• 15 January, 2026 - 10:17 PM

નકલી બીજ અને જંતુનાશકો વેચનારા સામે નવા કાયદા હેઠળ ફોજદારી કાર્યવાહી થશે: શિવરાજસિંહ ચૌહાણ

  • યુરિયા અને ખાતરમાં કૃત્રિમ અછત ઊભી કરનાર અને કાળાબજારી કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી

નકલી બીજ અને જંતુનાશકોના વેચાણ પર અંકુશ લાવવા માટે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં કડક કાયદો લાવશે. આ કાયદા હેઠળ નીચી ગુણવત્તાવાળા ઇનપુટ્સના કારણે પાક નિષ્ફળ જાય તો કંપનીઓને ખેડૂતોને સંપૂર્ણ વળતર ચૂકવવા કાનૂની રીતે જવાબદાર બનાવવામાં આવશે.

અહિલ્યાનગર જિલ્લાના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે યોજાયેલા ‘શેતકરી સંવાદ’ કાર્યક્રમમાં બોલતાં કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ તથા ગ્રામ વિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું હતું કે પ્રસ્તાવિત બીજ અને જંતુનાશક કાયદામાં દોષિત કંપનીઓ અને વ્યક્તિઓ સામે દંડાત્મક તથા ફોજદારી કાર્યવાહી કરવાની જોગવાઈ પણ રહેશે.

તેમણે રાજ્યના કૃષિ ક્ષેત્રને મજબૂત બનાવવા માટે રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના (RKVY) હેઠળ મહારાષ્ટ્રને રૂ. 367 કરોડની 21મો હપ્તો આપવાની જબાબદારીમાંથી મુક્ત કરવાની જાહેરાત પણ કરી હતી. ચૌહાણે કૃષિ શિક્ષણને આધુનિક બનાવવાની જરૂરિયાત પર ભાર મૂકતાં જણાવ્યું હતુ  કે, ખેતી ક્ષેત્રમાં ઝડપથી થતા ટેક્નોલોજીકલ ફેરફારોને ધ્યાનમાં રાખીને અભ્યાસક્રમોમાં તાત્કાલિક સુધારા કરવાનું અત્યંત આવશ્યક છે. જૂના અભ્યાસક્રમ શીખવાડવા યોગ્ય નથી અને ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ (ICAR)એ દાયકાઓ સુધી રાહ જોયા વિના જરૂરિયાત મુજબ તરત ફેરફાર કરવા જોઈએ.

તેમણે જૈવિક ખેતી માટે સ્વતંત્ર અને વિશ્વસનીય પ્રમાણપત્ર પ્રણાલી સ્થાપવાની યોજનાની પણ જાહેરાત કરી અને કહ્યું કે પ્રમાણિત, અવશેષમુક્ત ઉત્પાદન ખેડૂતોને બજારમાં લગભગ બમણી કિંમત અપાવશે. યુરિયા અને ખાતરમાં કૃત્રિમ અછત ઊભી કરનાર અને કાળાબજારી કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે.

મહારાષ્ટ્ર સરકારે જિલ્લામાં પૂરથી પ્રભાવિત ખેડૂતોને રૂ. 862 કરોડની સહાય પૂરી પાડી છે. ડાયરેક્ટ બેનેફિટ ટ્રાન્સફર (DBT) પ્રણાલીના કારણે સહાય સીધી ખેડૂતોના બેન્ક ખાતામાં જમા થાય છે અને મધ્યસ્થીઓ દૂર થાય છે.

કૃષિ યાંત્રિકીકરણ અને માઇક્રો સિંચાઈ માટેની સબસિડી પારદર્શક રીતે અને વિલંબ વિના વહેંચવામાં આવશે, મહારાષ્ટ્રમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મહારાષ્ટ્ર માટે 29 લાખ મકાનો મંજૂર કરવામાં આવ્યા છે અને બાકી રહેલા કાચા મકાનોને પાકા મકાનોથી બદલવા માટે ફંડ ફાળવવામાં આવ્યું છે. જિલ્લાના સંરક્ષક મંત્રી રાધાકૃષ્ણ પાટિલે પણ કૃષિ શિક્ષણમાં તાત્કાલિક સુધારાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. જૂના સંશોધન અને અભ્યાસક્રમને બદલે કૃત્રિમ બુદ્ધિમત્તા, ડિજિટલ ખેતી અને યાંત્રિકીકરણનો સમાવેશ કરવો જરૂરી છે જેથી ભવિષ્ય માટે તૈયાર ખેડૂતો તૈયાર થઈ શકાશે.

 

Read Previous

ભારત સરકારે 100 મિ.ગ્રા.થી વધુ સ્ટ્રેન્ગ્થની મૌખિક નિમેસુલાઈડ દવા લેવા પર તાત્કાલિક પ્રતિબંધ મૂક્યો

Read Next

ડાયબિટીસ અને જાડિયાપણુ દૂર કરવાની દવાના વેચાણ આગામી વરસોમાં તેજી જોવા મળે  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular