આજે બજારમાં પોઝિટિવ મુવમેન્ટ જોવા મળી શકે

સેન્સેક્સ અને નિફ્ટીએ સોમવારે પોઝિટીવ મુવમેન્ટ દર્શાવી હતી. સેન્સેક્સ 235 પોઈન્ટ, નિફ્ટી 85 પોઈન્ટ અને બેન્ક નિફ્ટી 428 પોઈન્ટનો સુધારો દર્શાવ્યો હતો. માર્કેટ બ્રેડ્થ પોઝિટિવ જોવા મળી હતી. નિફ્ટી ફિફ્ટીના 50માંથી 33 સ્ટોક્સમાં પોઝિટીવ મુવેમેન્ટ જોવા મળી હતી. નિફ્ટી 500માંથી 297 સ્ટોક્સ પોઝિટીવ બંધ આવ્યા હતા.
સોમવારે પોઝિટીવ ટ્રેન્ડ દર્શાવનાર શેર્સમાં એનઆઈઆઈટી 12.7 ટકા, જે.એમ. ફાઈનાન્શિયલ 10.4 ટકા, રેલ વિકાસ નિગમ 10.3 ટકા, બેન્ક ઓફ બરોડા 9.6 ટકા, બ્રિટાનિયા 8.8 ટકા વધ્યા હતા. ઘટાડો દર્શાવનારા શેર્સમાં ડિવિઝ લેબોરેટરી 8.9 ટકા, મેરિકો 6.4 ટકા, વેદાન્તા 4.8 ટકા, એલેમ્બિક ફાર્મા 4.3 ટકા, શિપિંગ કોર્પોરેશન 4.3 ટકાનો સમાવેશ થાય છે.
વોલ્યુમમાં વધારો દર્શાવનારા શેર્સમાં બોમ્બે બર્મા ટ્રેડિંગમાં નોર્મલ કરતાં 29 ગણુ, એનઆઈઆઈટીમાં નોર્મલ કરતાં 18.1 ગણું, બ્રિટાનિયામાં 14 ગણુ, સુન્દરમ ક્લેટોનમાં 13.1 ગણુ અને આઈઆરબી ઇન્ફ્રામાં 11.2 ગણુ વોલ્યુમ જોવા મળ્યું હતું.
સોમવારે બાવન અઠવાડિયાની ઊંચી સપાટી દર્શાવનારા શેર્સમાં જીઈ શિપિંગ, યુનિયન બેન્ક, બેન્ક ઓફ ઇન્ડિયા, માસ ફાઈનાશિયલ સર્વિસ અને કલ્પતરુ પાવર મુખ્ય હતા. બાવન અઠવાડિયાની નીચી સપાટી દર્શાવનારા શેર્સમાં વોલ્ટાસ, બંધન બેન્ક, મેડ પ્લસ હેલ્થ સર્વિસ, બિરલા શોપ, ગ્લેક્સો સ્મિથક્લાઈન ફાર્માનો સમાવેશ થાય છે.
એફઆઈઆઈ ડીઆઈઆઈની એક્ટિવિટી પર નજર નાખવામાં આવે તો સોમવારે એફઆઈઆઈએ 1948 કરોડની લેવાલી કરી હતી. ડીઆઈઆઈએ રૂ. 844 કરોડનું રોકડમાં વેચાણ કર્યું હતું.
ડેરીવેટીવ્સમાં ટ્રેન્ડ એનાલિસિસ પર નજર નાખવામાં આવે તો એગ્રેસીવ નવી લોન્ગ પોઝિશન જોવા મળી હોય તેવા શેર્સમાં એપોલો ટાયર, બ્રિટાનિયા, ઇન્ડિયા સિમેન્ટ, એમઆરએફ અને મન્નાપુરમ મુખ્ય હતા. જે શેર્સમાં એગ્રેસિવ નવી શોર્ટ પોઝિશન જોવા મળી તેમાં ડિવિઝ લેબોરેટરી, આદિત્ય બિરલા ફેશન, મેરિકો ક્રોમ્પટન અને સ્ટેટ બેન્ક મુખ્ય હતા.
જે શેર્સમાં એગ્રેસિવ લોન્ગ કવરેજ એટલે કે વોલ્યુમ સાથે લોન્ગ પોઝિશન અનવાઈન્ડિંગ થઈ છે તેમાં એસ્કોર્ટ, સિપ્લા, ટીવીએસ મોટર્સ, લ્યુપિન ફાર્મા અને ડાબર મુખ્ય હતા. તેમ જ કેનેરા બેન્ક, એસબીઆઈ, બેન્ક ઓફ બરોડા, યુપીએલ અને ફેડરલ બેન્કના શેર્સમાં એગ્રેસિવ શોર્ટ કવરિંગ જોવા મળ્યું હતું.
ડાઉજોન્સ અને નાસ્ડેક બંને પોઝિટીવ ઝોનમાં ચાલી રહ્યા છે. સિલ્વરનો ભાવ 21 ડૉલરની આસપાસ અને ગોલ્ડ 1680 ડૉલરની આસપાસ પહોંચ્યું છે. ક્રૂડ ઓઈલના ભાવ 93 ડૉલરની આસપાસ છે. નેચરલ ગેસના ભાવ 7.17 ડૉલરની આસપાસ ચાલી રહ્યા છે. આજે એટલે કે બુધવારના બજારની વાત કરવામાં આવે તો પોઝિટીવ મુવમેન્ટ દર્શાવે તેવા શેર્સમાં જે.એમ. ફાઈનાન્શિયલ રૂ. 77માં ખરીદી શકાય છે. તેમાં 72નો સ્ટોપલોસ રાખીને કામકાજ કરી શકાય છે. તેનો ભાવ સુધરીને રૂ. 90 સુધી જઈ શકે છે. હિન્દુસ્તાન કોપરનો રૂ. 112માં મળતો સ્ટોક રૂ. 105નો સ્ટોપલોસ રાખીને લઈ શકો છો. તેનો ભાવ સુધરીને રૂ. 120 સુધી જઈ શકે છે.
નિલેશ કોટક
ધન વર્ષા ફિનકેપ લિમિટેડ