આજે નિફ્ટીમાં શું કરી શકાય?

નિફ્ટી ફ્યુચર ઇન્ટ્રા ડેમાં 17506ની ઉપરની સપાટીએ લેવાલી કરી શકાય. 17500ની નીચે વેચી શકાય. ટાર્ગેટ રેન્જ 24, 40, 90 અને 180 પ્લસ. 6ના સ્ટોપલૉસ સાથે ટ્રેડિંગ કરી શકાય. બજાર 17707ની ઉપર બંધ આવે તો તેને એક પોઝિટીવ સંકેત તરીકે જોઈ શકાય છે. બેન્ક નિફ્ટી ફ્ચુયર ઇન્ટ્રા ડેમાં 37210ની ઉપરની સપાટીએ લેણ કરી શકાય. 37189ની નીચેની સપાટીએ વેચી શકાય. ટાર્ગેટ રેન્જ 90, 180, 300 અને 600 પ્લસ. 21ના સ્ટોપલૉસ સાથે ટ્રેડિંગ કરી શકાય. બજાર 37456ની ઉપર બંધ આવે તો તેને બજારની મજબૂતીના સંકેત તરીકે જોઈ શકાય છે. આરઈસીએલમાં 138ની ઉપરની સપાટીએ લેણ કરી શકાય છે. ઘટાડે 130ની સપાટીએ વધુ લેણ કરી શકાય. ટાર્ગેટ ભાવ 145, 151 182. બંધ ભાવને ધોરણે 127નો સ્ટોપલૉસ રાખીને કામકાજ કરી શકાય. રોકાણકારો ઇચ્છે તો મર્યાદિત જોખમ સાથે આરઈસીએલનું રોકાણ જાળવી રાખી શકે છે. કોલ ઇન્ડિયામાં 154ની ઉપરની સપાટીએ લેણ કરી શકાય. ટાર્ગેટ ભાવ 160, 166, 172, 180 અને 200નો છે. બંધ બજારના ધોરણે 151નો સ્ટોપલૉસ રાખીને કોલ ઇન્ડિયામાં ટ્રેડિંગ કરી શકાય. ટ્રેડરો મર્યાદિત જોખમ લઈને લાંબા ગાળા માટે સ્ક્રિપને જાળવી રાખી શકે છે. નિકુલ કિરણ શાહ, સેબી રજિસ્ટર્ડ રિસર્ચ એનાલિસ્ટ (નોંધઃ સ્ટોક સંબંધી ગાઈડન્સ એ લખનારનું પોતાનું વિશ્લેષણ છે. તેનો આધાર લઈને ટ્રેડર્સ પોતાની સમજનો ઉપયોગ કરીને સોદા કરી શકે છે. આ એક અનુમાન છે. તેથી તેને આધારે ટ્રેડિંગ કરવું એ ટ્રેડરની પોતાની જવાબદારીને આધીન છે. પબ્લિશર તેને માટે જવાબદાર ગણાશે નહિ.)