સ્માર્ટ ફોનધારકોની માગણીઃ અમને અમારા ફોનમાં સંચાર સાથી એપ નથી જોઈતી

- સંચાર સાથી એપ સ્માર્ટ ફોનના વપરાશકારોની સ્વતંત્રતા પર તરાપ સમાન હોવાથી ચોમેરથી ઊઠી રહેલો વિરોધ
અમદાવાદઃ દરેકના ફોનમાં હવેથી સંચાર સાથી એપ લૉડ થયેલી જ આવશે. આ એપ ફોનમાંથી ડીલીટ કરી શકાશે જ નહિ. પરિણામે સંચાર સાથી એપને સ્માર્ટ ફોનમાં પ્રી ઇન્સ્ટોલ કરવાની પ્રથાનો ઇન્ટરનેટ ફ્રીડમ ફાઉન્ડેશન દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. જોકે ટેલિકોમ મિનિસ્ટર જ્યોતિરાદિત્ય સિંધિયાએ આજે એટલે કે બીજી ડિસેમ્બર 2025ના નિવેદન કરીને સ્પષ્ટતા કરી છે કે સાથી એપ ફરજિયાત નથી. તેને સ્માર્ટ ફોન વાપરનાર ઇચ્છે તો ડીલીટ કરી શકાશે.
સંચાર સાથી એપ ફરજિયાત બનાવવું યુઝર સ્વતંત્રતા સામે: ઈન્ટરનેટ ફ્રીડમ ફાઉન્ડેશન (IFF)
IFFએ સંચાર સાથીની ફરજિયાત પ્રિ-ઇન્સ્ટોલેશન ઓર્ડર પરત ખેંચવાની માંગ કરી છે. ઈન્ટરનેટ ફ્રીડમ ફાઉન્ડેશન (IFF)એ સ્માર્ટ ફોનમાં ફરજિયાત કેન્દ્ર સરકારે સંચાર સાથી એપ લોન્ચ કરવાનો નિર્ણય લીધો છે તેને વ્યક્તિગત ડિજિટલ ડિવાઇસ પર નિયંત્રણ આવી જવા અંગે ચિંતા વ્યક્ત કરી છે.
IMEIનો ઉપયોગ કરીને ફ્રોડ રોકવા અને ટેલિકોમ સિક્યોરિટીને મજબૂત બનાવવી એ સરકાર માટે કદાચ યોગ્ય છે. પરંતુ તેને માટે પસંદ કરવામાં આવેલો દેખાવમાં યોગ્ય હેતુ છે. પણ IFFનું કહેવું છે કે પસંદ કરાયેલું સાધન અસંગત, કાનૂની રીતે નબળું અને યુઝરની ગોપનીયતા તથા સ્વાયત્તતાને મૂળભૂત રીતે નુકસાન પહોંચાડે છે.
IFFએ ઓર્ડરના કલમ 7(b)નો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે પ્રિ-ઇન્સ્ટોલ સંચાર સાથી એપ મોબાઈલમાં સ્પષ્ટ દેખાય તે જરૂરી છે અને એની કોઈપણ ફંક્શનાલિટી અક્ષમ અથવા મર્યાદિત કરી શકાતી નથી. સરળ ભાષામાં વાત કરીએ તો આ ઓર્ડર ભારતમાં વેચાતો દરેક સ્માર્ટફોન સરકાર ફરમાવેલી સોફ્ટવેર સાથે ફરજિયાત ભરાઈ જશે. સ્માર્ટફોન વાપરનાર આ એપ કાઢી શકશે નહિ, તેના પર કોઈપણ પ્રકારનું નિયંત્રણ રાખી શકશે નહિ અને તેને સ્માર્ટફોનમાંથી દૂર પણ કરી શકશે નહિ.
એટલું જ નહીં, એપને અક્ષમ ન કરી શકાય તે માટે તેને carrier-level અથવા system-level/root accessની જરૂર પડશે. IFનું કહેવું છે કે આ ડિઝાઇન પસંદગી સ્માર્ટફોનમાં એપ્સને એકબીજાના ડેટાથી સુરક્ષિત રાખતા રક્ષણને ખતમ કરે છે, અને સંચાર સાથીને યુઝરના ફોનમાં સ્થાયી, અનઇચ્છિત, સિસ્ટમ લેવલ ઍક્સેસ પોઇન્ટમાં ફેરવી નાખે છે. 2024ના Telecommunications (Telecom Cyber Security) Rules હેઠળ, ટેલિકોમ વિભાગે ભારત માટે બનાવાતા અથવા આયાત થતા તમામ મોબાઇલ હેન્ડસેટમાં સંચાર સાથી એપ ફરજિયાત પ્રિ-ઇન્સ્ટોલ કરવાની સૂચના આપી છે. છૂટક વેરિફિકેશન કરવા માટે કાયમી એપ ઇન્સ્ટોલ કરવી એ સામાન્ય નથી. તે રાજ્ય સરકારનું હસ્તક્ષેપનું ઉદાહરણ છે.
આજે એપ ફક્ત IMEI ચેકર લાગે છે. પરંતુ આવતીકાલે સર્વર-સાઇડ અપડેટ દ્વારા તે VPN ટ્રેકિંગ, પ્રતિબંધિત એપ્સ સ્કેનિંગ, SIM એક્ટિવિટી કોરિલેશન અથવા SMS લોગ સ્કેનિંગ માટે વાપરી શકાય છે. સરકાર દરેક ભારતીય સ્માર્ટફોન યુઝરને તેમના ફોનમાં એક ઓપન-એન્ડેડ, અપડેટેબલ સર્વેલન્સ ટૂલ સ્વીકારવા મજબૂર કરી રહી છે. સાંવિધાનિક સેફગાર્ડ વિના સાથે એપને સ્વીકારવાની ફરજ પાડી રહી છે.
IFFએ જણાવ્યું કે આ આદેશને કારણે અમે ખૂબ ચિંતિત છીએ, કારણ કે આ નિર્ણય દેશના દરેક સ્માર્ટફોનમાં ક્લાયન્ટ-સાઇડ સ્કેનિંગ લાગુ કરવાનું ખતરનાક માધ્યમ બનાવે છે. તેથી IFF તેના તાત્કાલિક રદ કરવાની માંગ કરે છે. IFFએ ટેલિકોમ વિભાગને RTI પણ ફાઈલ કરી છે જેમાં ઓર્ડરની નકલ અને તે માટેના કારણો બંને માંગવામાં આવ્યા છે. IFFએ કહ્યું છે કે આ ઓર્ડર પાછો લેવામાં આવે ત્યાં સુધી અમે લડત ચાલુ રાખીશું.



