Growwનો IPO લિસ્ટિંગમાં શું આપી શકે છે આશ્ચર્યજનક રિટર્ન?
Growwનું IPO આજે લિસ્ટ થઈ રહ્યું છે, અને GMP (ગ્રે માર્કેટ પ્રીમિયમ) સૂચવે છે કે તે લગભગ 4 ટકા પ્રીમિયમ પર લિસ્ટ થઈ શકે છે. કંપનીએ પ્રાથમિક બજાર(Primaty Market)માંથી ₹6,632.30 કરોડની મૂડી એકત્ર કરી છે. Groww IPO આજે 12 નવેમ્બરના રોજ D-Street (Dalal Street) પર લિસ્ટ થવા જઈ રહ્યો છે. આ ઈશ્યૂ માટે રોકાણકારોનો પ્રતિસાદ ઉત્સાહજનક રહ્યો છે. તેનો IPO 17.60 ગણો સબસ્ક્રાઇબ થયો હતો તે જ રોકાણકારોનો ઉત્સાહ બતાવી રહ્યો છે. આઈપીઓમાં શેરનો ઓફર ભાવ શેરદીઠ રૂ.100 નક્કી કરવામાં આવ્યો છે. GMPની ટકાવારી જોતાં ગ્રોના શેર્સનું આજનું લિસ્ટિંગ આશરે 4–5 ટકા પ્રીમિયમ પર એટલે કે રૂ. 104થી 105ના ભાવથી થવાની ધારણા છે.
અલબત્ત ગ્રે માર્કેટ પ્રીમિયમ જ ગ્રોના આઈપીઓને ઊંચા ભાવે લિસ્ટિંગ અપાવશે તેવા ભ્રમમાં કોઈપણ રોકાણકારોએ રહેવું ન જોઈએ. શેરબજારના નિષ્ણાતો કહે છે કે GMP-ગ્રે માર્કેટ પ્રીમિયમ એ બિનઅધિકૃત માપદંડ છે. તે માત્ર રોકાણકારોને માટે ભાવ માપવા માટે ઉપયોગી ક્રાયટેરિયા છે. પરિણામે અસલી લિસ્ટિંગ ભાવ અલગ હોઈ શકે છે.
Groww India IPOની મુખ્ય વિગતો
| વિગતો | માહિતી |
| Issue Price | ₹100 પ્રતિ શેર |
| Subscription | 17.60x |
| GMP | 5% |
| IPO Allotment Date | 10 નવેમ્બર |
| Listing Date | 12 નવેમ્બર |
Groww IPOના ઈશ્યૂની વિગત
- કંપનીએ કુલ ₹6,632.30 કરોડ ઊભા કર્યા
– જેમાં 60 કરોડ નવો ઈશ્યૂ (₹1,060 કરોડ) અને
– 55.72 કરોડ શેરની ઓફર ફોર સેલ (₹5,572.30 કરોડ)નો સમાવેશ થાય છે.
– IPOનું એલોટમેન્ટ 10 નવેમ્બરના રોજ ફાઇનલ થયું હતું. - કોટક મહિન્દ્રા કેપિટલ કો. આ IPO માટે બુક-રનિંગ લીડ મેનેજર રહી હતી અને MUFG ઇનટાઇમ ઇન્ડિયા એ રજિસ્ટ્રાર તરીકે કામ કર્યું હતું.




