આજે શેરબજારમાં શુ કરી શકાય ?

બુધવારે બજારમાં સેન્સેક્સ અને નિફ્ટીએ પોઝિટિવ મુવમેન્ટ બતાવી હતી. સેન્સેક્સ 54 પોઈન્ટ અને નિફ્ટી 27 પોઈન્ટ વધીને બંધ આવ્યા હતા. એફઆઈઆઈએ રૂ. 23 કરોડની લેવાલી કરી છે, જોકે ભારતીય નાણાંકીય સંસ્થાઓએ રૂ. 322 કરોડનું વેચાણ કર્યું છે. ગુરૂવારે ડેરીવેટીવ્સનો છેલ્લો દિવસ હોવાથી ઇન્ડેક્સ ફ્યુચરમાં રૂ. 1329 કરોડની અને સ્ટોક ફ્યુચરમાં રૂ. 2238 કરોડનું વેચાણ પણ કર્યું છે. આજે નિફ્ટીમાં થયેલા વધારા માટે જવાબદાર શેર્સમાં આઈસીઆઈસીઆઈ બેન્ક, ગ્રાસીમ, એલ એન્ડ ટી, પાવર ગ્રીડ કોર્પોરેશન, કોટક મહિન્દ્રા બેન્ક અને ટાટા મોટર્સ અને એચડીએફસી બેન્કના શેર્સનો સમાવેશ થાય છે.
વિશ્વના બજારો રેન્જબાઉન્ડ મુવમેન્ટથી પોઝિટિવ મુવમેન્ટ તરફ આગળ વધી રહ્યા છે. ઓગસ્ટ નિફ્ટી કરતાં સપ્ટેમ્બર નિફ્ટી ફ્યુચર વચ્ચે 90 પોઈન્ટનો તફાવત છે. આમ તે પ્રીમિયમથી ચાલી રહ્યો છે તે બાબત ઘણી જ રસપ્રદ છે. તે દર્શાવે છે કે સપ્ટેમ્બર મહિનામાં બજારમાં ઘણી વોલેટાલિટી જોવા મળી શકે છે. વેલ્યુ વેઈટેડ એવરેજ પ્રાઈસ પ્રમાણે આજે સારુ પરફોર્મન્સ આપનારા શેર્સમાં એબીબી, થર્મેક્સ, સન ટીવી, બીએએસએફ અને ગુજરાત આલ્કલીઝ મુખ્ય છે. ટૂંકા ગાળાની ખરીદી માટે બોલિન્ગર બેન્ડ પ્રમાણે પોઝિટિવ મુવમેન્ટ દેખાડે તેવા શેર્સમાં ઇમામી લિમિટેડ, અજંતા ફાર્મા અને અલ કાર્ગો મુખ્ય છે. આ ત્રણ શેર્સમાં ટૂંકા ગાળામાં સારો સુધારો જોવા મળી શકે છે. આજે પોઝિટિવ સુપર ટ્રેન્ડ દર્શાવનાર સ્ક્રિપમાં અસાહી ઇન્ડિયા અને સિન્જિનનો સમાવેશ થાય છે. સમગ્રતયા સ્ક્રિપ સ્પેસિફિક મુવમેન્ટ જોવા મળી શકે છે.
ગુરૂવારે-આજે એક્સપાયરી હોવાથી ડેરીવેટીવ્સમાં ઊભી થયેલી પોઝિશનને જોતાં એક્સપાયરી 17,700થી 17,800 વચ્ચે આવે તેવી સંભાવના છે. જ્યારે બેન્ક નિફ્ટીમાં 39000થી 39500 વચ્ચે એક્સપાયરી જોવા મળી શકે છે. સમગ્રતયા સેન્ટીમેન્ટની વાત કરવામાં આવે તો નિફ્ટી બુધવારે 17600 પર બંધ આવ્યો છે, તે પોઝિટીવ છે. આગામી બે દિવસોમાં પણ 17600 ઉપર રહેશે તો પોઝિટીવ ટ્રેન્ડ ચાલુ રહેશે. હવે 17,300 તૂટે તો જ ઘટાડાની શક્યતા છે. બજાર 17,900 ઉપર ન આવે ત્યાં સુધી બજારમાં મોટો પોઝિટીવ ટ્રેન્ડ ન જોવા મળે તેવી સંભાવના છે. આમ બજાર 17,300થી 17850ની રેન્જમાં અથડાતું રહે તેવી સંભાવના છે. જે તરફ બ્રેકઆઉટ આવે તે તરફ આગામી દિવસોમાં મોટી મુવમેન્ટ જોવા મળી શકે છે.
નિલેશ કોટક