• 8 October, 2025 - 8:41 PM

અમદાવાદની યુવતીએ દરેક ઓટોમેટેશન પ્રોડક્ટ્સનું બ્રેઈન ગણાતું માઈક્રો કંટ્રોલર ડેવપલ કર્યું

  • સો ટકા દેશી ટેક્નોલોજીથી વિકસાવવામાં આવેલું સેમિકન્ડક્ટર-માઈક્રો કંટ્રોલર ભારતના દરેક સેન્સર એપ્લિકેશન ઉદ્યોગના પ્રોડક્ટ્સના બ્રેઈન તરીકે કામ કરી શકે છે

Image by freepik

Image by freepik

એમ.એસસી આઈટી થયેલી ગુજરાતી યુવતીએ ખરેખર મેક ઇન ઇન્ડિયાના સૂત્રને સાર્થક કરી શકે તેવું માઈક્રો કંટ્રોલર ડેવલપ કર્યું છે. માઈક્રો કંટ્રોલર કોઈપણ વસ્તુને ચલાવવા માટેનું મગજ ગણી શકાય છે. માનવ શરીરને મગજ ચલાવે છે તે જ રીતે કોઈપણ પ્રોડક્ટ પાસેથી કયું કામ કરાવવું તે તેનું મગજ ગણાતું માઈક્રો કંટ્રોલર કરે છે. આ રહ્યું તેનું ઉદાહરણ. ગેસ સેન્સર ગેસ લીકેજ થાય તો તે પારખી લઈને ગેસલીકેજનો મેસેજ મોકલી આપે છે. આ ટેક્નોલોજીનું મગજ માઈક્રો કંટ્રોલર છે. માઈક્રો કંટ્રોલર 98 ટકાથી વધુ પરફેક્શનથી કામ કરે છે. તેને સિસ્ટમ ઓન ચિપ્સ તરીકે પણ ઓળખાવી શકાય છે. આ સિસ્ટમનો મલ્ટીપલ યુઝ થઈ શકે છે. દરેક ઓટોમેશન માટે અત્યારે અલગ અલગ ચિપ્સ બનાવવી પડે છે. હવે એક જ ચિપ્સ દરેક ઓટોમેશન યુનિટમાં ફીટ થઈ શકશે. બીજા શબ્દોમાં કહીએ તો ઓટોમેશન ઇન્ડસ્ટ્રીના દરેક પ્રોડક્ટ્સનું બ્રેઈન અમદાવાદની ગુજરાતી યુવતીએ તૈયાર કરી દીધું છે. આ ચિપ્સને ઇન્ડિસેમિક ચિપ્સ તરીકે ઓળખાવવામાં આવે છે.

 

આ યુવતી છે અમદાવાદ સ્થિત જિનલ શાહ. આ માઈક્રો કંટ્રોલર રિસ્ક ફાઈવ પ્રોસેસરનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું છે. રિસ્ક ફાઈવમાં કંટ્રોલર કે પ્રોસેસર બનાવવા માટે કંટ્રોલરની અંદર એક અલગ પ્રોસેસિંગ યુનિટ છે. માઈક્રો કંટ્રોલર બનાવવા માટેના પાયાના સાધન તરીકે રિસ્ક તરીકે ઓળખાતી કંપનીના પ્રોસેસરનો ઉપયોગ કરવામાં આવે છે. રિસ્ક ફાઈવનો ઉપયોગ કરીને ભારતની બહુધા સેમિકન્ડક્ટર કંપનીઓ પોતાના માઈક્રો કંટ્રોલર કે પ્રોસેસર ડેવલપ કરી રહી છે.

 

માઈક્રો કંટ્રોલર અને માઈક્રો પ્રોસેસરનો ઉપયોગ આઈઓટી-ઇન્ટરનેટ ઓફ થિંગ્સ એપ્લિકેશન્સ, સેન્સર એપ્લિકેશન્સ, ઓટોમોટીવ ઇન્ડસ્ટ્રીની એપ્લિકેશન્સ, એરો સ્પેસ ઇન્ડસ્ટ્રીઝ માટેની એપ્લિકેશન્સમાં, ડિફેન્સ એપ્લિકેશનમાં તેનો માઈક્રો કંટ્રોલરનો ઉપયોગ કરવામાં આવે છે. અલગ અલગ એપ્લિકેશન પ્રમાણે અલગ અલગ પ્રકારના કંટ્રોલર બનાવવા પડે છે. જિનલ શાહે ડેવલપ કરેલું માઈક્રો કંટ્રોલરનો ઉપયોગ ગેસ સેન્સર તરીકે, ઓઈલ સેન્સર તરીકે કે પછી અલ્ટ્રાસોનિક સેન્સરનું વેલ્યુ જાણીને તેનું વિશ્લેષણ કરીને ડેટા-ઇનપુટ આપવાના સાધન તરીકે ઉપયોગ કરી શકાય છે. અત્યારે ચીનથી ઓછી કિંમતે મળતા સેન્સર્સની આયાત કરવામાં આવી રહી છે. જિનલ શાહે વિકસાવેલા કંટ્રોલરને કારણે ચીનમાંથી તેની આયાત કરવાની ભારતની નિર્ભરતા ખતમ થઈ શકે છે. આ માઈક્રો કંટ્રોલરનો ઉપયોગ કરીને ભારતીય કંપનીઓ પોતાના સેન્સર ડેવલપ કરી શકશે. માઈક્રો કંટ્રોલર આગામી બાર મહિનામાં જ ચીન સામે કોમ્પિટીશન ઊભી કરી શકશે. ચીનની તુલનાએ લગભગ દોઢા કે બમણા ખર્ચે માઈક્રો કંટ્રોલર ડેવલપ કરવામાં આવ્યા છે. પરંતુ ચીનથી આયાત કરવામાં આવતા માઈક્રો કંટ્રોલર પર લાગતી આયાત ડ્યૂટીને જોવામાં આવે તો અત્યારે પણ તેના ભાવ સામે બજારમાં કોમ્પિટેશન કરી શકશે. જિનલ શાહના માઈક્રો કન્ટ્રોલરનું બલ્ક પ્રોડક્શન ચાલુ થતાં ભારતીય કંપનીઓને અલગ અલગ એપ્લિકેશન્સ બનાવવા માટેના માઈક્રો કંટ્રોલર ચીનના ભાવે કે તેનાથી ઓછા ભાવે મળી શકશે.

 

આ માઈક્રો કંટ્રોલરના ટ્રાયલ રન ચાલુ થઈ ગયા છે. ભારતની અંદાજે બે કંપનીઓ તેના ટ્રાયલ રનમાં જોડાઈ છે. આ અગાઉ બ્લ્યુટૂથ અને વાઈફાઈના મોડ્યુલ્સ બનાવ્યા હતા. આ બ્લ્યુટૂથ વાળા આઈઓટી મોડ્યુલ્સ ભારતની 55 જેટલી કંપનીઓ યુઝ કરી રહી છે. તેનો ઉપયોગ હોમ ઓટોમેશન, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, ઓટોમેટીવ, મેડિકલ ઇન્ડસ્ટ્રીમાં થવા માંડ્યો છે. જિનલ શાહે ભારતમાં સૌથી પહેલા આઈઓટી મોડ્યુલ્સ બનાવ્યા છે. બ્લ્યુટૂથથી તેનો ઉપયોગ કરી શકાય છે. આઈઓટી મોડ્યુલ્સ ઘરમાં એરકન્ડિશનર્સ, રેફ્રિજરેટર્સ, પોતાની મોટરકારને બ્લ્યુટૂથથી કનેક્ટ કરી શકો છે. તેમ જ વાઈફાઈથી રાઉટરને કનેક્ટ કરી આપે છે.

Read Previous

ઝુનઝુનવાલાનો શેરબજાર મંત્ર: 5000 રૂપિયાથી એમ્પાયર ઊભું કરનારા ‘શેર કિંગ’નું રહસ્ય ખુલ્યું!

Read Next

આજે NIFTY FUTUREમાં શું કરી શકાય?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular