આજનું માર્કેટ: બેન્ક નિફ્ટી ફ્યુચરમાં 36430 ઉપર લેવાલી કરી શકાય

નિફ્ટી ફ્યુચર અને બેન્ક નિફ્ટી ફ્યુચરમાં વર્તમાન ટ્રેન્ડ નેગેટીવ જણાય છે. નિફ્ટી ફ્યુચર અને બેન્ક નિફ્ટી ફ્યુચરમાં કરેક્શન પછી ઊછાળો આવી શકે છે. જોકે તે લેવલથી ઉપર રહેશે તો જ તેમાં ઊછાળો આવી શકે છે. નિફ્ટી ફ્યુચરમાં 17175ના લેવલે લેવાલી કરી શકાય અને 17169થી નીચેના લેવલે વેચવાલી કરી શકાય. ટાર્ગેટ રેન્જ 21, 60, 90 અને 90 અને 180 પ્લસની છે. ઇન્ટ્રા ડે માટે 6ના સ્ટોપલોસ સાથે ટ્રેડિંગ કરો. ઉપરની તરફ 17506એ અવરોધ જણાય છે. બે દિવસ સુધી તેનાથી ઉપર બંધ આવે તો તો જ તેમાં પોઝિટીવ ચાલ જોવા મળી શકે છે. ત્યારબાદ 17700 અને 17940 સુધી જઈ શકે છે. 17169થી નીચે બંધ આવે તો તૂટીને 16936, 16551 અને 16123ની સપાટી પકડી શકે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં 36430ની ઉપર લેવાલી કરી શકાય અને 36409ની નીચે વેચવાલી કરી શકાય. ટાર્ગેટ રેન્જ 90, 150, 600 પ્લસની છે. ઇન્ટ્રા ડે માટે 21ના સ્ટોપલોસ સાથે ટ્રેડિંગ કરો. ઉપરની તરફ 37432ની સપાટીએ અવરોધ જણાય છે. 37432ની સપાટીથી ઉપર સતત બે દિવસ સુધી બંધ આવે તો ઊછળીને 37800, 38234, 38,900નું મથાળું બતાવી શકે છે. 36,400ની નીચેની સપાટી જાળવી રાખે તો તે નકારાત્મક ગણાય. તેમ થાય તો બેન્ક નિફ્ટી ફ્યુચર ઘટીને 35750, 35234, 34,650 સુધી આવી શકે છે. કોલ ઓપ્શનમાં રિલાયન્સ 2500ના સ્ટ્રાઈક રેટથી 58.10ના કે પછી 51.00ના દરે લેવાલી કરો. ટાર્ગેટ 70, 100, 200 પ્લસ. સ્ટોપલોસ 42ના બંધના ધોરણે. (ડીલ એક્સપાયર થાય ત્યાં સુધી) રિલાયન્સમાં 2462ની ઉપર લેવાલી કરો. 2439ના દરે વધુ ખરીદો. ટાર્ગેટ ભાવ રૃા. 2470, 2498, 2590. ડિલીવરીમાં 2424નો સ્ટોપલોસ રાખો. ટ્રેડર મર્યાદિત જોખમ લઈને રિલાયન્સ જાળવી રાખે તો ત્રણથી છ મહિનામાં તે રૂ. 2800 અને 3000નું મથાળું બતાવી શકે છે. એચડીએફસી-એએમસીમાં 2551ના લેવલે લેવાલી કરો. ટાર્ગેટ પ્રાઈસ 2589, 2630, 2700, 2800. ડિલીવરીમાં 2525નો સ્ટોપલોસ રાખો. સ્ટોપલોસથી નીચે જાય તો ટ્રેડર ફરીથી 2545ની સપાટીએ તેમાં લેવાલી કરી શકે છે. નિકુલ કિરણ શાહ, સેબી રજિસ્ટર્ડ રિસર્ચ એનાલિસ્ટ
