NIFTY FUT અને BANK NIFTY FUTમાં આજે શું કરી શકાય
નિફ્ટી ફ્યુચર 25050ની નીચે ટકી રહે તો નિફ્ટી ફ્યુચર ઘટીને 24960, 24850, 24700નું બોટમ બતાવી શકે છે,એમ NIKCON INVESTMENT CONSULTANTના નિકુલ શાહનું કહેવું છે.તમનેબજાર ખૂલીને થોડા ઊછાળા પછી ટચ એન્ડ ગોની ચાલ બતાવે તેવી સંભાવના છે. ઇન્ટ્રા ડે ટ્રેડર તેમના ટ્રેડને ઉલટાવે તો ઇન્ટ્રા ડે ટ્રેડરને સ્ટોપ લૉસને એક વાર ટચ થતો જોવા મળી શકે છે. ટ્રેડર શોર્ટ કરે તો તેમને સારા પરિણામ મળી શકે છે. આ પરિણામો આગામી બે દિવસમાં જોવા મળી શકે છે. બજાર 25085થી તૂટીને 25050 અને ત્યાંથી તૂટતું તૂટતું 24700 સુધી આવી શકે છે. તેનાથીય ઘટીને 24663નું બોટમ બતાવી શકે છે. આમ 350 પોઈન્ટની મુવમેન્ટ બતાવી શકે છે.
બેન્ક નિફ્ટી ફ્યુચર ઇન્ટ્રા ડેમાં 55170ની સપાટીને ટચ કરી ગયો હતા. આ તબક્કે ટ્રેડર્સને સ્ટોપ લૉસની સપાટીને ટચ કરી જતો જોવા મળ્યો હશે. ઇન્ટ્રા ડેમાં થોડો ઊછાળો આવતા ટ્રેડર્સ તેમની નુકસાની રિકવર કરી સકે છે. બેન્ક નિફ્ટી ફ્યુચર તેના ટેકાની સપાટીને તોડે અને 55170ની સપાટીને પાર કરી જાય તો બેન્ક નિફ્ટી ફ્યુચર બે દિવસમાં તૂટીને 54404.60 સુધી જઈ શકે છે. બજારમાં 750 પોઈન્ટની મુવમેન્ટ જોવા મળી શકે છે.