Stock Idea :જનરલ ઇન્સ્યોરન્સ સેક્ટરની ભારતની અગ્રણી કંપની દસ જ ટ્રેડિંગ સેશનમાં સારું વળતર અપાવી શકે

GICREનો શેર દસ જ ટ્રેડિંગ સેશનમાં સારું વળતર અપાવી શકે (BSE code : BOM: 540755)
જનરલ ઇન્સ્યોરન્સના સેક્ટરની ભારતની અગ્રણી કંપની GICREના શેરે રૂ. 124ના ભાવ સાથે વોલ્યુમ સાથે બ્રેકઆઉટ આપ્યો છે. રૂ.110નો સ્ટોપલૉસ રાખી ખરીદી શકાય. શેરનો ભાવ રૂ. 133થી 140 સુધી જઈ શકે છે. કંપનીના શેરે રૂ. 110 આસપાસનું બોટમ બનાવ્યા પછી રિ ઇન્સ્યોરન્સના સેક્ટરની આ કંપનીના શેરે સુધારા તરફી મુવમેન્ટ બતાવી છે.
કંપનીના ફંડામેન્ટલની દ્રષ્ટિએ જોઈએ તો કંપનીનો ઈન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયો પણ સારો અને મોટો છે. રિઇન્સ્યોરન્સના ક્ષેત્રમાં ભારતની એક અગ્રણી કંપની તરીકેનું સ્થાન ધરાવે છે. રૂ.5ની મૂળ કિંમતનો શેર છે. શેરનું બજાર મૂડીકરણ રૂ. 22000 કરોડની આસપાસનું છે.
બાવન અઠવાડિયામાં રૂ.218નું ટોપ અને રૂ. 109ની બોટમ બતાવ્યું છે. કંપનીની શેરની શેરદીઠ કમાણી રૂ.10થી ઉપર છે. શેરમાં દસ ટ્રેડિંગ સેશન માટે રોકાણ કરનારને સારું વળતર મળી શકે છે.
નિલેશ કોટક,
ધનવર્ષા ફિનકેપ પ્રા.લિ.