આજે શેરબજારમાં શું કરશો?

આજે શેરબજારમાં ટ્રેડિંગ કરવા લાયક કે પછી રોકાણ કરવા લાયક કંપનીઓની વિગતો નીચે મુજબ છે. આ અનુભવીઓના અનુભવને આધારે તૈયાર કરવામાં આવેલી વિગતો છે. તેમાં રોકાણ કરનારા રોકાણકારોએ અનુભવીઓના અનુભવ ઉપરાંત પોતાની સૂઝબૂઝનો ઉપયોગ કરીને નિર્ણય લેવાનો છે. આ લખનારના કોઈ જ અંગત હિત તેમાં સમાયેલા નથી. લખનાર કે માહિતી એકત્રિત કરનાર તેમાં રોકાણ પણ કરતા નથી.
આજે શેરબજારમાં ટ્રેડિંગ કે રોકાણ કરવાને લાયક કંપનીઓમાં ટાઇટન કંપની લિમિટેડ (Titan Company Ltd)નો સમાવેશ થાય છે. ટાઇટન ભારતની અગ્રણી કન્ઝ્યુમર બ્રાન્ડ છે, જે ઘડિયાળ, જ્વેલરી (Tanishq) અને વેરેબલ્સ જેવા સેગમેન્ટમાં મજબૂત હાજરી ધરાવે છે. 8 જાન્યુઆરી 2026ના રોજ માર્કેટ એનાલિસ્ટ અંકુશ બજાજ દ્વારા ટાઇટનને શોર્ટ-ટર્મ ટ્રેડ માટે “બાય” તરીકે સૂચવવામાં આવ્યો છે. કંપનીના ટેકનિકલ કારણમાં ઊંડા ઉતરીએ તો શેરમાં RSI, MACD અને ADX જેવા ટેકનિકલ ઇન્ડિકેટર્સ પોઝિટિવ ટ્રેન્ડ દર્શાવે છે કંપનીના શેરના ભાવમાં સતત higher-high અને higher-low પેટર્ન જોવા મળે છે વોલ્યુમ સપોર્ટ સાથે બ્રેકઆઉટનો સંકેત પણ મળી રહ્યો છે. તેના ટ્રેડિંગ લેવલની વાત કરીએ તો 8 જાન્યુઆરી 2026ના આશરે રૂ. 4,273ના ખરીદી ભાવથી તેમાં લેવાલી કરી શકાય છે. તેનો ટાર્ગેટ ભાવ રૂ. 4,305 છે. રોકાણકારો રૂ. 4,255 સ્ટોપ લોસ રાખીને કામકાજ કરી શકે છે. આજે શેરબજારમાં મોટા ઉતાર-ચઢાવ ન આવે, તો ટાઇટન જેવા મજબૂત બ્રાન્ડ ધરાવતા શેરમાં ટૂંકા ગાળામાં સ્થિર નફો મળવાની શક્યતા રહે છે.
બીજી સ્ક્રિપ પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ લિમિટેડ (Persistent Systems Ltd)ની છે. પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ IT સર્વિસિસ અને ડિજિટલ એન્જિનિયરિંગ ક્ષેત્રમાં કાર્ય કરતી મિડ-કેપ કંપની છે. કંપની પાસે મજબૂત ક્લાયન્ટ બેઝ, ઓર્ડર બુક અને ગ્રોથ વિઝિબિલિટી છે. તેના ટેકનિકલ અને ફંડામેન્ટલની બાબતમાં ઊંડા ઉતરીએ તો MarketSmith Indiaના નિષ્ણાતોના મતાનુસાર શેરમાં Cup-with-Handle બ્રેકઆઉટ પેટર્ન જોવા મળી રહી છે. આવનારા ક્વાર્ટરમાં ઓર્ડર એક્ઝિક્યુશનથી આવક વધવાની સંભાવના જણાય છે. IT સેક્ટરમાં મજબૂત ડિમાન્ડ ઊભી થવાની સંભાવના પણ છે. તેથી રોકાણ કે ટ્રેડિંગનું લેવલની વાત કરીએ તો ટ્રેડર કે ઇન્વેસ્ટર રૂ. 6,420થી રૂ. 6,480ની રેન્જમાં લેવાલી કરી શકે છે. સ્ક્રિપનો ટાર્ગેટ ભાવ રૂ. 7100નો છે. બે ત્રણ મહિનામાં આ સપાટીને વળોટી જાય તેવી સંભાવના છે. રૂ. 6100નો સ્ટોપલૉસ રાખીને કામકાજ કરી શકાય છે. આ શેરમાં ટૂંકા તેમ જ મધ્યગાળામાં ગ્રોથ આધારિત રોકાણ માટે યોગ્ય તક જોવા મળે છે, ખાસ કરીને જો IT સેક્ટરમાં સેન્ટિમેન્ટ મજબૂત રહે તો રોકાણકારોને ફાયદો થઈ શકે છે.
અમદાવાદ અને ગુજરાતની ફાર્માસ્યૂટિકલ કંપની પણ ટ્રેડિંગ કે રોકાણ કરવાને પાત્ર કંપની છે. કંપનીનું નામ ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ (Torrent Pharmaceuticals Ltd) છે. ટોરેન્ટ ફાર્મા ભારતની જાણીતી ફાર્મા કંપની છે. કંપની ક્રોનિક થેરાપી (ડાયાબિટીસ, કાર્ડિયાક, CNS) ક્ષેત્રમાં મજબૂત પકડ ધરાવે છે. ટેકનિકલ કારણમાં ઊંડા ઉતરીએ તો MarketSmith Indiaના નિષ્ણાતોના મતાનુસાર શેરમાં Flat-base બ્રેકઆઉટ જોવા મળી રહ્યો છે. ડિફેન્સિવ સેક્ટર હોવાને કારણે બજારની અનિશ્ચિતતા દરમિયાન પણ સ્ટેબિલિટી જોવા મળી શકે છે. કંપનીનો સ્થિર કેશ ફ્લો અને મજબૂત બેલેન્સ શીટ તેનું મોટામાં મોટું જમા પાસું છે. ટ્રેડર કે ઇન્વેસ્ટર રૂ. 4070થી રૂ. 4100ની ભાવ રેન્જરમાં લેવાલી કરી શકે છે. બેથી ત્રણ માસમાં રૂ. 4600ના ટાર્ગેટ ભાવને વળોટી જાય તેવી આશા રાખવામાં આવી રહી છે. રૂ. 3820નો સ્ટોપ લોસ રાખીને કામકાજ કરી શકાય છે. ફાર્મા સેક્ટર સામાન્ય રીતે બજારના ઉતાર-ચઢાવ સામે વધુ સુરક્ષિત ગણાય છે. તેથી ટોરેન્ટ ફાર્મા રિસ્ક-એડજસ્ટેડ રિટર્ન માટે યોગ્ય વિકલ્પ બની શકે છે.
| શેર | પ્રકાર | યોગ્યતા |
| Titan Company | શોર્ટ-ટર્મ ટ્રેડ | મજબૂત બ્રાન્ડ + ટેકનિકલ સપોર્ટ |
| Persistent Systems | મિડ-ટર્મ ગ્રોથ | IT બ્રેકઆઉટ + ઓર્ડર વિઝિબિલિટી |
| Torrent Pharma | ડિફેન્સિવ રોકાણ | સ્થિર કમાણી + ફાર્મા સપોર્ટ |
- આ ત્રણેય શેર 8 જાન્યુઆરી 2026ના માર્કેટ ડેટા અને એનાલિસ્ટ રિપોર્ટ્સ પર આધારિત છે.
- રોકાણ કરતા પહેલા તમારા ફાઇનાન્સિયલ એડવાઇઝર સાથે સલાહ લેવી હંમેશા યોગ્ય છે.



