મેટ્રોપોલીસ હેલ્થ કેરમાં રોકાણ કરીને લાભ લણી શકશો
મેટ્રોપોલીસ હેલ્થકેરના શેર્સમાં સ્ટોકમાર્કેટ ઇન્વેસ્ટર્સ આજે રોકાણ કરીને કમાણી કરી શકે તેમ શેરબજારના નિષ્ણાતોનું માનવું છે. મેટ્રોપોલીસ હેલ્થકેરના શેર્સનો વર્તમાન બજાર ભાવ રૂ. 1859.40ની આસપાસનો છે.

તેમાં પાંચથી છ ટકા સુધીનો સુધારો જોવા મળી શકે છે. રૂ. 1750નો સ્ટોપલૉસ રાખીને વેપાર કરી શકાય છે. શેર્સનો ભાવ વધીને રૂ. 1980ના મથાળાને વળોટી જઈ શકે છે. મેટ્રોપોલીસ હેલ્સકેર લિમિટેના ટેકનિકલ એનાલિસિસ મુજબ દૈનિક ચાર્ટ પર એક સિમેટ્રિક ટ્રાયએન્ગલ પેટર્ન રચાતા નીકળી રહેલા તારણ મુજબ શેર્સના ભાવમાં તેજીનો વક્કર જોવા મળી રહ્યો છે. છેલ્લા થોડા સમયની તેની ચાર્ટની પેટર્ન જોતાં શેર્સમાં તેજીનો તોખાર હણહણી રહ્યો હોવાનું જણાઈ રહ્યું છે. શેર્સનું વોલ્યુમ વધે તો બ્રેકઆઉટ આવી શકે છે. એમ stockart.co.in વિશ્લેષણમાં જણાવવામાં આવ્યું છે.
આઈઆઈએફએલ પણ રોકાણકારોને માટે લાભદાયી ઇન્વેસ્ટમેન્ટ બની રહે તેવી સંભાવના છે. અંદાજે રૂ. 490ની આસપાસના ભાવે આઈઆઈએફએલનો શેર ખરીદી શકાય છે. તેના ભાવમાં પાંચથી સાત ટકાનો વધારો જોવા મળી શકે છે. ટાર્ગેટ ભાવ રૂ. 525નો જણાઈ રહ્યો છે. રૂ. 468નો સ્ટોપલોસ રાખીને કામકાજ કરી શકાય છે. વિશ્લેષણ: IIFL Finance ની ટેકનિકલ સ્થિતિ મજબૂત છે. બ્રેકઆઉટનાં પોઇન્ટથી પોઝિટીવ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. શેરમાં વોલ્યુમ વધે તો ભાવમાં સુધારો જોવા મળી શકે છે.
એયુ સ્મોલ ફાઈનાન્સ બેન્કનો શેર રૂ.635ના ભાવે ખરીદીને રૂ. 610નો સ્ટોપલોસ રાખીને ટાર્ગેટ ભાવ રૂ. 665ના મથાળાને આંબી જાય ત્યાં સુધી જાળવી રાખવાનું આયોજન કરી શકાય છે. નિષ્ણાતોના મતાનુસાર એયુ ફાઈનાન્સ બેન્કના શેરના ભાવમાં ગમે ત્યારે ઊછાળો આવી શકે છે, કારણ કે ટેકનિકલ ચાર્ટ મુજબ તે બ્રેકઆઉટની સપાટીએ છે. આગામી દિવસોમાં પાંચેક ટકાનું વળતર મળી શકે છે.