અમેરિકામાં Outsourcing ની વધેલી તકથી નોકરી શોધતા યુવાનોને એડવાન્ટેજ

પ્રતિભાશાળી કર્મચારીઓનો મોટો સમુદાય, ખર્ચ-લાભ, સુધરેલી માળખાકિય સુવિધાઓ અને સરકારી સહયોગના કારણે ભારત વિશ્વના અત્યંત લોકપ્રિય આઉટસોર્સિંગ સ્થળ બની શકે
કોરોના પછી બદલાયેલા સંજોગમાં પ્રતિભાશાળી યુવાનોનો મોટો સમુહ ધરાવતું ભારત સુધરેલી માળખાકિય સુવિધાઓ અને સરકારી સહયોગને કારણે ભારત અમેરિકામાં જોઈતા મેનપાવર માટે પૂરો પાડવા માટેની અભૂતપૂર્વ તક પૂરી પાડે છે. આ સ્થાનને વધુ મજબૂત બનાવીને ભારત આઉટસોર્સિંગ માટેનું લોકપ્રિય સ્થાન બની શકે છે. આજે દુનિયાભરમાં આઉટસોર્સિંગ ક્ષેત્રમાં તેજી પ્રવર્તે છે. કોરોના મહામારીના કારણે નોકરીયાત વર્ગમાંથી ઘણાં લોકો વર્કફ્રોમ હોમ-ઘરેથી જ કામ કરતો થયો છે. નવી ભરતી અને તાલીમ પૂરી પાડવી તે એક પડકાર હોવા છતાં ટેલેન્ટ અને સર્વિસની જરૂરિયાતો પૂરી પાડવા માટે બિઝનેસ આઉટસોર્સિંગ તરફ વળ્યો છે. કોરોનાનો કેર વિશ્વના ઘણાં દેશોમાં ઓછો થયો છે. પરંતુ કર્મચારીઓ ઓફિસમાં પૂર્ણ સમય માટે કામ કરવા માટે આનાકાની કરી રહ્યા છે. તેનો અર્થ એ થાય છે આઉટસોર્સિંગ સર્વિસીસની માંગ વધતી જશે. ગ્લોબલ આઉટસોર્સિંગ ઉદ્યોગ એક ટ્રિલિયન ડોલરનો હોવાનો અંદાજ છે, તેમાં બેંકીંગ, લીગલ, એકાઉન્ટીંગ, લાઈફ સાયન્સિસ જેવા ક્ષેત્રો આઉટસોર્સિંગ માટે લોકપ્રિય ગણાય છે.
બેન્કિંગ લીગલ, એકાઉન્ટિંગ અને લાઈફ સાયન્સ સહિતના ક્ષેત્રોમાં ગ્લોબલ આઉટસોર્સિંગ 75 લાખ કરોડ રૂપિયાથી વધુનો હોવાનો અંદાજ અને ભારત તેમાંથી મોટો હિસ્સો મેળવવા સક્ષમ
અગ્રણી આઉટસોર્સિંગ સોલ્યુશન્સ પ્રોવાઈડર એનાલિટીટીક્સ સોલ્યુશન્સના ચીફ પિપલ ઓફિસર ફ્રાન્સિસ રેસીઓપ્પી જણાવે છેઃ “અગાઉની તુલનામાં હવે અમેરિકાના અર્થંતંત્રમાં વધુ નોકરીઓનું નિર્માણ થયું છે, પરંતુ ઘણાં ઓછા લોકો નોકરીઓ માટે અરજી કરી રહ્યા છે. કોવિડ-19ના કારણે એવી સ્થિતિ ઉભી થઈ છે કે નોકરીઓમાં પૂરતો પગાર મળતો ના હોય કે સુગમતા ના જણાતી હોય તો લોકો પોતાની નોકરીમાં પાછા ફરવા તૈયાર નથી. બિઝનેસ પોતાના કર્મચારીઓ ઓફિસમાં પરત આવે તેવું ઈચ્છે છે છતાં કર્મચારીઓ ફરી ઓફિસમાં જવા ઉત્સુક નથી. આ એક પડકારજનક સ્થિતિ છે, પણ કંપનીઓ જ્યારે વિવિધ સર્વિસીસ મેળવવા માંગે છે અને લોકોને નોકરીમાં રાખ્યા વગર ઉપાયો દેખાઈ રહ્યા છે, ત્યારે આઉટસોર્સિંગ સાચા અર્થમાં આકર્ષક તક બની ગઈ છે.” શનિવારે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનના ઉપક્રમે “પોસ્ટ પેન્ડેમિકઃ ઓપરચ્યુનિટીઝ ફોર આઉટસોર્સિંગ ફોર યુએસ માર્કેટ” વિષયે વાર્તાલાપમાં મોટી સંખ્યામા સ્ટાર્ટઅપ ઉદ્યોગના પ્રતિનિધિઓ અને વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી.
કૌશલ્ય વિકસાવવા માંગે યુવાનો માટે અદભૂત તક પૂરી પાડી રહેલો આઉટસોર્સિંગ ઉદ્યોગ
અમદાવાદમાં નોંધપાત્ર હાજરી ધરાવનાર એનાલિટિક્સ સોલ્યુશન્સ પોતાના કર્મચારીઓની સંખ્યા 450થી વધારી 700 સુધી પહોંચાડી છે. પોતાના ગ્રાહકોને આઉટસોર્સિંગની સર્વિસીસમાં વૃધ્ધિ કરી છે. આગામી વર્ષોમાં કર્મચારીઓની સંખ્યા વધારીને 1000 સુધી પહોંચાડવાનું કંપનીનુ આયોજન છે. એનાલિટિક્સ સોલ્યુશન્સના સીઈઓ અને સ્થાપક સતીશ પટેલ જણાવે છે કે “ભારતમાં મોટા પ્રમાણમાં યુવા વસતિ હોવાથી તેને ડેમોગ્રાફિક ડિવિડંડનો લાભ મળી રહ્યો છે અને દેખીતી રીતે આઉટસોર્સિંગ ઈન્ડસ્ટ્રી અનોખી લાભદાયી સ્થિતિમાં છે.”
સતીશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે “જે લોકો પોતાનું કૌશલ્ય વિકસાવવા માંગે છે તેમના માટે આઉટસોર્સિંગ ઈન્ડસ્ટ્રી અદ્દભૂત તકો પૂરી પાડે છે. ભારત માટે અંગ્રેજી બોલી શકતો મોટો સમુદાય છે તે પણ એક મોટો એડવાન્ટેજ છે. આઉટ સોર્સિંગને કારણે કંપનીઓને માણસો પાછળ ખર્ચ પણ ઓછો કરવો પડી રહ્યો છે. આજે અમેરિકામાં ખર્ચાઓ સતત વધતા જાય છે અને માંગ-પૂરવઠા વચ્ચેનું અંતર વધતું જાય છે. ઈન્ટરનેટની વધેલી સ્પીડ, માળખાકિય સુવિધાઓ, ડેટા સલામતિ અને કો-વર્કિંગ સ્પેસ એ અન્ય હકારાત્મક પાસાં છે. આ ઉપરાંત આઉટસોર્સિંગ ઉદ્યોગને સરકાર તરફથી ઘણો સહયોગ મળી રહ્યો છે. આ કારણે જ અમે ભારતમાં આવ્યા છીએ. અમને લાગે છે કે હજુ વધુ આઉટસોર્સિંગ કંપનીઓ ભારતમાં આવશે.”
અમેરિકામાં વધુ અભ્યાસ માટે જતાં પહેલાં ભારતમાં ઉછરેલા સતીશ પટેલે જણાવ્યું હતું કે “ઓટોમેશનને કારણે નોકરીઓની તકો ઘટશે તેવી ચિંતા ખોટી પૂરવાર થઈ છે. દુનિયાભરમાં કર્મચારીઓની તંગી છે અને મહામારી પછી આ સ્થિતિ વણસી છે. ઓટોમેશનના કારણે આપણે સ્થિતિને બહેતર બનાવી શકીએ તેમ છીએ.”