બજેટ 2022: પોસ્ટ ઑફિસમાં પણ હવે નેટબેન્કિંગની સુવિધા મળશે
પોસ્ટ ઑફિસમાંથી પૈસા બીજી બેન્કમાં ઓનલાઈન ટ્રાન્સફર કરી શકાશે

નાણાંમંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2022માં દેશની તમામ પોસ્ટ ઑફિસોને કોર બેન્કિંગ સેવા સાથે જોડવાનો નિર્ણય જાહેર કર્યો હતો. આ પગલે પોસ્ટ ઑફિસના ખાતા ધારકો તેમના એકાઉન્ટમાંથી બેન્ક એકાઉન્ટમાં ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરી શકશે. દેશની 1.5 લાખ પોસ્ટ ઑફિસમાં કોર બેન્કિંગ લાગુ પડાતા હવે પોસ્ટમાં ખાતુ ધરાવનારા લોકો નેટ બેન્કિંગ, મોબાઈલ બેન્કિંગ, ATM જેવી આધુનિક સુવિધા પણ મળી શકશે. ખાસ કરીને સિનિયર સિટિઝન અને ખેડૂતો માટે આ સુવિધા ખૂબ જ ફાયદાકારક પુરવાર થશે. ભારત જ્યારે ડિજિટલ ઈકોનોમી તરફ આગળ વધી રહ્યો છે ત્યારે સરકારનું આ પગલું ગામડેગામમાં ઓનલાઈન બેન્કિંગને પહોંચાડવામાં મદદરૂપ બનશે.