રૂપિયાનો વરસાદ શરૂ! આ શેર પોર્ટફોલિયોમાં ઉમેર્યો હોય તો ખુશખબરી માટે તૈયાર રહો
ડિક્સન ટેકનોલોજી: ભારતની મેન્યુફેક્ચરિંગ ક્રાંતિનો સુપરસ્ટાર બની ઊભરી રહી છે
શેરે આપ્યું ધમાકેદાર વળતર,
હવે ટાર્ગેટ 18,946 રૂપિયાનું!

ભારતની ટોપ ઈલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ કંપની ડિક્સન ટેકનોલોજી એકવાર ફરીથી ચર્ચામાં છે. રોકાણકારોની નજર તેના પર ટકેલી છે, કારણ કે બ્રોકરેજ ફર્મ B&K સિક્યોરિટીઝે તેને ખરીદવાની સલાહ આપી છે અને 18,946 રૂપિયાનો ટાર્ગેટ નક્કી કર્યો છે. એટલે કે, વર્તમાન કિંમતથી શેરમાં 25 ટકાનો ઉછાળો આવી શકે છે. બ્રોકરેજનું કહેવું છે કે, ડિક્સન ભારતની મેન્યુફેક્ચરિંગ ક્રાંતિનો સુપરસ્ટાર છે અને તેને ગ્લોબલ આઉટસોર્સિંગથી સૌથી વધારે ફાયદો મળી શકે છે.
B&Kનો અંદાજ છે કે, 2025થી 2027 સુધી ડિક્સનની કમાણી 42 ટકા અને નફો 69 ટકાની શાનદાર તેજીથી વધશે. તેનું કારણ છે કે, કંપનીનો મોબાઈલ, IT હાર્ડવેર, ઈન્ડસ્ટ્રિયલ EMS અને ઈલેક્ટ્રિક વાહન જેવા સેગમેન્ટમાં ઝડપથી વધતો દબદબો. સાથે જ, કંપની તેના પ્રોડક્શનને સ્માર્ટ કરી રહી છે, એક્સપોર્ટ વધારી રહી છે અને ODM (ઓરિજનલ ડિઝાઈન મેન્યુફેક્ચરિંગ) મોડલ પર ફોકસ કરીને નવી ઊંચાઈઓ સ્પર્શી રહી છે.
કંપનીનું રિટર્ન અને વેલ્યૂએશન
બ્રોકરેજનું કહેવું છે કે, 2027 સુધી ડિક્સનનું રિટર્ન ઓન કેપિટલ 30 ટકાની આસપાસ રહેશે, જે બહુ જ શાનદાર છે. મોટું માર્કેટ, સરકારની PLI સ્કીમ અને મેક ઈન ઈન્ડિયા જેવા સપોર્ટ અને કંપનીનું મજબૂત પરફોર્મેન્સ રોકાણકારોને આકર્ષે છે.
શેરોની સ્થિતિ અને પરફોર્મેન્સ
સોમવારે, ડિક્સનનો શેર BSE પર 1.39% વધીને રૂ. 15,410 પર બંધ થયો હતો. કંપનીનું માર્કેટ કેપ રૂ. 93,199 કરોડ પર પહોંચી ગયું છે. ગયા વર્ષે જુલાઈના સૌથી નીચા (રૂ. 10,613) સ્તરેથી આ શેર 45% વધ્યો છે. તે બે વર્ષમાં 263% અને ત્રણ વર્ષમાં 315% વળતર આપીને મલ્ટિબેગર સ્ટોક બની ગયો છે.
ટેકનિકલ દ્રષ્ટિકોણ
આ શેરનો RSI 57.1 છે, જેનો અર્થ એ કે તે ખૂબ ઊંચો કે ખૂબ નીચો નથી. ઉપરાંત, તે 5,10,15,20,30,50,100 અને 150 દિવસની મૂવિંગ એવરેજથી ઉપર ટ્રેડ થઈ રહ્યો છે, જે દર્શાવે છે કે શેર હાલમાં મજબૂત ટ્રેન્ડમાં છે.
ગત ક્વાર્ટરનો ધમાકો
Q4 FY24માં ડિક્સને કમાલ કરી બતાવ્યું છે. નફો 322 ટકા વધીને 401 કરોડ રૂપિયા થઈ ગયો છે, જેમાં 250.4 કરોડની એક વખતની ખાસ આવક પણ સામેલ હતી. કમાણી પણ 121 ટકા વધીને 10,292.5 કરોડ રૂપિયા રહી, જ્યારે ગત વર્ષે તે 4,658 કરોડ રૂપિયા હતી.
શું કરે છે કંપની?
ડિક્સન ભારતની સૌથી મોટી કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ કંપની છે, જે મોબાઇલ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને લાઇટિંગ પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરે છે. સરકારની મેક ઇન ઇન્ડિયા અને પીએલઆઈ યોજનાઓએ તેને વધુ ઊંચાઈએ પહોંચાડી છે.