31મી માર્ચ 2026 પહેલા તમારે ઇન્કમટેક્સનો બોજ ઓછો કરવો છે? આટલું જરૂર વાંચો

એપ્રિલ મહિનાથી જ રોકાણ કરવાનું આયોજન કરશો તો સમયસર રોકાણ પૂરા કરી શકશો અને તમારાથી ખોટા રોકાણ થઈ જવાની સંભાવના નહિ રહે
પગાર તથા સ્વરોજગારી પર નભતા કરદાતાઓએ નાણાંકીય વર્ષના આરંભથી જ ટેક્સ બચાવવા માટે રોકાણ કરવાનું આયોજન કરવું જોઈએ. નાણાકીય વર્ષના છેલ્લા ત્રિમાસિક એટલે કે જાન્યુઆરી-ફેબ્રુઆરી-માર્ચના ગાળામાં રોકાણના આયોજનો કરવામાં થાપ ખાઈ જવાય તેવી સંભાવના રહેલી છે. અધૂરી માહિતીને આધારે અવિચારી રોકાણો થઈ જાય છે. તેને માટેનું પહેલું પગલું છે ન્યૂ રિજિમમાં કે ઓલ્ડ રિજિમમાં આવકવેરાનું રિટર્ન ફાઈલ કરવાનો નિર્ણય લેવો છે તે નક્કી કરી દેવું જોઈએ.
ન્યૂ રેજીમ કે ઓલ્ડ રેજીમ?
કરદાતાએ કોઈપણ નિર્ણય લેતા પહેલા અત્યારે તેણે જૂના ટેક્સ રિજિમમાં કે નવા ટેક્સ રિજિમમાં રિટર્ન ફાઈલ કર્યું છે તેની તપાસ કરી લેવી જરૂરી છે. કારણ કે નવું ઇન્કમ ટેક્સ રેજિમ હવે ડિફોલ્ટ સિસ્ટમ છે, તેથી કરદાતાઓ જાણ્યા કે વિચાર્યા વગર જ નવા રેજીમમાં શિફ્ટ થઈ જાય છે. તેમને ખબર હોવી જોઈએ કે નવા રેજિમમાં રિટર્ન ફાઈલ કરનારને માટે ટેક્સ સ્લેબ ઓછાં છે, પરંતુ તેમને Section 80C, 80D જેવી મોટાભાગની કલમ હેઠળ આવકમાંથી કરેલા રોકાણો બાદ મળતા જ નથી. બીજીતરફ જૂના રિજિમમાં રિટર્ન ફાઈલ કરવાથી કરદાતાએ કરેલા રોકાણો ખર્ચ તરીકે બાદ મળી જાય છે. તેમાં ટેક્સના સ્લેબ વધારે રાખવામાં આવેલા છે.
CBDT-Central Board of Direct Taxesની સલાહ છે કે પગારદાર કર્મચારીઓ વર્ષના શરૂઆતમાં જ કંપનીના માલિકને તે કયા રિજિમમાં આવકવેરાનું રિટર્ન ફાઈલ કરવા માગે છે તે જણાવી દેવું જોઈએ. હા, કરદાતા પાસે ITR-આવકવેરાનું રિટર્ન ફાઈલ કરતી વખતે પણ રીજિમ બદલવાનો વિકલ્પ તો રહે જ છે. વર્ષ દરમિયાન કે છેલ્લા ત્રણ માસમાં કરેલા રોકાણ આવકમાંથી બાદ લેવા હોય તો કરદાતાએ જૂના ટેક્સ રિજિમમાં જ તેનું રિટર્ન ફાઈલ કરવું જોઈએ.
વેરાની સૌથી વધુ બચત કરી આપતી Section 80C
જૂના ટેક્સ રિજિમમાં આવકવેરાનું રિટર્ન ફાઈલ કરનારા કરદાતાને આવકવેરા ધારાની કલમ- Section 80C હેઠળ કુલ રૂ. 1.5 લાખ સુધીના રોકાણ ખર્ચ તરીકે બાદ મળે છે. આ કલમ હેઠળ EPF (Employees’ Provident Fund)માં કરેલું રૂ. 1.50 લાખ સુધીનું રોકાણ આપોઆપ જ બાદ મળે છે. આ રકમ કર્મચારીના પગારમાંથી આપોઆપ deduct-બાત થઈ જાય છે. PPF (Public Provident Fund) માં, ELSS (Tax-saving Mutual Funds (માત્ર 3 વર્ષનો લોક-ઇન)માં કરેલું રોકાણ, લાઇફ ઇન્શ્યોરન્સ પ્રીમિયમમાં કરેલું રોકાણ, હોમ લોનના હપ્તામાં મુદ્દલની એટલે કે વ્યાજ સિવાય લોનની મૂળ રકમ-principal repaymentની થયેલી ચૂકવણી તથા બાળકોની ટ્યુશન ફીનો ખર્ચ બાદ મળી શકે છે. જોકે ઘણા પગારદાર કર્મચારીઓ 80C નો સંપૂર્ણ લાભ લેતા નથી. તેથી તેમની બચત ઓછી થાય છે.
Section 80D હેઠળ બાદ મળતું હેલ્થ ઇન્શ્યોરન્સનું પ્રીમિયમ
Section 80D હેઠળ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ પણ પગારની આવકમાંથી ખર્ચ તરીકે બાદ મળે જ છે. નાણાંકીય વર્ષ દરમિયાન પોતાના, પત્નીના કે બાળકોના વીમાના પ્રીમિયમ પેટે રૂ. 25,000 સુધીનો ખર્ચ બાદ મળે છે. માતા પિતા હોય તો તેમના વીમાના પ્રીમિયમના બીજા રૂ. 25000 બાદ મળે છે. પરંતુ માતા-પિતા સિનિયર સિટીઝન-senior citizen હોય તો રૂ. 50,000 કલમ 80-ડી હેઠળ બાદ મળે છે.
Section 24(b) હેઠળ બાદ મળતું હોમ લોનનું વ્યાજ
કરદાતાએ હોમ લોન લીધી હોય અને તેના હપ્તા ભર્યા હોય તો રૂ. 2 લાખ સુધીનું વ્યાજનો ખર્ચ આવકમાંથી બાદ મેળવવા માટે ક્લેઈમ કરી શકે છે. ઘરની ખરીદી માટે લેવામાં આવેલી લોન પતિ અને પત્ની બંનેના નામે લેવામાં આવેલી હોય તો તેવા સંજોગોમાં પતિ અને પત્ની બંનેને તેમની આવકમાંથી રૂ. 2-2 લાખ ખર્ચ પેટે કલમ 24 (બી) હેઠળ બાદ મળી શકે છે. RBI ના આંકડા દર્શાવે છે કે રિટેલ હોમ લોનમાં પગારદાર લોનનું પ્રમાણ ઝડપથી વધી રહ્યું છે. જોકે ઘણા યુવાન ઘર ખરીદદારો આ છૂટનો સંપૂર્ણ ઉપયોગ કરતા નથી.
NPS — સૌથી ઓછું ઉપયોગ થતો વિકલ્પ
National Pension System (NPS) હેઠળ Section 80CCD(1B) પ્રમાણે કલમ 80 સી અને કલમ 80 ડી હેઠળ આવકમાંથી બાદ મળતી રકમ ઉપરાંત વધારાના રૂ. 50,000 ખર્ચ તરીકે બાદ મળે છે. પેન્શન ફંડ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી-PFRDAના મતાનુસાર યુવાન નોકરિયાતોમાં NPS ની લોકપ્રિયતા વધી રહી છે.
Section 80G — દાન પર ટેક્સ લાભ
રજિસ્ટ્રેશન ધરાવતી કોઈપણ ચેરિટેબલ સંસ્થાઓને આપવામાં આવેલ દાન-ડોનેશન આવકમાંથી ખર્ચ તરીકે સંપૂર્ણપણે બાદ મળે છે. જોકે તમામ દાનની રકમ 100 ટકા બાદ મળતી નથી.
પગારની રચના દ્વારા ટેક્સ બચત
આવકવેરાની બચત કરવાના માનસિકતા હોવા છતાંય ઘણા પગારદાર લોકો નીચેના લાભોનો ઉપયોગ કરતા નથી. તેમાં લીવ ટ્રાવેલ એલાવન્સ-Leave Travel Allowance-(LTAના, ઘરભાડાં ભથ્થા-House Rent Allowance-HRAના તથા ફૂડ કપન્સ-મિલ ભથ્થું-ભોજન ભથ્થાની જોગવાઈનો લાભનો સમાવેશ થાય છે. આજ રીતે ઇન્ટરનેટ અને ટેલિફોન બિલના રિઈમ્બર્સમેન્ટ થતાં ખર્ચની રકમ પણ આવકમાંથી બાદ મેળવી શકાય છે.
કેપિટલ ગેઈન કે મૂડીલાભમાં મળતી માફી
જો કરદાતાએ નાણાંકીય વર્ષ દરમિયાન મકાન-દુકાન જેવી પ્રોપર્ટી-property, મ્યુચ્યુઅલ ફંડ્સ- mutual funds અથવા તો પછી કોઈપણ કંપનીના ખરીદેલા shares વેચ્યા છે તો તેના થકી થયેલા નફાની રકમ પર મૂડીલાભ વેરો-capital gains tax લાગશે.
વેરાની બચત કઈ રીતે કરી શકાય
- Section 54EC નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા- NHAIના બોન્ડમાં કે પછી રેલવે ઇલેક્ટ્રિફિકેશન કોર્પોરેશન-/RECમાં રોકાણ કરીને મિલકત વેચવાથી થયેલા મૂડીલાભ પરના વેરાને એટલે કે લોન્ગટર્મ કેપિટલ ગેઈન-LTCG બચાવી શકાય છે. આ જ રીતે આ મિલકત વેચવામાં એટલેકે મકાન-દુકાન શેરબજારમાં કરેલા રોકાણમાં મૂડીની ખોટ-capital loss ગઈ હોય તો તે રકમને મૂડી લાભ સામે એડજસ્ટ કરીને પણ વેરાની બચત કરી શકાય છે. તેમ જ એડજસ્ટ ન કરવામાં આવેલી મૂડી ખોટને-unadjusted lossesને આગામી 8 વર્ષ સુધી carry forward કરી શકાય છે.
દસ્તાવેજો તૈયાર રાખો
પગારની આવકમાંથી કરેલી બચતના પુરાવાઓ ફેબ્રુઆરી માસ સુધીમાં આપી દેવા Employer સામાન્ય રીતે નોકરિયાતોને જણાવી દે છે. આ પુરાવાઓમાં પીપીએફ કે ફિક્સ્ડ ડિપોઝીટ અથવા તો પછી ઈએલએસએસ-ઇક્વિટી લિન્ક્ડ સેવિંગ સ્કીમમાં કરેલા રોકાણના પુરાવાઓ રજૂ કરવાના હોય છે. તદુપરાંત ભાડા પર રહેતા હોવ તો ભાડાની રસીદો, ઇન્શ્યોરન્સ પ્રીમિયમ રસીદ, ડોનેશન સર્ટિફિકેટ, કેપિટલ ગેઇન સ્ટેટમેન્ટના પુરાવાઓ રજૂ કરવાના હોય છે.
શરૂઆત વહેલી કરશો તો લાભ વધારે
ફાઇનાન્સિયલ પ્લાનર્સ સતત કહે છે કે ટેક્સ પ્લાનિંગ આખું વર્ષ ચાલવું જોઈએ. છેલ્લી ઘડીએ કરવું ન જોઈએ. ફેબ્રુઆરી કે માર્ચમાં ઉતાવળે ઇન્વેસ્ટ કરવા દોડવું ન જોઈએ. વહેલી શરૂઆત કરવાથી ખોટાં કે તાકીદે કરવામાં આવતા અવિચારી રોકાણો ટળે છે. નાણાકીય દબાણ ઓછું થાય છે. કાયદાકીય જોગવાઈ મુજબના તમામ લાભ લઈ શકાય છે. નાણાંકીય વર્ષ પૂરુ થવાના પહેલાં જ ટેક્સની બચત કરવા માટેના સચોટ પગલાં તમારા લાંબા ગાળાના નાણાંકીય તન્દુરસ્તીને સારી રાખી શકે છે.
નાણાંકીય વર્ષ અંતિમ પડાવ તરફ આગળ વધી રહ્યું હોય ત્યારે મોટાભાગના લોકો શિયાળાની રજાઓ, બોનસ પ્લાન અને ખાસ કરીને માર્ચ પહેલાં ટેક્સ બિલ કેવી રીતે ઓછું કરવું તે અંગે વિચારી કરવા માંડે છે. પગારદાર હોય કે સ્વ-રોજગારથી આવક મેળવનાર હોય નાણાંકીય વર્ષના છેલ્લા ત્રણ મહિનામાં રોકાણ કરવાના આયોજન કરવાથી ઘણી વાર અધૂરા દસ્તાવેજો સાથે રોકાણ થઈ જાય છે. તેમ જ પગારની આવકમાંથી એક પછી એક રોકાણ કરવાની ફરજ પડે છે. તેમ જ છેલ્લી ઘડીએ લેવામાં આવેલા ટેક્સ બચતના નિર્ણયો ઉતાવળે લેવા પડે છે. તેમ કરવાને બદલે વ્યવસ્થિત આયોજન કરીને પહેલેથી રોકાણ કરીને ટેક્સનો બોજ ઘટાડશો, બચત વધારશો અને લાંબા ગાળાના સારાં આર્થિક નિર્ણયો લઈ શકશો.
જૂના રિજિમમાં વાર્ષિક 15 લાખની આવક ધરાવનારે કેટલો ટેકસ ભરવો પડે?
| કલમ-deduction / છૂટ | મર્યાદા / ઉચિત રકમ | કેવા માટે | સંભાવિત deduction ₹ | નોટ્સ / શરતો |
| Standard deduction (જૂના રેજીમ હેઠળ) | રૂ.50,000 | વેતન તપાસ માટે | ₹50,000 | સામાન્ય deduction દરેક વેતનદાર માટે ઉપલબ્ધ |
| Section 80C (EPF / PPF / ELSS / LIC / tuition fee etc.) | ₹1,50,000 | લાંબા ગાળાના બચત / રોકાણ | ₹1,50,000 | ఈ સભ્યતાઓનો ઉપયોગ કરવાથી ટેક્સબેઝ ઘટે છે |
| Section 80CCD(1B) (NPS – પોતાની યોગદાન) | ₹50,000 | નિવૃત્તિ પેન્શન યુજોગ | ₹50,000 | જુના રેજીમ હેઠળ ઉપલબ્ધ છે |
| Section 80D (Health insurance premium) | ધારણરૂપે ₹25,000 (મમેન્ટ) | સ્વ, પત્ની, બાળકો, માતા-પિતા | ₹25,000 (માત્ર જાતીય દાવો હોય ત્યારે) | વીતન સારી રીતે કરવાનો હોય તો છૂટ મળે છે |
| Home loan interest deduction (Self-occupied) | ₹2,00,000 | જો ઘર લોન હોય તો | ₹2,00,000 | Self-occupied હોવો આવશ્યક છે |
| Total potential deduction (જોઈએ તો) | — | — | ₹5,75,000 | — |
અનુમાનit income: ₹15,00,000
અનુમાનit deductions: ₹5,75,000
→ Taxable income ≈ ₹9,25,000
જૂના રેજિમમાં આવકવેરાનું રિટર્ન ફાઈલ કરનાર માટેના 2025-26 ટેક્સ સ્લેબ નીચે મિજબ છે. રૂ. 2.5 લાખ સુધીની આવક પર શૂન્ય કર લાગે છે. રૂ. 2.5–5 લાખની આવકપર 5 ટકા ટેક્સ લાગે છે. રૂ. 5–10 લાખની આવક પર 20 ટકા ટેક્સ લાગે છે. તેમ જ રૂ. 10 લાખ ઉપરની આવક પર 30 ટકા ટેક્સ લાગે છે.
- પ્રથમ ₹2.5 લાખની આવક પર શૂન્ય ટેક્સ લાગે છે.
- રૂ. 2.5 લાખથી રૂ. 5 લાખની આવક પર પાંચ ટકાના દરે રૂ. 12,500 ટેક્સ ભરવાનો આવે છે.
- બાકી રૂ.4,25,000 20 ટકાના દરે (રૂ.5 લાખથી રૂ.9.25 લાખની આવક પર 20 ટકાના દરે રૂ. 85,000નો આવકવેરો ભરવાનો આવે છે.
- આમ વાર્ષિક રૂ. 15 લાખની આવક ધરાવનારે કુલ મળીને રૂ. 97,500નો આવકવેરા ઉપરાંત ચાર ટકા સેસ મળીને વેરા પેટે રૂ. 1,01,400નો આવકવેરો જમા કરાવવો પડે છે. આમ અંદાજે, કુલ વાર્ષિક ઇન્કમટૅક્સની જવાબદારી રૂ. 1.01 લાખની આવે છે.
- હા, તેને માટે કરદાતાઓ તમામ કલમ હેઠળ વેરામાં મળતી રાહતો મેળવવા માટે રોકાણ કરવું ફરજિયાત છે. જો તમામ કલમ હેઠળ કરવાના થતાં રોકાણ ન કરવામાં આવે તો તે પ્રમાણે નાણાંકીય બચતમાં ઘટાડો થશે અને વેરાના લાભ પણ ઘટશે.
- નવા ટેક્સ રિજમની-New regimeની પસંદગી કરવાથી વેરા માફીના લાભ મળતા નથી. તેમ જ તેમાં બચત પણ થતી નથી. નવા રિજિમમાં રિટર્ન ફાઈલ કરનારને માત્ર સ્ટાન્ડર્ડ ડિડક્શનના રૂ. 75000 જ બાત મળે છે. જૂના રિજિમમાં રિટર્ન ફાઈલ કરનારે તમામ રોકાણ માટેના પુરાવાઓ રજૂ કરવા પડશે.
નવા રિજિમમાં વાર્ષિક 15 લાખની આવક ધરાવનારે કેટલો ટેકસ ભરવો પડે?
નવા રિજિમ હેઠળ વર્ષિક આવક રૂ.15,00,000 ધરાવતા વ્યક્તિને માથે ઇન્કમટેક્સની જવાબદારી કેટલી આવી શકે છે તેની વિગતો આ સાથે જ આપવામાં આવી રહી છે.
| કુલ વાર્ષિક આવક | ધારો (Standard deduction) | ટેક્ષેબલ આવક (Taxable Income) | નવું રિજિમ Slab Breakdown | કુલ રૂ. ટેક્સ before cess | આરાના cess + surcharge 4% (approx.) | અંદાજિત કુલ ટેક્સ બોંડ |
| ₹15,00,000 | ₹75,000 | ₹14,25,000 | 0-4L = Nil 4–8L = 5% on 4L = ₹20,000 8–12L = 10% on 4L = ₹40,000 12–14.25L = 15% on 2.25L = ₹33,750 | ₹93,750 | ~ ₹3,750 | ₹97,500 (લગભગ ₹98,000) |
નવા રિજિમ હેઠળ રિટર્ન ફાઈલ કરનારને માત્ર રૂ. 75000નું સ્ટાન્ડર્ડ ડિડક્શન જ મળી શકે છે. નવા રિજિમમાં ટેક્સ સ્લેબ અને તેના પરના વેરાની ટકાવારી આ મુજબ છે. રૂ. 4 લાખ સુધીની આવક ઉપર કોઈ જ ઇન્કમટેક્સ લાગુ પડતો નથી. રૂ. 4 લાખથી વધુ અને રૂ. 8 લાખ સુધીની આવક પર પાંચ ટકાના દરે ટેક્સ લેવામાં આવે છે. આમ આઠ લાખની વાર્ષિક આવક પર રૂ. 20,000નો ટેકસ આવે છે. રૂ. 8 લાખથી રૂ.12 લાખ સુધીની આવક પર 10 ટકાના દરે આવકવેરો વસૂલવામાં આવે છે. આ આવક પર રૂ. 40,000નો ટેક્સ આવે છે. રૂ. 12 લાખથી વધુ અને રૂ. 16 લાખ સુધીની આવક ધરાવનારે 15 ટકાના દરે ટેક્સ ચૂકવવો પડે છે. આમ રૂ. 15 લાખની વાર્ષિક આવક ધરાવનારને રૂ. 75000નું સ્ટાન્ડર્ડ ડિડક્શન આપા પછી બચતી રૂ. 14.25 લાખની વેરા પાત્ર આવક પર રૂ. 98000નો ટેક્સ ભરવાનો આવે છે. નવા (New) રિજિમમાં પણ ટેક્સ પર 4% Health & Education Cess લાગુ પડે છે. આમ નવા રિજિમમાં 1,01,920નો ટેક્સ ભરવાની જવાબદારી આવે છે. નવા રિજિમમાં ફરજિયાત બચત થતી નથી. જૂના રિજિમમાં તમારી રૂ. 5,75 લાખ સુધીની બચત થાય છે. આ બચત તમારા ભવિષ્યને ઉજ્વલ બનાવી શકે છે. આમ બચતની માનસિકતા ધરાવનારાઓ જૂના રિજિમમાં અને પગાર ખર્ચીને જિંદગીને અત્યારે જ માણી લેવા ઇચ્છનારાઓ નવા રિજિમમાં આવકવેરાનું રિટર્ન ફાઈલ કરી શકે છે.



