• 9 October, 2025 - 11:22 AM

પબ્લિક ઇશ્યૂના ભાવ નક્કી કરવાને મુદ્દે સેબી વધુ વિગતો જાહેર કરવાનો આગ્રહ રાખશે

ree

કંપનીને ફંડિંગ કરનારાઓને 25 ટકા ભાવે શેર્સ ઓફર કરવા પાછળના અને પબ્લિક ઇશ્યૂના રોકાણકારોને ત્રણથી ચાર ગણા ભાવથી શેર્સ ઓફર કરવા પાછળના કારણઓ જણાવવા પડશે

પેટીએમના શેર્સ પબ્લિક ઇશ્યૂમાં રૂ. 2150ના ઊંચા ભાવે ઓફર કરવામાં આવ્યા પછી 9.3 ટકા નીચા ભાવે એટલે કે રૂ. 1955ના ભાવથી લિસ્ટિંગ બાદ પણ તેના ભાવ ગગડી જતાં પબ્લિક ઇશ્યૂમાં ઓફર કરવામાં આવતા શેર્સના ભાવ નક્કી કરવાને મુદ્દે કંપનીઓને વધુ વિગતવાર કારણો જાહેર કરાવવાની તૈયારી કરી રહ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. આગામી 30મી સપ્ટેમ્બરે યોજાનારી સેબીના બોર્ડની મિટિંગમાં આ મુદ્દે વિગતવાર ચર્ચા વિચારણા કરીને નિર્ણય લેવામાં આવે તેવી સંભાવના છે. રૂ. 76ના ભાવે એલોટ કરવામાં આવેલો ઝોમેટોના શેરનો ભાવ પણ આજે તેની આફર પ્રાઈસ કરતાં નીચે એટલે કે રૂ. 62ની આસપાસ બોલાઈ રહ્યો છે.

 
પ્રાઈવેટ ઇક્વિટી ઇન્વેસ્ટર્સને અને પબ્લિક ઇશ્યૂમાં ઓફર કરવામાં આવતા ભાવમાં તફાવત શા માટે રાખવામાં આવ્યો છે તે અંગે સેબી કંપનીઓને ફરજિયાત ખુલાસો કરવા જણાવે તેવી સંભાવના છે.
 

તેની પાસેના કારણો જણાવવા કંપનીઓને ફરજ પાડી શકે છે. કંપનીના શેર્સનો ભાવ પબ્લિક ઇશ્યૂમાં ઊંચો હોય અને લિસ્ટિંગ ઓફર પ્રાઈસ કરતાં નીચા ભાવે થાય ત્યારે રોકાણકારોને તેમાં દાળમાં કંઈક કાળું હોવાની શંકા જાય છે. તેથી ભાવ નક્કી કરવા માટેના કારણો અંગે કંપનીઓ પાસેથી વધુ વિગતોની માગણી કરવામાં આવે તેવી સંભાવના છે. બીજા શબ્દોમાં કહીએ તો કંપનીએ ઓફર પ્રાઈસ કઈ રીતે નક્કી કરી છે તે અંગે વધુ સમજણ આપવા જણાવવામાં આવશે. આ કંપનીઓના શેર્સમાં થયેલા ટ્રાન્ઝેક્શન-લેવડદેવડ અંગે પણ વધુ સ્પષ્ટતા કરવાની આવશે.

 
ree

 

કંપનીને પ્રાઈવેટ ફંડિંગ કરનારાઓને શેર્સનું એલોટમેન્ટ કરતી વેળાએ કયા પરિબળોને આધારે ભાવ નિર્ધારિત કરવામાં આવ્યા હતા અને પબ્લિક ઇશ્યૂમાં ઓફર કરતી વખતે કયા પરિબળોને આધારે શેરના ભાવ નક્કી કરવામાં આવ્યા તે દર્શાવવાનું રહેશે. શેર્સની ખરીદી કરનારાઓ સામાન્ય રીતે રોકાણ કરવા પર મળનારા વળતર, કંપનીની શેરદીઠ કમાણી, કંપનીનો પ્રાઈસ અર્નિંગ રેશિયો, રિટર્ન ઓન ઇક્વિટી, કંપનીનો સર્વગ્રાહી વિકાસ દર અને કંપનીને થનારા નફાની બાબતને ધ્યાનમાં લઈને રોકાણ કરે છે. તેમ જ કંપની કયા સેક્ટરની છે અને તે સેક્ટરના વિકાસ માટેની તક કેટલી છે તે અંગે નિર્ણય લઈને રોકાણ કરે છે.

 
વર્તમાન સમયમાં નવી ટેક્નોલોજી લઈને આવતી કંપનીઓ દ્વારા આરંભમાં ઓફર કરાતા શેર્સના ભાવ પોતાની મરજી મુજબ જ નક્કી થાય તેવું સેબી ઇચ્છતી નથી.
 

કંપનીઓ કયા ભાવે આઈપીઓ લાવે તે નક્કી કરવાની જવાબદારી અને અધિકાર કંપનીઓનો જ છે. એક જમાનામાં કંટ્રોલર ઓફ કેપિટલ ઇશ્યૂ તેના ભાવ નક્કી કરવામાં ભૂમિકા ભજવતું હતું. આ દિવસો હવે પૂરા થઈ ગયા છે. હવે કંપનીઓ પોતાની રીતે તેમની આઈપીઓના ભાવ નક્કી કરી શકે છે. પરંતુ કંપનીઓએ ઓફર કરેલા શેર્સના ભાવને વાજબી ઠેરવે તેવી વિગતો સેબી સમક્ષ મૂકવી પડશે. આમ પ્રાઈવેટ પ્લેસમેન્ટમાં એક ભાવ અને પબ્લિક પ્લેસમેન્ટમાં અલગ ભાવ નક્કી કરવા માટેના કારણો કંપનીઓએ સેબી-સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડને જણાવવા પડશે.

 
સેબીનું માનવું છે કે કંપની પ્રાઈવેટ પ્લેસમેન્ટમાં કોઈને રૂ. 100ના ભાવથી તેના શેર્સ ઓફર કરે છે, પરંતુ છ મહિના પછી તે જ કંપની તેના શેર્સનો પબ્લિક ઇશ્યૂ લઈને આવે ત્યારે રૂ. 450ના ભાવે તેમને ઓફર કરતી હોય તો તેની સામે સેબીને વાંધો નથી.
 

પરંતુ કંપનીઓએ આ ભાવ તફાવત અંગે સવિગત કારણો આપવા પડશે. તે અંગે સેબી સમક્ષ ખુલાસો કરવો પડશે. આઈપીઓના રોકાણકારોને પણ આ ભાવ તફાવતના કારણોની જાણ હોવી જોઈએ તેવું સેબીનું માનવું છે. આ કારણો જાણ્યા પછી પબ્લિક ઇશ્યૂમાં અરજી કરવી કે ન કરવી તે અંગેનો નિર્ણય આઈપીઓના ઇન્વેસ્ટર્સ કરી શકે છે.

Read Previous

બધી જ આઈટેમ્સ પર GSTનો દર 17 ટકા કરી દેવાની ભલામણ

Read Next

ટેક્નિકલ ટેક્સટાઈલ માટેની PLI સ્કીમ વેપારીઓ માટે કેટલી ફાયદાકારક?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular