• 9 October, 2025 - 6:03 AM

પેટ્રોનેટલ એલએનજી, એબીબી અને મધરસનમાં સુધારો જોવા મળી શકે

ree

 

ગુરૂવારે સેન્સેક્સ 419 પોઈન્ટ અને નિફ્ટીએ 128 પોઈન્ટનો તથા બેન્ક નિફ્ટીએ 179 પોઈન્ટનો ઘટાડો દર્શાવ્યો હતો. ગુરૂવારે માર્કેટ બ્રેડ્થ નેગેટીવ રહી હતી. બંને સૂચકાંકો અનુક્રમે સેન્સેક્સ 61000 અને નિફ્ટી 18000ના લેવલની નીચે બંધ આપ્યો હતો. બીજીતરફ વૈશ્વિક બજારમાં અમેરિકામાં ઇન્ફ્લેશનના ડેટા ધારણા કરતાં નીચા આવતા અમેરિકાના બજારમાં મોટો સુધારો જોવા મળ્યો હતો. ડાઉજોન્સ ઇન્ડેક્સ 1201 પોઈન્ટ ઊછળ્યો હતો. એક જ દિવસમાં આવેલા આખા વર્ષનો આ મોટામાં મોટો સુધારો હતો. નાસ્ડેક 760 પોઈન્ટ અને સ્ટાન્ડર્ડ એન્ડ પુઅરમાં 207 પોઈન્ટનો સુધારો જોવા મળ્યો હતો. તેને પરિણામે ભારતીય નિફ્ટીએ 18400ની સપાટીને પાર કરી દીધી હતી. તેથી શુક્રવારે ભારતીય બજાર ગેપ અપથી ખૂલે તેવી ધારણા છે. આ ટ્રેન્ડ ચાલુ રહે તો આગામી અઠવાડિયામાં ભારતીય બજારમાં નવો ઓલટાઈમ હાઈ જોવા મળી શકે છે.

 

ગુરૂવારે પોઝિટીવ ટ્રેન્ડ દર્શાવનારા શેર્સમાં ગુજરાત પિપાવાવ 7.4 ટકા, નાયકા એક્સ બોનસ બાદ 6.5 ટકા, મેસકો 5.9 ટકા, ગોદરેજ પ્રોપર્ટીઝ 5.6 ટકા અને ઇસન ઇન્ડિયા 5.1 ટકાનો સમાવેશ થાય છે. બીજીતરફ ઓરબિન્દો ફાર્મા 11.8 ટકા, ડ્રીમલેસ સર્વિસ 12.4 ટકા, ક્વેસ્ટ કોર્પોરેશન 9.9 ટકા, દીપક નાઈટ્રાઈટ 9.6 ટકા અને રામપુર સિમેન્ટ 8.1 ટકા ઘટ્યા હતા.

 

ઊંચુ વોલ્યમ બતાવનારા શેર્સમાં જનરલ ઇન્સ્યોરન્સમાં 16.2 ગણું, ડીમલેસ સર્વિસમાં 18.5 ગણું, નાયકામાં 27. 5 ગણું, ગુજરાત પિપાવાવમાં 14.8 ગણુ અને મેસકોમાં 14.2 ગણુ વોલ્યુમ જોવા મળ્યું હતું. ડ્રીમલેસને બાદ કરતાં બધાં જ શેર્સના ભાવમાં સુધારો જોવા મળ્યો હતો. ગુરૂવારે વર્ષના નવા ઊંચા ભાવ બનાવનારા શેર્સમાં યુનિયન બેન્ક, નારાયણી હૃદયાલય, સોલાર ઇન્ડસ્ટ્રીઝ, ફેડરલ બેન્ક અને યુનિયન બેન્કનો સમાવેશ થાય છે. બહુધા પીએસયુ બેન્કો હાલમાં સારો એવો સુધારો દર્શાવી રહી છે. પીએસયુ બેન્કના સારા પરિણામો આવતા તેના શેર્સના ભાવમાં સુધારો જોવા મળી રહ્યો છે.

 

વર્ષના નવા નીચા ભાવે પહોંચેલા શેર્સમાં ડ્રીમલેસ સર્વિસ, ઓરોબિન્દો ફાર્મા, ક્વેસ્ટ કોર્પોરેશન, સુદર્શન કેમિકલ અને ગ્લેન્ડ ફાર્માનો સમાવેશ થાય છે. શુક્રવારે જે શેર્સમાં પોઝિટીવ ટ્રેન્ડ જોવા મળે તેમાં પેટ્રોનેટ એલએનજી સારા વોલ્યુમ સાથે સારુ પરફોર્મ કરી આગળ વધી રહ્યો છે. એબીબીમાં પણ વોલ્યુમના વધારા સાથે પોઝિટિવ મુવમેન્ટ જોવા મળી રહી છે. મધરસનમાં પણ વોલ્યુમ અને ડિલીવરી સાથે સુધારો જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં આ ત્રણેય શેર્સમાં સારી મુવમેન્ટ જોવા મળી શકે છે.

 

નવો ઘટાડો થવાની શક્યતા ધરાવતા શેર્સમાં ઓરબિન્દો ફાર્મા, રામપુર સિમેન્ટ અને દીપક નાઈટ્રાઈટ, હિરામલ એન્ટર પ્રાઈસ અને જીએનએફસીનો સમાવેશ થાય છે. શોર્ટ ટર્મમાં પોઝિટીવ મુવમેન્ટ આવવાની શક્યતા ધરાવતા શેર્સમાં ઓએનજીસી, એસ્કોર્ટ, મહાનગર ગેસ, કોટક બેન્ક અને હિન્દુસ્તાન લીવર મુખ્ય છે.

 

આગામી દિવસોમાં વેચવાલીનું પ્રેશર જોવા મળે તેવા શેર્સમાં ક્યુમિન્સ ઇન્ડિયા, શ્રીરામ ફાયનાન્સ, ઓબેરોય રિયલ્ટી અને રત્નાકર બેન્ક મુખ્ય છે. બજારનું સેન્ટીમેન્ટ વૈશ્વિક બજારને કારણે પોઝિટીવ થઈ રહ્યું છે. તેની સાથે જ ડૉલર સામે ભારતીય રૂપિયો મજબૂત ખૂલે તેવી શક્યતા છે. ડૉલર સામે રૂપિયો 80.75ની આસપાસ ખૂલે તેવી ધારણા છે. ડૉલર ઇન્ડેક્સ 108.38ની આસપાસ આવ્યો છે. આ સપાટીથી ડૉલર નરમાઈ દેખાડે તેવી સંભાવના જણાઈ રહી છે.

 

છેલ્લા છ મહિનામાં સારુ રિટર્ન આપનાર ગોલ્ડ 1750 ડૉલર પર બંધ આવ્યું છે. ચાંદી 21.5 ડૉલર પર બંધ આવી છે. વ્યાજદરમાં હજી વધારો ન થાય અને ખમૈયા કરવામાં આવે તો સોના અને ચાંદીમાં સુધારો જોવા મળી શકે છે. કારણ કે અમેરિકામાં ઇન્ફ્લેશન ઘટ્યું છે. જોકે વૈશ્વિક લેવલે સ્લો ડાઉનનો પ્રભાવ જોવા મળી શકે છે. જીડીપીના ગ્રોથમાં ઘટાડો આવ્યો હોવાથી સોના ચાંદીમાં ઓલ્ટરનેટીવ ઇન્વેસ્ટમેન્ટ તરીકે રોકાણ આવે તેવી સંભાવના છે.

 

નિલેશ કોટક

ધનવર્ષા ફિનકેપ પ્રા.લિ.

Read Previous

રોકાણકાર માટે લોટરી: ₹10થી શરૂ થયેલો સ્ટોક 1.5 કરોડની કિંમત પર પહોંચ્યો!

Read Next

કોરોનાને કારણે કોસ્ટ કટિંગ કરવાની કોર્પોરેટ્સની કવાયતઃ સ્ટીલ ઈન્ડસ્ટ્રીમાં નાના સપ્લાયર્સનો મરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular