2026માં રોકાણ કરવા લાયક ચાર શેર્સ કયા છે
બેન્કના વ્યાજદર સાત ટકાની આસપાસ છે. બીજીતરફ ફુગાવો ફૂંફાડાં મારી રહ્યો છે. આ સ્થિતિમાં તમને થતી બેન્ક વ્યાજની આવક થકી તમે તમારી બચતની ખરીદ શક્તિ ઘટાડી રહ્યા હોવાની લાગણી ઘણાંને થઈ રહી છે. પરિણામે તેઓ સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન અને સ્ટોક માર્કેટ ઇન્વેસ્ટમેન્ટ તરફ રોકાણકારોને ખેંચી રહ્યા છે. સમ્યક કે સમતોલ વિચાર કરીને તથા શેર્સનો અભ્યાસ કરીને વ્યવસ્થિતિ કે ઝડપથી શ્રીમંત બનવાની લાય વિના જ રોકાણ કરવામાં આવે તો શેરબજાર કે સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન પણ લાંબા ગાળે લાભદાયક બની શકે છે. બ્રોકરેજ હાઉસના એક્સપર્ટ્સ મજબૂત રિટર્ન આપે તેવા શેર્સ પર નજર રાખીને બેઠાં જ હોય છે. તેના ફંડામેન્ટલ્સ અને તેના નાણાંકીય પરફોર્મન્સને આધારે તેઓ તેમાં રોકાણ કરવાની ભલામણ કરતાં આવ્યા છે. આ પ્રકારની ભલામણ આવી છે.
ચાર શેર્સમાં 2026ના વર્ષમાં રોકાણ કરનારાઓને સારું વળતર મળી જાય તેવી સંભાવના દર્શાવવામાં આવી છે. આ રહ્યા 2026માં રોકાણ પાત્ર શેર્સ.KFin Technologies: તાજેતરના IPO બૂમને કારણે KFin Technologies Ltd. પર ખાસ ધ્યાન કેન્દ્રિત થયું છે, કારણ કે કંપની ઇશ્યુઅર અને ફંડ એડમિનિસ્ટ્રેશનનું કામ સંભાળે છે. મોતીલાલ ઓસવાલ ફાઇનાન્શિયલ સર્વિસેસે આ સ્ટોક પર Neutral રેટિંગ જાળવી રાખ્યું છે અને રૂ.1,200નો ટાર્ગેટ આપ્યો છે, જે હાલના ભાવથી અંદાજે 10 ટકા વધારો થવાની સંભાવના દર્શાવે છે. RTA ક્ષેત્રમાં KFinનો દબદબો છે અને કેશ જનરેશન મજબૂત છે, પરંતુ વર્તમાન વેલ્યુએશન ટૂંકા ગાળાની વૃદ્ધિને મર્યાદિત કરે છે.
જેફરીઝ KFin Tech પર હજુ પણ બુલિશ છે અને Buy રેટિંગ સાથે રૂ. 1,300નો ટાર્ગેટ આપ્યો છે, જે લગભગ 26 ટકા અપસાઇડ દર્શાવે છે. જેફરીઝ અનુસાર Ascent એક્વિઝિશન યુરોપ અને મધ્ય પૂર્વમાં ફંડ એડમિનિસ્ટ્રેશન માટે નવી તકો ખોલશે. FY27 સુધી આંતરરાષ્ટ્રીય બિઝનેસ કુલ આવકમાં 20 ટકા યોગદાન આપશે તેવી અપેક્ષા છે, જ્યારે FY25માં તે આશરે 5 ટકા હતું. દેશમાં KFin પાસે ઇશ્યુઅર RTA ફોલિયોમાં લગભગ 60 ટકા હિસ્સો છે, જે આવકને સ્થિર રાખે છે. આ કેટેગરીમાં આવત બીજો શેર ભારતી એરટેલનો છે.
🔸 Bharti Airtel
ટેલિકોમ ક્ષેત્ર ફરીથી કેન્દ્રમાં આવ્યું છે. ભારતી એરટેલ લિમિટેડના શેર સીમિત રેન્જમાં ટ્રેડ થઈ રહ્યા છે, પરંતુ બ્રોકરેજ કંપનીઓનો અભિગમ પોઝિટિવ છે. જેફરીઝે Buy રેટિંગ પુનરાવર્તિત કરી છે અને ₹2,635નો ટાર્ગેટ રાખ્યો છે, જે લગભગ 22 ટકાનો વધારો થવાની શક્યતા દર્શાવે છે. જેફરીઝના જણાવ્યા મુજબ ભારતી એરટેલ ભારતીય ટેલિકોમ ક્ષેત્રમાં તેની પસંદગી છે, કારણ કે બજાર માળખું સ્થિર છે. બીજીતરફ 4G અને 5G ઉપયોગ સતત વધી રહ્યો છે. જિઓ તથા વોડાફોન આઇડિયા કરતાં આવક વૃદ્ધિ વધુ મજબૂત છે.
ICICI સિક્યોરિટીઝે પણ Buy રેટિંગ સાથે ₹2,450નો ટાર્ગેટ આપ્યો છે, જે લગભગ 17 ટકાનો ભાવ વધારો સૂચવે છે. બ્રોકરેજ ભારતીના મજબૂત ARPU (રૂ. 256), ફ્રી કેશ ફ્લો, Nxtra ડેટા સેન્ટર બિઝનેસ (1GW ક્ષમતા તરફ વધતું) અને હોમ બ્રોડબેન્ડ બિઝનેસ (100 મિલિયન ઘરો સુધી પહોંચવાનો પ્લાન)ને વૃદ્ધિના મુખ્ય કારણો ગણાવે છે. FY26ના અંત સુધી ટેરિફ વધારાની પણ અપેક્ષા છે. કેટેગરીમાં આવતો ત્રીજો શેર્સ ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝનો છે.
Grasim Industries
ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ પર એનાલિસ્ટ્સ ફરી ધ્યાન આપી રહ્યા છે, કારણ કે સિમેન્ટ સિવાયના બિઝનેસનું મૂલ્યાંકન ફરી થઈ રહ્યું છે. JP મોર્ગને ગ્રાસિમને Overweight રેટિંગ આપ્યું છે અને રૂ. 3,300નો ટાર્ગેટ ભાવ નક્કી કર્યો છે. બ્રોકરેજ હાઉસનું માનવું છે કે સ્ટોકનું મૂલ્યાંકન મોટેભાગે સિમેન્ટ આધારિત છે, જ્યારે પેઇન્ટ્સ, કેમિકલ્સ અને ઇ-કોમર્સ બિઝનેસને હાલના ભાવમાં યોગ્ય રીતે ગણવામાં આવ્યા નથી.
ICICI સિક્યોરિટીઝે Buy રેટિંગ સાથે રૂ. 3,480નો ટાર્ગેટ આપ્યો છે, જે લગભગ 29 ટકાનો ભાવ વધારો થવાની સંભાવના દર્શાવે છે. Q1FY26માં કેમિકલ બિઝનેસના મજબૂત પ્રદર્શન અને પેઇન્ટ્સ તથા B2B ઇ-કોમર્સ જેવા નવા વિભાગોમાં અપેક્ષા કરતાં વધુ આવક નોંધાઈ છે, જ્યારે નુકસાન નિયંત્રણમાં છે. કોફોર્જ પણ આ જ કેટેગરીમાં આવતો શેર છે.
Coforge
તાજેતરના ભાવ ઉતાર-ચઢાવ છતાં Coforge બ્રોકરેજ હાઉસના વોચલિસ્ટ આવી ગયેલો શેર છે. મોતીલાલ ઓસવાલે Buy રેટિંગ જાળવી રાખીને રૂ. 2,500નો ટાર્ગેટ આપ્યો છે, જે લગભગ 49 ટકાનો ભાવ વધારો થવાની શક્યતા દર્શાવે છે. બ્રોકરેજ હાઉસના અનુમાન અનુસાર $2.35 બિલિયનનું Encora એક્વિઝિશન Coforgeની એન્જિનિયરિંગ ક્ષમતામાં વધારો કરશે અને US માર્કેટમાં તેનો સ્કેલ મજબૂત કરશે.
જેફરીઝે Coforge પર Buy રેટિંગ સાથે રૂ. 2,180નો બેઝ ટાર્ગેટ આપ્યો છે, જે લગભગ 30 ટકા ભાવ વધારાની સંભાવના દર્શાવે છે. મજબૂત એક્ઝિક્યુશન સાથે સ્ટોક રૂ. 2,470 સુધી પહોંચી શકે છે. તાજેતરના ઘટાડાને બ્રોકરેજ ટૂંકા ગાળાના ડાયલ્યુશન સંબંધિત ચિંતાઓ સાથે જોડે છે, બિઝનેસની નબળાઇ સાથે તેને નિસબત નથી. 2026 તરફ આગળ જોતા, આ ચારેય શેરો પર દેશી અને વૈશ્વિક બ્રોકરેજ હાઉસ બંનેની ખાસ નજર છે.




