રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં આજે મોટી વધઘટ જોવા મળી શકે
ત્રિમાસિક ચોખ્ખો નફો વધીને રૂ. 26,994 કરોડનો થયો

આજે બજાર ખૂલે તે સાથે જ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરના ભાવમાં મોટી વધઘટ જોવા મળી શકે છે. આ રહ્યા તેના કારણો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ત્રિમાસિક ચોખ્ખો નફો વધીને રૂ. 26,994 કરોડનો થયો છે. અગાઉના ત્રિમાસિક ગાળાની તુલનાએ 39.1 ટકાનો વધારો જોવા મળ્યો છે. ટેલિકોમ, આઈલ અને કેમિકલના સેક્ટરમાં મળીને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની આવક વધીને રૂ. 2.73 લાખ કરોડની થઈ જશે. આ ત્રણેય સેક્ટરમાં પરફોર્મન્સ સારુ રહેવાનું નિર્દેશ મળી રહ્યો છે. રિલાયન્સ જિયોહોટસ્ટારે પ્રી પેઈડ કસ્ટમર્સને રૂ. 100ના ત્રિમાસિક ખર્ચમાં 90 દિવસનું સબસ્ક્રિપ્શન આપવાની અને તેમાં સ્માર્ટ ફોન અને સ્માર્ટ ટીવીમાં 54જીબી ડેટા આપવાની ઓફર કરી છે. તેમાં વોઈસ કૉલ અને એસએમએસનો ચાર્જ અલગ રાખવામાં આવ્યો છે. આ સબસ્ક્રિપ્શનનો ઉફયોગ કરીને ફોન પર ટીવી શૉ, લાઈવ સ્પોર્ટ્સ કે ઇન્ડિયન પ્રીમિયર લીગ પણ જોઈ શકશે. સબસ્ક્રિપ્શનની આ સ્કીમનો જોરદાર પ્રતિભાવ મળવાની અપેક્ષા સાથે રિલાયન્સ જિયોસ્ટારની આવકમાં પણ વધારો થશે.