આજે સ્ટોકમાર્કેટમાં શું કરશો?

મંગળવારે સેન્સેક્સ અને નિફ્ટીએ પોઝિટીવ મુવમેન્ટ દેખાડી હતી. સેન્સેક્સમાં 257 અને નિફ્ટીમાં 87 પોઈન્ટનો સુધારો જોવા મળ્યો હતો. વિવિધ ઇન્ડેક્સની વાત કરીએ તો નિફ્ટી બેન્ક ઇન્ડેક્સમાં 400 પોઈન્ટ, મિડકેપમાં 355 પોઈન્ટ અને સ્મોલ કેપમાં 106 પોઈન્ટનો વધારો જોવા મળ્યો હતો. વોલેટાલિટી ઇન્ડેક્સ 19.5 પર બંધ આવ્યો હતો. બજારમાં મંગળવારે માર્કેટ બ્રેડ્થ પોઝિટીવ જોવા મળી હતી. બજારમાં ત્રણથી ચાર વાર વધઘટ થયા બાદ છેલ્લે પોઝિટિવ મોડ પર બંધ રહ્યું હતું. બીજીતરફ વૈશ્વિક બજારોમાં નેગેટિવ મુવમેન્ટ જોવા મળી રહી છે. ડૉલર ઇન્ડેક્સ છેલ્લા 20 વર્ષના હાઈ લેવલ પર આવ્યો છે.
અમેરિકામાં 2020 પછી નવા રહેઠાણોના વેચાણના આંકડાં નીચામાં નીચા સ્તરે આવ્યા છે. જ અમેરિકાની ફેડરલ રિઝર્વ બેન્કના ચેરમેન જેક્શન હૉલની આજે-બુધવારે સ્પીચ આપવાના છે. આ સ્પીચમાં વ્યાજદરમાં વધારો થશે કે નહિ તેનો નિર્દેશ મળશે. જોકે ઇઝરાયલમાં વ્યાજદરમાં 0.75 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. એક વર્ષ પૂર્વે ઇઝરાયલમાં વ્યાજદર શૂન્ય ટકાએ હતો, જે આજે વધારીને 3 ટકા સુધી લઈ જવામાં આવ્યો છે. વિવિધ દેશો ફુગાવાને નિયંત્રણમાં લેવા વ્યાજદરમાં વધારો કરી રહ્યા છે. બીજીતરફ યુરોપના દેશોમાં મંદીની મોટી અસર જોવા મળે તેવી શક્યતા છે.
આજે ભારતીય બજારોમાં સ્ટોક સ્પેસિફિક મુવમેન્ટ જોવા મળશે. જોકે રૂપિયામાં નબળાઈ જોવા મળી રહી છે. એફઆઈઆઈએ મંગળવારે ફરીથી રોકડમાં રૂ. 563 કરોડની લેવાલી કરી છે. પરંતુ ડીઆઈઆઈએ વેચવાલ છે. બુધવારે સ્ક્રિપ સ્પેસિફિક મુવમેન્ટ દેખાશે. કે.આર.બી.એલ.ના શેર આ કેટગરીમાં આવતો એક શેર છે. તેનો ભાવ નવી રૂ. 302ની ઊંચી સપાટીએ આવ્યો છે. તેમાં સૌથી વધુ પોઝિટિવ મુવમેન્ટ જોવા મળી શકે છે. બીજો શેર કલ્યાણ જ્વેલર્સનો છે. તેનો ભાવ રૂ. 77ની આસપાસનો છે. તેમાં પણ પોઝિટીવ મુવમેન્ટ જોવા મળી શકે છે. ઇન્ડિયા સિમેન્ટમાં ઘણાં લાંબા સમયથી એક્યુમ્યુલેશન જોવા મળી રહ્યું છે.
હવે બ્રેકઆઉટ આવવાની શક્યતા જણાઈ રહી છે. આ શેર્સ રૂ. 200થી 205ની રેન્જમાં ખરીદી શકાય છે. ગોદરેજ એગ્રોએ ઘણાં લાંબા સમય બાદ સારો બ્રેકઆઉટ આપ્યો છે. આ શેર્સ પણ રૂ. 515થી 525ની રેન્જમાં ખરીદી શકાય છે. ક્રિસિલમાં પણ 45 દિવસ પછી મેજર અપટ્રેન્ડ શરૂ થયો છે. તેમાં રૂ. 3400થી 3450ની રેન્જમાં લેવાલી કરી શકાય છે. આજે સેન્સેક્સ 58800થી 59400ની રેન્જમાં અને નિફ્ટી 17475થી 17700 વચ્ચે મુવમેન્ટ જોવા મળી શકે છે.
નિલેશ કોટક
ધનવર્ષા ફિનકેપ પ્રાઇવેટ લિમિટેડ