Stock Idea : Shipping Corporation of India: ઇન્વેસ્ટ કરી શકાય

BSE code: 523598
શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના શેરનો ભાવ રૂ.134 છે. જાહેર ક્ષેત્રની શિપિંગના બિઝનેસ સાથે સંકળાયેલી અગ્રણી કંપની છે. કંપનીનો શેર ફંડામેન્ટલી સ્ટ્રોન્ગ છે. ડિસેમ્બર 2021માં પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં કંપનીનો ચોખ્ખી આવક રૂ. 311.54 કરોડની રહી છે. કંપનીના ચોખ્ખા નફાનું માર્જિન 21.66 ટકા છે. કંપનીની ઓપરેટિંગ ઇન્કમ રૂ. 313.24 કરોડની રહી છે. ટેકનિકલી જોઈએ તો બોલિંગર બેન્ડ પેટર્ન પ્રમાણે અપર બેન્ડની ઉપર બ્રેક અપ આપ્યો છે. રૂ. 136નો ભાવ કૂદાવે તે પછી વધુ ઝડપથી સુધારો જોવા મળી શકે છે. રૂ.124નો સ્ટોપલૉસ રાખીને ઇન્વેસ્ટ કરી શકાય છે. આગામી દિવસોમાં શેરનો ભાવ રૂ. 160 સુધી જઈ શકે છે. પ્રાઈસ ટુ બુક વેલ્યુ રેશિયો અને પીઈ રેશિયો બંનેની દ્રષ્ટિએ શેર અત્યંત આકર્ષક વેલ્યુથી મળી રહ્યો છે.
નિલેશ કોટક,
ધનવર્ષા ફિનકેપ પ્રા.લિ.