પોતાની વાછૂટ બરણીમાં ભરીને વેચનારી મોડેલ 2 મહિનામાં કરોડપતિ બની ગઈ
વધારે ગેસ થવાથી તબિયત લથડતા ડોક્ટરે આ બિઝનેસ પર બ્રેક મારવાની સલાહ આપી તો મોડેલે NFT ક્રિએટ કરીને પૈસા કમાવાનો રસ્તો શોધ્યો

કહેવાય છે, દુનિયા ઝૂકતી હૈ, ઝૂકાને વાલા ચાહિયે. શું તમે ક્યારેય વિચારી પણ શકો કે વાછૂટનો બિઝનેસ થાય? જી હા, તેનો બિઝનેસ પણ થાય છે અને આ બિઝનેસ કરનાર એક મોડેલ ગણતરીના મહિનાઓમાં લાખો ડોલર કમાઈ ચૂકી છે. અહીં વાત થઈ રહી છે 31 વર્ષની સ્ટેફની માટોની. FART JARS વેચનારી આ મોડેલ આખી દુનિયામાં ચર્ચાનો વિષય બની છે. અત્યાર સુધીમાં તે પોતાની વાછૂટ કાંચની બરણીમાં ભરીને $2,80,000 એટલે કે લગભગ રૂ. 2.50 કરોડ કમાઈ ચૂકી છે.
માટો તેના બિઝનેસને ઘણી ગંભીરતાથી લે છે. તેણે એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે તેના ફેનપેજ પર તેને વાછૂટ વેચવાની ઘણી રિક્વેસ્ટ આવતી હતી. ચાહકોની વાત સાંભળીને તેણે ગયા વર્ષે આ બિઝનેસ ચાલુ કર્યો હતો. તેણે પહેલી 97 બરણીની બેચ $500 ડોલર પ્રતિ બરણીના ભાવે વેચી હતી. ડિમાન્ડ વધતા બીજા શિપમેન્ટમાં તેણે ભાવ વધારીને $1000 કરી નાંખ્યો હતો. તેનો બિઝનેસ ટોચ પર હતો ત્યારે તો તે એક દિવસમાં 50 ફાર્ટ જાર પણ બનાવતી હતી.
સ્ટેફની વાછૂટ ‘ક્રિએટ’ કરવા માટે બ્લેક બીન્સ, કેબેજ સૂપ, પ્રોટીન શેક, કોકાકોલા સહિતનું સ્પેશિયલ ડાયટ મેઈન્ટેઈન કરે છે. કાંચની બરણીમાં તે ફૂલની પાંદડી રાખે છે જેથી વાછૂટની સ્મેલ લાંબો સમય બરણીમાં ટકી રહે. આ સાથે તે ઓર્ડર કરનારા દરેક ચાહકને પર્સનલાઈઝ્ડ નોટ્સ પણ લખીને મોકલાવે છે.
તેના ફાર્ટ જારની ડિમાન્ડ વધતા તેણે વધુ ગેસ થાય તેવો ખોરાક લેવાનું શરૂ કર્યું હતું. તેના પગલે તેની તબિયત લથડતા ડોક્ટરે તેને આ બિઝનેસ પર બ્રેક મારવા સલાહ આપી હતી.

પોતાનું વેન્ચર સંપૂર્ણપણે બંધ કરવાને બદલે સ્ટેફનીએ હવે NFTમાંથી કમાણીનો રસ્તો શોધવાનું નક્કી કર્યું છે. હવે તે પોતાની વાછૂટને NFTના સ્વરૂપમાં વેચશે. આ માટે તેણે એક ડિજિટલ આર્ટિસ્ટ સાથે હાથ મિલાવ્યા છે જે તેની વાછૂટની બરણી આધારે આર્ટવર્ક બનાવશે.
ઉલ્લેખનીય છે કે, સ્ટેફનીના ફાર્ટ જાર ઓર્ડર કરનારા ઘણા યુઝર્સે તેમના રિવ્યુ યુટ્યુબ પર પોસ્ટ કર્યા છે. તેમાંથી મોટાભાગનાઓએ પોતાની મૂર્ખામી પર ભારે અફસોસ વ્યક્ત કર્યો છે.