ્રોકરેજ હાઉસના નિષ્ણાતોના મતાનુસાર SBI બેંકિંગ સેક્ટરમાં તેની પસંદગીનો ખરીદવા પાત્ર-Buy સ્ટોક છે. આગામી મહિનાઓમાં તેનો ભાવ વધીને રૂ. 1,100ના મથાળાને વળોટી જાય તેવી સંભાવના છે.

SBIનું મેનેજમેન્ટે સંકેત આપ્યો છે કે બેન્ક દ્વારા આપવામાં આવતી લોનમાં વાર્ષિક 13થી 14 ટકાની વૃદ્ધિ જળવાઈ રહે તેવી સંભાવના છે. SBIએ FY2025-26ના બીજા ત્રિમાસિક ગાળામાં પહેલેથી જ 13.1 ટકાની એડવાન્સ એટલે કે લોન આપવામાં વધારો કરવામાં સફળતા મેળવી લીધી છે. આમ સમગ્ર વર્ષ દરમિયાન થનારા વધારા અંગે તેણે કરેલી જાહેરાત પ્રમાણેનો જ વધારો છે. સમગ્ર સિસ્ટમની ક્રેડિટની વૃદ્ધિ અંદાજે 11.5 ટકાની રહી છે. આ વૃદ્ધિ મુખ્યત્વે રિટેલ, કૃષિ અને MSME (RAM) સેગમેન્ટમાંથી આવી રહી છે, સાથે પર્સનલ લોનમાં સુધારો અને વર્કિંગ કેપિટલ લિમિટ્સનો પસંદગીયુક્ત ઉપયોગ જોવા મળ્યો છે. મોટા પ્રોજેક્ટ માટેની લોન લેનારાઓની સંખ્યા મર્યાદિત રહી છે. આ બાબત કંપનીઓ દ્વારા કરવામાં આવતા મૂડીખર્ચમાં-કોર્પોરેટ કેપેક્સ કરવામાં ઉત્સુકતા ન હોવાનો નિર્દેશ આપે છે. બીજી ત્રિમાસિગ ગાળા દરમિયાન કોર્પોરેટ લોન વૃદ્ધિ વાર્ષિક ધોરણે માત્ર 7 ટકા જ રહી હતી. MOFSLનું અનુમાન છે કે FY26-28 દરમિયાન SBIનું કુલ લોન બુક 12.4 ટકા CAGRથી વધશે.

MOFSLએ જણાવ્યું કે RAM પોર્ટફોલિયો હવે SBIનો મુખ્ય વૃદ્ધિ એન્જિન બની ગયો છે, જે રૂ. 25 લાખ કરોડને પાર કરી ગયો છે અને ડોમેસ્ટિક એડવાન્સિસમાં આશરે 56.6 ટકા હિસ્સો ધરાવે છે. રિટેલ લોનમાં વાર્ષિક ધોરણે 14.1 ટકાનો વધારો થયો છે, અને મેનેજમેન્ટે પર્સનલ લોનમાં સ્પષ્ટ સુધારો આવી રહ્યો હોવાનું નોંધ્યું છે. SBI અન્સિક્યોર્ડ પર્સનલ લોનમાં સૌથી મોટો લેન્ડર રહ્યો છે, જેમાં લગભગ ₹3.5 લાખ કરોડની લોનબુક છે. FY2025-26માં અત્યાર સુધીમાં આશરે 4.2 લાખ નવા સેલરી અકાઉન્ટ્સ ઉમેરાયા છે. કોર્પોરેટ સેગમેન્ટ લોન આપવાનું કામ અત્યંત સિલેક્ટિવ ધોરણે થઈ રહ્યું છે અને રિન્યૂએબલ એનર્જી, ઇલેક્ટ્રિક વ્હીકલ્સ અને ટેક્નોલોજી-લિંક્ડ મોબિલિટી જેવા સ્ટ્રક્ચરલ થીમ્સ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. જોકે પરંપરાગત ભારે ઉદ્યોગોમાં ઓછું ફોકસ રહ્યું છે. હેડલાઇન કેપેક્સ પ્રવૃત્તિ મર્યાદિત રહી હોવા છતાં, ઉપભોક્તા-કન્ઝ્યુમર આધારિત સેક્ટર્સ, ખાસ કરીને ઓટોમોબાઇલ્સ, છેલ્લા બે ક્વાર્ટરમાં ગતિ પકડાઈ રહી હોવાનું જોવા મળી રહ્યું છે. પરિણામે વર્કિંગ કેપિટલની માંગમાં વધારો થયો છે.

SBIની ડોમેસ્ટિક NIM Q2માં ધીમે ધીમે સુધરીને આશરે 3.09 ટકા થઈ છે, જ્યારે કુલ NIM લગભગ 2.97 ટકા રહી છે. મેનેજમેન્ટે ડિસેમ્બર 2025માં થયેલા 25 બેસિસ પોઇન્ટ રેપો રેટ કટ છતાં FY2025-26ના અંતે 3 ટકાથી વધુ NIM જાળવવાની સંભાવના દર્શાવી જ દીધી છે. રેપોરેટ કટની માર્જિન પર તેની અસર મર્યાદિત રહેશે તથા CRR લાભોથી સંતુલિત થશે.

SBI પાસે આશરે રૂ. 21 લાખ કરોડનું લો-કોસ્ટ CASA આધારિત(કરન્ટ એકાઉન્ટ અને સેવિંગ એકાઉન્ટમાં પડી રહેતી રકમ)ફંડ છે. તેથી વિવિધ પ્રકારની લોન મિક્સને કારણે નરમ વ્યાજદર વાતાવરણમાં પણ માર્જિન મજબૂત રહેશે. બ્રોકરેજે FY26 માટે NIM 2.8 ટકા અને FY25 માટે 2.9 ટકા હોવાનું અનુમાન છે. જ્યારે FY27-28 દરમિયાન તે ધીમે ધીમે સુધરીને 2.9–3.0 ટકા સુધી પહોંચવાની શક્યતા દર્શાવી છે. આના આધાર પર FY26-28 દરમિયાન નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ આશરે 14 ટકાના CAGRથી વધશે.

 

Read Previous

આજે રોકાણકારોએ કયા શેર્સની વધઘટ પર નજર રાખવી જોઈએ

Read Next

દેશભરમાં એક્ટિવ છે 709 મિલિયન UPI QR કોડ, 59 અબજના નાણાકીય ટ્રાન્ઝેક્શન થયા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular