• 9 October, 2025 - 5:54 AM

ટ્રસ્ટોને આપવામાં આવતી રકમ પર 30 ટકા ઇન્કમટેક્સ વસૂલવાની જોગવાઈ સામે સંસદમાં સખત વિરોધ

  • દાન પેટીમાં પૈસા નાખી જતાં નનામા દાતાઓની ઓળખ આપવી શક્ય જ ન હોવાની દલીલ કરી
     
  • ટ્રસ્ટોને શૈક્ષણિક સંસ્થા, યુનિવર્સિટી, હોસ્પિટલ કે પછી તબીબી સંસ્થાની સ્થાપના કરવા આપવામાં આવતા દાનને વેરા માફીનો લાભ આપશે
     
  • રિટર્ન ફાઈલ કરવાની અંતિમ તારીખ કરદાતા ચૂકી જાય તો પણ રિફંડની રકમ પર દંડ ન વસૂલવો જોઈએ
     
  • સંસદમાં 21મી જુલાઈએ રજૂ કરવામાં આવેલા નવા સુધારેલા ઇન્કમટેક્સ બિલ 2025માં કરવામાં આવેલી જોગવાઈ સામે સંસદમાં સખત વિરોધ નોંધાવવામાં આવ્યો
ree

 

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,મંગળવાર

 

ઇન્કમટેક્સ એક્ટ 1961ના વિકલ્પ તરીકે જુલાઈની 21મીએ સંસદમાં રજૂ કરવામાં આવેલા નવા આવકવેરા બિલ-2025માં આવકવેરાનું રિટર્ન ફાઈલ કરનારાઓ રિટર્ન ફાઈલ કરવાની અંતિમ તારીખ પછી ફાઈલ કરે તો પણ તેમને કોઈપણ જાતના દંડ વિના ટીડીએસનું રિફંડ આપવું જોઈએ. તેની સાથેસાથે જ પોતાનું નામ આપ્યા વિના કરદાતા દ્વારા ધાર્મિક ટ્રસ્ટો કે પછી સમાજહિતના અને સખાવતના કાર્ય કરતાં ટ્રસ્ટોને આપવામાં આવતા દાનની રકમ પર વેરો વસૂલવો ન જોઈએ તેવી રજૂઆત પણ સંસદીય સમિતિ તરફથી કરવામાં આવી છે. તેના પર વેરો વસૂલવાને કારણે જાહેર સેવાના કામ કરતાં નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઈઝેશનના કામકાજ પર અવળી અસર પડી રહી છે.

 
 

દાનપેટીમાં નાની મોટી રકમ નાખી જનારા દાતાઓના નામ પણ મળતા ન હોવાથી દાતાની ઓળખ આપવી શક્ય જ હોતી નથી.  1961ના ઇન્કમટેક્સ એક્ટની કલમ 115 BBCમાં કરવામાં આવેલી જોગવાઈ મુજબ સંપૂર્ણ ધાર્મિક કે ધાર્મિક સાથે સમાજના લોકોના હિતના કામ કરતાં  ટ્રસ્ટોને દાનની રકમ પર વેરાના લાભ આપવામાં આવી રહ્યા છે. પરંતુ આવકવેરાના નવા ખરડામાં મૂકવામાં આવેલી કલમ 337માં કરવામાં આવેલી જોગવાઈ મુજબ રજિસ્ટ્રેશન ધરાવતા તમામ નોન પ્રોફિટ ઓર્ગેનાઈઝેશનને મળતા નનામા દાનની રકમ પર સીધો 30 ટકા વેરો વસૂલવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.

 

તેમાંથી માત્ર ધાર્મિક ટ્રસ્ટોને જ મુક્તિ આપવામાં આવી છે. આ જ રીતે ધાર્મિક કાર્ય કરતાં કે પછી સમાજ હિતના કાર્ય કરતાં ટ્રસ્ટોને એક અલગ કેટેગરીમાં મૂકીને તેમને વેરા માફીના લાભ આપવા જોઈએ. તેમની આવક પર નહિ, પરંતુ તે ખર્ચ કરે તે પછી બચતી રકમ પર જ આવકવેરો વસૂલવો જોઈએ. ખર્ચને બાદ કરીને વાસ્તવમાં થતી આવક પર જ વેરો વસૂલવો એ આવકવેરાનો પાયાનો સિદ્ધાંત છે. આ સંજોગોમાં દાનમાં મળતી સંપૂર્ણ રકમ પર 30 ટકાના દરે વેરો વસૂલવો એ પાયાના સિદ્ધાંતના ભંગ સમાન છે.

 
 

ધાર્મિક ટ્રસ્ટો અને સખાવતી ટ્રસ્ટોને મળતી નનામી દાનની રકમ ઘણી મૂંઝવણ પ્રવર્તતી હોવાનું જોવા મળે છે. તેઓ ધાર્મિક કામ પણ કરતાં હોવાનું અને સામાજિક સેવા પણ રતાં હોવાનું જોવા મળે છે. આ સ્થિતિમાં માત્ર ધાર્મિક ટ્રસ્ટોને વેરા માફી આપવી તે ઉચિત નથી. આ ટ્રસ્ટોને શૈક્ષણિક સંસ્થા ચલાવવા માટે, યુનિવર્સિટી માટે, હોસ્પિટલ માટે અથવા તો તબીબી સંસ્થાની સ્થાપના કરવા માટે આપવામાં આવતા દાનને વેરા માફીનો લાભ આપવાનું નવા ખરડામાં નિશ્ચિત કરવામાં આવ્યું છે.  

 
 

નાના કરદાતાઓ સંજોગોવશાત વિલંબથી તેમનું આવકવેરાનું રિટર્ન ફાઈલ કરે તો તેવા સંજોગોમાં પણ તેમને રિફંડ મળવામાં સરળતા રહેવી જોઈએ. તેથી 1961ના આવકવેરા ધારાની કલમ 115 બીબીસીમાં આપવામાં આવેલી સમજૂતીથી વિપરીત જતી જોગવાઈઓને નવા ખરડાની કલમમાંથી દૂર કરવી જોઈએ. નવા સુધારેલા કાયદામાં પણ જૂના કાયદાની માફક સરળ જોગવાઈ રાખવી જોઈએ.

Read Previous

ખેતી બૅન્કના ૫૦,૦૦૦ બાકીદારો માટે OTS જાહેર

Read Next

વણવપરાયેલા ભંડોળ અંગેના સેબીના નવા નિયમના અમલથી અનિયમિતતાઓ બહાર આવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular