શું ભારતના શેરબજારનો પરપોટો 2026માં ફૂટી જશે કે પછી શેરબજાર નવી ઊંચાઈને આંબી જાય તેવી સંભાવના

2026ના વર્ષમાં દરેક સેક્ટરમાં નહિ, પરંતુ કેટલાક સેક્ટરમાં મંદીનો પ્રભાવ વધી જવાની સંભાવના હોવાનો નિષ્ણાતોને મત
26મી ડિસેમ્બરે સેન્સેક 367 પોઈન્ટની આસપાસ તૂટીને 85041 પોઈન્ટની સપાટીએ બંધ આવ્યો હતો. પરિણામે 2026નું વર્ષ શેરબજારના રોકાણકારોને માટે ખરેખર લાભદાયી રહેશે કે નુકસાનકારક તે અંગે તર્કવિતર્કો થઈ રહ્યા છે. ભારતના શેરબજાર બજારની વર્તમાન સ્થિતિ તેનો પરપોટો ફૂટી જશે કે બજાર નવી ઊંચાઈને આંબતું શેરબજાર પરપોટાની માફક ફૂટી જશે કે કેમ તે એક સવાલ ચર્ચાનો વિષય બન્યો છે. 2026નું વર્ષ રોકાણકારો માટે નવી તક લાવશે કે પછી રોકાણકારોને ખોટની ખાઈમાં ઉતારી દેશે તેવો સવાલ ઊભો થઈ રહ્યો છે.
જોકે ભારતીય શેરબજારે 2025ના છેલ્લાં અઠવાડિયામાં સુધારા તરફી ચાલ જ બતાવી છે. નિફ્ટી મહત્વના 26,000ના સ્તર ઉપર ટકી રહ્યો છે. અલબત થોડા અઠવાડિયા પહેલાં, એક્વિટાસ ઇન્વેસ્ટમેન્ટ કન્સલ્ટન્સીના MD અને ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર સિદ્ધાર્થ ભૈયાએ ચેતવણી આપી હતી કે “અમે એક ખૂબ જ મોટા બબલમાં છીએ.” તેમના આ નિવેદને બજારના ખેલાડીઓની ઊંઘ હરામ કરી દીધી છે.
નિષ્ણાતો શું કહે છે
આખું શેરબજારનો પરપોટો ફૂટી જશે તેમ જણાતું નથી. હા, કેટલાક સેક્ટરમાં મંદીનો પ્રભાવ વધી જવાની સંભાવનાને નકારી શકાતી નથી. એમ. કે. ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સના ડિરેક્ટર અને CIO મનિષ સોન્થાલિયાનું કહેવું છે કે આખું બજાર પરપોટાની માફક ફૂટી જશે તેમ કહેવું ઉચિત નથી. હા, કેટલાક સેક્ટર અને શેર્સ ચોક્કસ મોંઘા છે. અલબત્ત ઇન્વેસ્ટર્સ ભારતનું બજાર ‘ઓવરવેઇટ’ હોવાનું માને છે. તેની સાથે જ એમ પણ માને છે કે મજબૂત GDP વૃદ્ધિ, કમાણીમાં સુધારો, નીચા વ્યાજ દર અને યોગ્ય વેલ્યુએશન ભારતીય બજારને આગળ ધપાવશે.
2026માં ડબલ ડિજિટ રિટર્ન્સ શક્ય
છતાં 2026માં તગડું વળતર છૂટી જશે તેમ માનનારાઓ થાપ ખાઈ જાય તેવી સંભાવના છે દસ ટકાથી વધુ વળતર મળવાની સંભાવના બહુ જ સીમિત છે. બહુ જ જાણીતા ફંડ મેનેજર સંદીપ સભરવાલ માને છે કે ભારતીય શેરબજારમાં પરપોટો રચાયો નથી કે ગમે ત્યારે ફૂટી જાય. ભારતીય બજાર નવા વર્ષમાં મજબૂત આધાર સાથે પ્રવેશી રહ્યું છે. વિદેશી રોકાણકારોની હિસ્સેદારી ઘણા વર્ષોના નીચા સ્તરે છે અને નવા ફોકસમાં આવી રહેલા બજારોની સરખામણીએ ભારતનું વેલ્યુએશન આકર્ષક છે. તેમની દ્રષ્ટિએ 2026માં ડબલ ડિજિટ રિટર્ન્સ શક્ય છે.
બજારના અનુભવી વિશ્લેષક અજય બગ્ગા કહે છે કે 2025માં ભારતીય બજાર ઊંચા મૂલ્યાંકન છતાં સ્પષ્ટપણે કહી શકાય તેમ નથી કે તેનો પરપોટો ફૂટી જશે. 2026 માટે તેઓ માને છે કે કમાણીમાં સુધારો થશે. ટ્રેડ ડીલ્સ અને યુનિયન બજેટ મહત્વની ભૂમિકા ભજવી શકે છે.
પરપોટાની જેમ ફૂટશે તો નહિ જ
મોતીલાલ ઓસવાલ ફાઇનાન્સિયલ સર્વિસિસના સિદ્ધાર્થ ખેમકાનું માનવું છે કે માત્ર નિફ્ટી ઊંચા સ્તરે હોવાના કારણે બજાર બબલમાં છે એવું કહી શકાય નહીં. ભારતના શેરબજાર હાલમાં સ્થિર છે અને 2026માં 12–14 ટકા કમાણી કરાવી શકે કે પછી વૃદ્ધિ બતાવે તેવી સંભાવના છે. નિફ્ટિમાં રોકાણ કરનારાઓને વર્ષ દરમિયાન સરેરાશ 15 ટકા વળતર મળવાની સંભાવના રહેલી છે.
ભારતીય શેરબજારોમાં બબલ જોવા મળે, કમાવાની નવી તક મળશે
DRChoksey FinServના દેવેન ચોકસી માને છે કે હાલના સ્તર પર રોકાણ કરવાની સારી તક છે. તેમના મતે, આગામી 10 વર્ષ માટે ભારતની વૃદ્ધિ યાત્રા મજબૂત છે અને હવે કમાણીની દૃશ્યતા બજારને આગળ લઈ જશે.
વધુ એક વર્ષ કન્સોલિડેશનની શક્યતા
અસિત સી. મહેતા ઇન્વેસ્ટમેન્ટ્સના સિદ્ધાર્થ ભામરે કહે છે કે એક વર્ષના કન્સોલિડેશન બાદ ભારતીય બજાર હવે તીવ્ર બબલમાં ન હોવાનું જણાવે છે. 2026માં વધુ એક વર્ષનું કન્સોલિડેશન અને મજબૂત કમાણી વૃદ્ધિ બજારને સંપૂર્ણપણે સંતુલિત કરી શકે છે.
મોટાભાગના માર્કેટ નિષ્ણાતો માને છે કે 2026માં ભારતીય શેરબજારમાં ફરીથી ડબલ ડિજિટ રિટર્ન્સ જોવા મળી શકે છે. મજબૂત કમાણી વૃદ્ધિ અને વિદેશી રોકાણકારોની વાપસી બજાર માટે હકારાત્મક સાબિત થઈ શકે છે.



