આજે શેરબજારમાં શુ કરશો?

સેન્સેક્સ અને નિફ્ટીએ બુધવારના રોજ અનુક્રમે 168 પોઈન્ટ અને 31 પોઈન્ટનો ઘટાડો દર્શાવ્યો હતો. બેન્ક નિફ્ટીએ 210 પોઈન્ટનો ઘટાડો દર્શાવ્યો હતો. સમગ્રતયા માર્કેટ બ્રેડ્થની વાત કરીએ તો નિફ્ટી 500ની પોઝિટીવ, જ્યારે નિફ્ટીની માર્કેટ બ્રેડ્થ નેગેટિવ જોવાઈ હતી. બજારમાં બંને તરફ વોલેટાઈલ મુવમેન્ટ જોવા મળી હતી. દિવસ દરમિયાન 3થી 4 વાર બજાર ઉપર નીચે થઈને પછી છેલ્લે નેગેટિવ ઝોનમાં બંધ આવ્યું હતું. સમગ્રતયા સેન્ટિમેન્ટની વાત કરીએ ઊછાળે વેચવાલીનું છે. બજારમાં કોઈપણ ઊછાળા આવ્યા છે તે ટકી રહ્યા નથી. દરેક ઊછાળે બજારમાં વેચવાલી જોવાઈ રહી છે. બજારની મુખ્ય વાત કરીએ તો બુધવારે માર્કેટમાં સ્ક્રિપ સ્પેસિફિક મુવમેન્ટ જોવા મળી રહી છે.
ક્રોમ્પટન ગ્રીવ્સ પાવરમાં 1.38 કરોડ શેર્સ સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેન્કે વેચ્યા હતા. બ્રિટીશ પાઉન્ડ 1985 પછીના સૌથી નીચી સપાટીએ આવી ગયો હતો. યુરોઝોનમાં ફુગાવાનો દર 9 ટકાથી ઉપર આવ્યો છે. કેનેડાએ વ્યાજ દરમાં 0.75 ટકા વધારીને 3.25 ટકા કરી દીધો છે. મંદીની શક્યતા સાથે ક્રૂડમાં નરમાઈ સાથે ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. બ્લોક ડીલમાં સિંગટેલે 1.58 ટકા શેર્સ ભારતી ટેલિકોમને વેચ્યા છે. આ શેર્સ ભારતી ટેલિકોમે બલ્કડીલમાં ખરીદ્યા છે. ફેબ્રુઆરી પછી પહેલીવાર બ્રેન્ટ ક્રૂડ 90 ડૉલરની નીચે આવ્યું છે. આ છેલ્લા સાત મહિનાની નીચામાં નીચી સપાટી છે.
તામિલનાડુ મર્કન્ટાઈલ બેન્કનો પબ્લિક ઇશ્યૂ ગઈકાલે પૂરો થયો. તેમાં 2.86 ગણુ સબસ્ક્રિપ્શન આવ્યું છે. ક્યૂઆઈબી 1.62 ગણો અને નોન રિટેઈલ એટલે કે એચએઆઈનું સબસ્ક્રિપ્શન 2.94 ગણું તથા રિટેઈલમાં 6.48 ગણો સબસ્ક્રાઈબ થયો છે. ઇન્ડિગોમાં ગંગવાલ ફેમિલીએ 2.18 ટકા શેર્સ વેચવાનો નિર્ણય કર્યો છે. રૂ. 1850ના ભાવે એટલે કે ડિસ્કાઉન્ટમાં વેચશે. આઈઆરસીટીસી અને એનબીસીસીએ દિલ્હીના નવરોજી નગરના ટાવર માટે સફળતાથી બિડિંગ કર્યું છે.
હેલ્થકેર સેક્ટરનું કદ વધીને 2025 સુધીમાં 50 બિલિયન ડૉલરનું થશે. ઝી એન્ટરટેઈનની બોર્ડ મિટિંગ 14મી ઓક્ટબરના રોજ મળશે. સોની પિક્ચરની ડીલને આખરી ઓપ અપાશે.
ભારતમાં ફોરેન પોર્ટફોલિયો મેનેજરની ઓગસ્ટ પછી સપ્ટેમ્બરમાં પણ સતત લેવાલી જોવા મળી રહી છે. એફઆઈઆઈએ સાતમી સપ્ટેમ્બરે રૂ. 738 કરોડની લેવાલી કરી હતી. તેની સામે ડીઆઈઆઈએ રૂ. 138 કરોડના માલનું વેચાણ કર્યું હતું.
સાતમી સપ્ટેમ્બરે કન્ટેઈનર કોર્પોરેશનમાં નોર્મલ કરતાં 16 ગણું, ભારતી એરટેલમાં નોર્મલ કરતાં 15 ગણું વોલ્યુમ જોવા મળ્યું હતું. એફએસએલ-ફર્સ્ટ સોર્સમાં 7 ગણુ વોલ્યુમ અને ક્લિન સાયન્સમાં છ ગણુ વોલ્યુમ જોવા મળ્યુ હતું. વોકહાર્ડ્ટ અને આઈડિયામાં પ ગણું વોલ્યુમ અને વક્રાંગીમાં 4.2 ગણુ વોલ્યુમ જોવા મળ્યું હતું. વક્રાંગીમાં 12 ટકા, ઇસ્ટ ઇન્ડિયા હોટલમાં 11 ટકા, વૈભવ ગ્લોબલમાં 10 ટકા, વોકહાર્ડ્ટમાં 9 ટકા, કોન્કોર ઇન્ડિયામાં 8 ટકાનો સુધારો સાતમી સપ્ટેમ્બરે જોવા મળ્યો હતો. આ શેર્સને પણ ધ્યાનમાં રાખી શકાય છે.
જે શેર્સમાં બાવન અઠવાડિયાની નવી ઊંચી સપાટી જોવા મળી તેમાં ઇસ્ટ ઇન્ડિયા હોટલ, કોન્કોર, આદિત્ય બિરલા ફેશન, અંબુજા સિમેન્ટ અને કોલ ઇન્ડિયા મુખ્ય છે. આ શેર્સમાં પણ સોદા કરી શકાય છે.
આઠમી સપ્ટેમ્બરે એટલે કે આજે વેલ્યુ વેઈટેડ એવરેજ પ્રાઈસ પ્રમાણે મઝગાંવ ડોક, ઝી એન્ટરટેઈનમેન્ટ અને વક્રાંગી મુખ્ય છે. જ્યારે બોલિંગર બેન્ડ પ્રમાણે અને ટેકનિકલ એનાલિસિસની દ્રષ્ટિએ ફર્સ્ટ સોર્સ સોલ્યુશન, એનબીસીસી અને ફિનોલેક્સ કેબલમાં સુધારો જોવા મળી શકે છે. સુપરટ્રેન્ડ પોઝિટીવ થયો હોય તેવા શેર્સમાં 86 દિવસમાં શિલ્પા મેડિકેર અને 56 દિવસ બાદ ત્રિવેણી એન્જિનિયરિંગનો ટ્રેન્ડ પોઝિટિવ થયો છે. જે શેર્સમાં ટેકનિકલી સારી મુવમેન્ટ જોવા મળી શકે તેવા શેર્સમાં લુપિન. વીઆઈપી ઇન્ડસ્ટ્રીઝ અને હેમિસ્ફિયર પ્રોપર્ટી મુખ્ય છે. આજે પણ બજારમાં સ્ટોક સ્પેસિફિક મુવમેન્ટ જ જોવા મળી શકે છે. ઇન્વેસ્ટર્સ અને ટ્રેડર્સ તેના પર ફોકસ કરી શકે છે.
નિલેશ કોટક
ધનવર્ષા ફિનકેપ પ્રા.લિ.