આજે રોકાણકારોએ કયા શેર્સની વધઘટ પર નજર રાખવી જોઈએ

કંપનીઓએ કરેલી નવી જાહેરાતને પરિણામે કંપનીઓના કામકાજ અને નફામાં વધારો થવાની સંભાવનાને પરિણામે શેર્સ ટ્રેડર્સના ફોકસમાં
આજે મુંબઈ અને નેશનલ સ્ટોક એક્સચેન્જમાં પે ટીએમ, કેપીઆઈ ગ્રીન એનર્જી, એચસીએલ ટેક્નોલોજી, વન મોબી ક્વિક, પાવર ગ્રીડ, ટીટાગઢ રેલ, એક્સિસ બેન્ક, ટીસીસ, એનટીપીસી ગ્રીન એનર્જી, સાયન્ટ અને એન્ટોની વેસ્ટના શેર્સ ફોકસમાં રહેવાની સંભાવના છે. (Paytm, KPI Green Energy, TCS, NTPC Green Energy, HCL Tech, One MobiKwik, PowerGrid, Titagarh Rail, Axis Bank, Cyient, Antony Waste). બજારના નિષ્ણાતોનુ કહેવું છે કે આજે શેરબજારમાં ઉપરોક્ત શેર્સમાં ગતિવિધિ જોવા મળશે: Paytmને RBIની મંજૂરી, KPI Green Energy દ્વારા બોત્સ્વાના સાથે $4 અબજનું MoU, HCLTech, TCS, Axis Bank અને NTPC દ્વારા મહત્વપૂર્ણ અપડેટ્સની કરવામાં આવેલી જાહેરાતને પરિણામે આ શેર્સ ફોકસમાં રહેશે. બીજીતરફ Power Grid, Titagarh, Cyient, MobiKwik અને Antony Waste દ્વારા નવા ઓર્ડર મળ્યાની તથા કેપેક્સ અને ડીલ્સની જાહેરાત કરવામાં આવી હોવાથી પણ તેમના શેર્સ માર્કેટમાં સોદા કરનારાઓના ધ્યાનમાં રહેવાની ખાસ્સી સંભાવના છે.
Paytm Payments Services, One97 Communicationsની સહાયક કંપની છે. તેને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) તરફથી ઓફલાઇન અને ક્રોસ-બોર્ડર ટ્રાન્ઝેક્શન માટે પેમેન્ટ એગ્રેગેટર તરીકે કાર્ય કરવાની મંજૂરી મળી ગઈ છે. તેમાં ભારત આવતા તેમજ ભારત બહાર જતા બંને પ્રકારના પેમેન્ટનો સમાવેશ થાય છે. આ મંજૂરી તેના કામકાજના ફલકમાં વિસ્તરણ કરવામાં મદદ કરશે. તેમ જ વધારાની આવક કરવામાં અને તેના માધ્યમથી નફો વધારવામાં મદદ કરશે.
NTPC એ તેના સહાયક એકમોના ગુજરાત અને રાજસ્થાનમાં આવેલા વિવિધ સોલાર પ્રોજેક્ટ્સ દ્વારા 359.58 MWની કોમર્શિયલ ક્ષમતાની ઉમેરા થવાની જાહેરાત કરી છે, જેના કારણે ગ્રુપ લેવલ પર કુલ કોમર્શિયલ ક્ષમતા 85.5 GWથી વધુ થઈ ગઈ છે. NTPC Renewable Energy (NTPC Green Energy Ltd.ની સ્ટેપ-ડાઉન સબસિડિયરી) દ્વારા ખાવડા-I સોલાર PV પ્રોજેક્ટ (કુલ 1,255 MW)માંથી 243.66 MW માટે કોમર્શિયલ ઓપરેશન ડેટ (COD) જાહેર કરવામાં આવી છે. ઉપરાંત, રાજસ્થાનમાં આવેલા NTPCના Nokh Sokar PV પ્રોજેક્ટ (3×245 MW)માંથી 78 MW માટે પણ COD જાહેર કરવામાં આવી છે.
KPI Green Energy Ltd. એ બોત્સ્વાના સરકાર સાથે એક મહત્વપૂર્ણ મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (MoU) પર સહી કરી છે. તેથી આશરે $4 અબજ (₹36,000 કરોડ)નું મૂડીરોકાણ થવાની શક્યતા છે. આ સહકાર હેઠળ મોટા પાયે રિન્યૂએબલ એનર્જી ઉત્પાદન, એનર્જી સ્ટોરેજ અને ટ્રાન્સમિશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આમ બોત્સ્વાનાની ઊર્જા સુરક્ષા મજબૂત બનશે અને ક્ષમતા લગભગ 5 GW સુધી વધી જશે. KPI Green Energy આ પ્રોજેક્ટના વિકાસ અને ઓપરેશનનું નેતૃત્વ કરશે. આમ કેપીઆઈ આંતરરાષ્ટ્રીય ફલક પર કામકાજમાં વધારો કરવાની પોતાની રણનીતિના અમલની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.
HCL Technologies એ નેધરલેન્ડ્સની ચોથી સૌથી મોટી રિટેલ બેંક ASN Bank સાથે કરાર કર્યો છે, જેના માધ્યમથી બેંકના ડિજિટલ ટ્રાન્સફોર્મેશનને ઝડપ આપવામાં આવશે અને ગ્રાહક મળતી સુવિધામાં વધારો કરવામાં આવશે. ASN Bankની નવી રણનીતિ હેઠળ IT આર્કિટેક્ચરને આધુનિક અને સ્ટાન્ડર્ડ બનાવવાનું આયોજન છે, જેમાં IT સેવાઓનું એકીકરણ, વેન્ડર લેન્ડસ્કેપને સરળ બનાવવું અને ભવિષ્ય માટે તૈયાર સંસ્થા ઊભી કરવાની બાબતનો સમાવેશ કરવામાં આવ્યો છે. મલ્ટી-યર કરાર હેઠળ HCLTech એન્ટરપ્રાઇઝ એપ્લિકેશન્સને સપોર્ટ કરશે અને ડિસ્ટ્રિબ્યુટેડ ડિલિવરી મોડલ દ્વારા સેવાઓને સરળ બનાવી કાર્યક્ષમતા અને ગ્રાહક અનુભવ વધારશે.
One MobiKwik Systems એ નવદીપ સિંહ સૂરીને બોર્ડના ચેરપર્સન તરીકે નિયુક્ત કરવાની જાહેરાત કરી છે. સૂરી 2021થી કંપનીના ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર તરીકે કાર્યરત છે. તેમની નવી પહેલ કંપનીને વધુ સંગીન ફલક પર લઈ જઈ શકે છે. Power Grid Corporation of India ના બોર્ડે ₹1,226.93 કરોડના મૂડીખર્ચ (Capex)ને મંજૂરી આપી છે. આ રકમ ભદ્રાવતી ખાતેની હાલની હાઇ વોલ્ટેજ ડાયરેક્ટ કરંટ (HVDC) સ્થાપનાના રિફર્બિશમેન્ટ માટે ઉપયોગમાં લેવાશે.
Titagarh Rail Systems Ltd (TRSL) એ બુધવારે જણાવ્યું હતું કે તેને ભારતીય રેલવે પાસેથી ₹273.24 કરોડનો કરાર મળ્યો છે, જે હેઠળ Rail Borne Maintenance Vehicles (RBMV)ની સપ્લાય અને મેન્ટેનન્સ કરવામાં આવશે. નિયમનકારી ફાઇલિંગ અનુસાર પ્રસ્તુત નવા ઓર્ડર સલામતી અને સિગ્નલિંગ સિસ્ટમ્સ સેગમેન્ટમાં કંપનીની પ્રથમ મોટી સફળતા છે. લેટર ઓફ એક્સેપ્ટન્સ (LOA) મુજબ, કોલકાતા આધારિત કંપની RBMVનું ડિઝાઇન, ઉત્પાદન, સપ્લાય, ટેસ્ટિંગ કરવાની સાથોસાથ તેનો આરંભ પણ કરશે.
Tata Consultancy Services (TCS) એ બુધવારે એનાલિસ્ટ કોલ દરમિયાન પોતાની પાંચ વ્યૂહાત્મક સ્તંભો (Strategic Pillars) અંગે ચર્ચા કરી હતી. તેના માધ્યમથી ડિજિટલ આધારિત કંપનીને AI આધારિત એન્ટરપ્રાઇઝમાં રૂપાંતરિત કરવાનો ઈરાદો છે. આ લક્ષ્ય માટે વધારાના રોકાણ, મર્જર અને એક્વિઝિશન (M&A) અંગે સ્પષ્ટ સંકેતો આપવામાં આવ્યા છે. TCSના CEO કે. કૃથિવાસને AI ટ્રાન્સફોર્મેશનના પાંચ સ્તંભોની સમજૂતી આપી હતી. આંતરિક રીતે ડિજિટલમાંથી AI તરફનું પરિવર્તન, AI આધારિત સેવાઓ, AI-રેડી સ્કિલ્સ ધરાવતો ટેલેન્ટ મોડલ, વર્ટિકલ-સ્પેસિફિક AI સોલ્યુશન્સ, અને ભાગીદારી તથા નવા વેન્ચર્સ સાથેનું AI ઇકોસિસ્ટમ તૈયાર કરીને કંપની આગળ વધવા માગે છે. આ નવી ઊભી થનારી વ્યવસ્થા કંપની માટે નવી આવકના વિકલ્પો ઊભા કરશે.
Axis Bank અને Google Pay એ ‘Google Pay Flex Axis Bank Credit Card’ લોન્ચ કર્યો છે, જે RuPay નેટવર્ક પર આધારિત UPI-સક્ષમ કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ છે. આ કાર્ડ દ્વારા યુઝર્સ લાખો ઓફલાઇન વેપારીઓ અને એપ્સ પર ચુકવણી કરી શકે છે તેમજ રિવોર્ડ પોઇન્ટ્સ તરત કમાઈ અને રિડીમ કરી શકે છે. સાથે જ Google Pay મારફતે રિપેમેન્ટના વિકલ્પો પણ ઉપલબ્ધ છે.
Cyient Semiconductors, જે Cyientની સહાયક કંપની છે, તેણે પાવર મેનેજમેન્ટ અને હાઇ-પરફોર્મન્સ એનાલોગ ટેક્નોલોજી પ્રોવાઇડર Kinetic Technologies માં બહુમતી હિસ્સેદારી મેળવવા માટે કરાર કર્યો છે. આ સોદાની કુલ કિંમત $93 મિલિયન સુધી હોઈ શકે છે. અમેરિકાના સાન જોઝે ખાતે મુખ્યાલય ધરાવતી Kinetic Technologies એક ફેબલેસ સેમિકન્ડક્ટર ઉત્પાદક છે, જેના R&D સેન્ટર્સ સિલિકોન વેલી અને એશિયામાં આવેલાં છે.
Antony Waste Handling Cell ની સહાયક કંપની AG Enviro Infra Projects Private Ltd. એ બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) પાસેથી મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ કલેક્શન અને ટ્રાન્સપોર્ટેશન માટેના બે મહત્વપૂર્ણ કરારો મેળવ્યા છે. આ બંને કરારોની કુલ કિંમત આશરે ₹1,330 કરોડ છે અને તેનો સમયગાળો 7 વર્ષનો છે.



