શેરબજારમાં ગુજરાતના સરકારી સાહસોનો ધમાકેદાર દેખાવ: સેન્સેક્સ-નિફ્ટીને પણ આપી ટક્કર
શેરબજારમાં ગુજરાત સરકારની કંપનીઓએ બધાને ચોંકાવ્યા
સેન્સેક્સ-નિફ્ટી સામે ગુજરાતની કંપનીઓનું દોઢ ગણું પ્રદર્શન

વર્ષ 2025-26ના પહેલી ત્રિમાસિકગાળામાં, એટલે કે માર્ચથી જૂન વચ્ચે, ગુજરાત સરકારની માલિકીની કંપનીઓએ શેરબજારમાં મજબૂત કામગીરી કરી છે. આ કંપનીઓએ દેશમાં મુખ્ય શેરબજાર સૂચકાંકો – સેન્સેક્સ અને નિફ્ટી કરતાં પણ વધુ મજબૂત વૃદ્ધિ દર્શાવી છે.
વડાપ્રધાન મોદીના વિઝનથી ગુજરાત બનેલ છે ‘ગ્રોથ એન્જિન’
ગુજરાતમાં વિકાસની આ સફર નવી નથી. જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે તેમણે જે દિશા દર્શાવી હતી તે આજેય ચાલુ છે. હાલના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં પણ રાજ્ય ઉદ્યોગ અને આર્થિક વિકાસમાં આગળ વધતું રહી છે.
સેન્સેક્સ-નિફ્ટી એક તરફ, ગુજરાતની કંપનીઓ બીજી તરફ!
જ્યારે BSE સેન્સેક્સમાં 8% અને નિફ્ટીમાં 8.49% નો વધારો થયો, ત્યારે ગુજરાતની કેટલીક સરકારી કંપનીઓએ તો દોઢ-દોઢ ગણો ઉછાળો કર્યો:

ટોચના ઉદાહરણો:
GMDC (ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન): 55% વધારો! ₹265 થી સીધો ₹411
GIPCL (ઈન્ડસ્ટ્રિયલ પાવર કંપની): 21%નો ઉછાળો
GSFC (ગુજરાત ફર્ટિલાઈઝર): 15% વૃદ્ધિ
ગુજરાત ગેસ: 14%નો વધારો
GSPL અને GNFC: 12% થી 11% સુધીનો ઊછાળો
સફળતાની પાછળ રહેલું કારણ?
આ સફળતા કોઈ જાદુ નથી. ગુજરાતની આ કંપનીઓનું મજબૂત મેનેજમેન્ટ, લાંબાગાળાની દ્રષ્ટિ અને માર્કેટની સમજદારી તેમને સ્પર્ધાત્મક દુનિયામાં પણ આગળ રાખે છે.
શેરમાં રોકાણ કરશો તો ગુજરાતની કંપનીઓને પણ નજરમાં રાખો!
ગુજરાત સરકારના સાહસોએ સેન્સેક્સ અને નિફ્ટી કરતાં શ્રેષ્ઠ દેખાવ કર્યો …..એ હેડલાઇન પાછળના આંકડા, વીજં અને કામગીરી જોઈને એટલું નક્કી કહી શકાય કે ગુજરાતની સરકારી કંપનીઓ આજની મૂડીબજારની રમતમાં એક મજબૂત પાત્ર બની રહી છે.