2019 બાદ સુરત એરપોર્ટ પર સૌથી વધુ મુસાફરો નોંધાયા, 2025માં 16.52 લાખ લોકોએ કરી મુસાફરી
2019 બાદ સુરત એરપોર્ટ પર સૌથી વધુ મુસાફરો નોંધાયા છે. મુસાફરોનો આંકડો 1.70 લાખને પાર થઈ જવા પામ્યો છે. વર્ષ 2025 માં સુરત એરપોર્ટને નવેમ્બરની ફ્લાઇટ ફળી ગઈ છે. છેલ્લા 11 મહિનામાં સૌથી વધુ મુસાફરો નવેમ્બરમાં નોંધાયા છે. દેશમાં 1.50 લાખ અને વિદેશનો 19 હજાર લોકોએ પ્રવાસ કર્યો છે. સુરત એરપોર્ટને વેકેશનનો પણ લાભ મળ્યો છે.
છેલ્લા આઠ માસનો સુરત એરપોર્ટ નો ટ્રાફિક
જાન્યુઆરી
1,45,917 ડોમેસ્ટિક પેસેન્જર
18034 ઇન્ટરનેશનલ પેસેન્જર
ફેબ્રુઆરી
1, 30, 433
15,487
માર્ચ
1,37,144
14,989
એપ્રિલ
1,31,790
16,136
મેં
1,45,135
18,790
જૂન
1,27,652
15,560
જુલાઈ
1,16,149
16,213
ઓગસ્ટ
1,29,268
15,442
સપ્ટેમ્બર
1,19,185
15,676
ઓક્ટોબર
1,33,955
19030
નવેમ્બર
1,50,725
19,402
વર્ષ 2024 અને 2025માં 2 લાખ મુસાફરોનો વધારો છેલ્લા એક વર્ષમાં સુરતની હવાઈ કનેક્ટિવિટીમાં થયેલા વધારાની સીધી અસર પેસેન્જર ટ્રાફિક પર જોવા મળી છે.
વર્ષ 2024 (જાન્યુઆરી-નવેમ્બર): 14.89 લાખ મુસાફરો
વર્ષ 2025 (જાન્યુઆરી-નવેમ્બર): 16.52 લાખ મુસાફરો
બેંગ્લોર, ચેન્નઈ, ગોવા, દિલ્હી, દીવ, હૈદરાબાદ, જયપુર, કોલકાતા અને પૂને સહિતના શહેર સાથે સુરત એરપોર્ટથી કનેક્ટિવિટી છે. જ્યારે શારજાહ, દુબઈ અને બેંગકોક અને સુરત વચ્ચે પણ ફ્લાઈટની મૂવમેન્ટ છે. હાલ બેંગ્લોરની 3, ચેન્નઈની 2, દિલ્હીની 5, હૈદરાબાદની 2 અને ગોવા, દીવ, જયપુર, કોલકાતા તેમજ પૂનેની 1-1 ફ્લાઈટની મૂવમેન્ટ છે. સુરત એરપોર્ટથી ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ મળી 17થી 20 જેટલી ફ્લાઈટની મૂવમેન્ટ છે. પરંતુ મુસાફરોની વધતી સંખ્યા જોતા આ ફ્લાઈટ ઓછી પડી રહી હોવાની ફરિયાદ છે.



