• 15 January, 2026 - 6:08 PM

Victory Electric Vehicles Internationalનો પબ્લિક ઇશ્યૂની ઓફર પ્રાઈસ વધારે હોવાથી રોકાણકારો વિચારીને નિર્ણય લે

ગ્રે માર્કેટમાં બીજી જાન્યુઆરી સુધી કોઈ જ પ્રીમિયમ ન બોલાતું હોવાથી રોકાણકારોને ઓછો રસ હોવાનો મળી રહેલો નિર્દેશ

આઈપીઓમાં અરજી કરવા ઇચ્છતા રોકાણકારોએ તેલ અને તેલની ધાર જોઈને રોકાણ કરવાનો નિર્ણય લેવો

વિક્ટરી ઇલેક્ટ્રિક વેહિકલ ઇન્ટરનેશનલ ફિક્સ્ડ પ્રાઈસનો રૂ. 34.56 કરોડનો પબ્લિક ઇશ્યૂ લઈને સાતમી જાન્યુઆરીએ આવી રહી છે. આ IPO સંપૂર્ણપણે ફ્રેશ ઇશ્યુ છે. પબ્લિક ઇશ્યૂમાં 84.30 લાખ નવા શેર્સની ઓફર કરવામાં આવશે. પબ્લિક ઇશ્યૂનું કુલ મૂલ્ય રૂ. 34.56 કરોડ છે. Victory Electric Vehicles IPO સબ્સ્ક્રિપ્શન માટે 7 જાન્યુઆરી 2026ના રોજ ખુલશે અને 9 જાન્યુઆરી 2026ના રોજ બંધ થશે. IPOનું એલોટમેન્ટ 12 જાન્યુઆરી, 2026ના રોજ ફાઇનલ થવાની શક્યતા છે. Victory Electric Vehicles IPOનું NSE SME પર લિસ્ટિંગ થવાનું છે. ટેન્ટેટિવ લિસ્ટિંગ એટલે કે લિસ્ટિંગ માટેની કામચલાઉ તારીખ 14 જાન્યુઆરી, 2026 નક્કી કરવામાં આવી છે.

Victory Electric Vehicles IPOનો ઇશ્યુ ભાવ પ્રતિ શેર રૂ. 41 રાખવામાં આવ્યો છે. તેના શેરની ફેસવેલ્યુ રૂ.5ની છે. એપ્લિકેશન માટે લૉટ સાઇઝ 3,000 શેર છે. અપર પ્રાઈસ બેન્ડને આધારે ગણતરી કરીએ તો રિટેલ વ્યક્તિગત રોકાણકાર માટે ઓછામાં ઓછું રોકાણ રૂ.2,46,000 (6,000 શેર) છે. HNI માટે ઓછામાં ઓછું રોકાણ 3 લૉટ એટલે કે 9,000 શેર છે. આ માટે અરજી કરવાનું મૂલ્ય રૂ. 3,69,000 થાય છે. Corpwis Advisors Pvt. Ltd. આ IPOના બુક રનિંગ લીડ મેનેજર છે. Maashitla Securities Pvt. Ltd. ઇશ્યુના રજિસ્ટ્રાર છે. કંપની માટે માર્કેટ મેકર તરીકે Alacrity Securities Ltd. નિમવામાં આવી છે.

IPO સમયપત્રક

  • IPO ખુલશે: બુધવાર, 7 જાન્યુઆરી, 2026
  • IPO બંધ થશે: શુક્રવાર, 9 જાન્યુઆરી, 2026
  • એલોટમેન્ટ: સોમવાર, 12 જાન્યુઆરી, 2026
  • રિફંડ: મંગળવાર, 13 જાન્યુઆરી, 2026
  • શેર ક્રેડિટ: મંગળવાર, 13 જાન્યુઆરી, 2026
  • લિસ્ટિંગ: બુધવાર, 14 જાન્યુઆરી, 2026

જુદાં જુદાં ગ્રુપ માટે IPOમાં રિઝર્વેશન

Victory Electric Vehicles IPOમાં કુલ 84,30,000 શેર ઓફર કરવામાં આવ્યા છે.

  • માર્કેટ મેકર: 4,23,000 શેર (5.02 ટકા)
  • NII / HNI: 40,02,000 શેર (47.47 ટકા)
  • રિટેલ રોકાણકાર: 40,05,000 શેર (47.51 ટકા)

કંપની શું કરે છે

ઓક્ટોબર 2018માં સ્થાપવામાં આવેલી Victory Electric Vehicles International Limited ઇલેક્ટ્રિક વાહનોની ડિઝાઇન, ઉત્પાદન અને વિતરણ કરે છે. કંપની ઇકો-ફ્રેન્ડલી અને ટકાઉ મોબિલિટી સોલ્યુશન્સ પ્રદાન કરે છે. કંપનીના ઉત્પાદનમાં ઇ-રિક્ષા, ઇ-કાર્ગો, લોડર ઇ-રિક્ષા, સ્કૂટરનો સમાવેશ થાય છે. ઉપરાંત કંપની ખાદ્ય સામગ્રીની હેરફેર કરવા માટેના થ્રી-વ્હીલર અને આઇસ્ક્રીમ લાવવા લઈ જવા માટેના થ્રી-વ્હીલર જેવી કસ્ટમાઇઝ્ડ ઇ-થ્રી વ્હીલર્સ પણ બનાવે છે. કંપની લિથિયમ-આયન બેટરી, કાર્યક્ષમ ઇલેક્ટ્રિક ડ્રાઇવટ્રેન અને સ્માર્ટ કનેક્ટિવિટી જેવી અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. કંપની ભારતના તેમજ આંતરરાષ્ટ્રીય બજારોમાં તેના પ્રોડક્ટ્સ મૂકે છે. તેના પ્રોડક્ટ્સ થકી પર્યાવરણને ઓછામાં ઓછું નુકસાન થાય તેવા પ્રોડક્ટ્સ તૈયાર કરવાની વિશ્વસનીય કામગીરી કરવા માગે છે. આઈપીઓ પહેલા કંપનીનું માર્કેટકેપ-બજાર મૂડીકરણ રૂ.98.77 કરોડનું છે. કંપનીની આઈપીઓ પહેલાની શેરદીઠ કમાણી રૂ. 3.30ની છે. આઈપીઓ પછીની શેરદીઠ કમાણી રૂ. 1.35ની છે. આઈપીઓ પહેલાનો પ્રાઈસ અર્નિંગ રેશિયો રૂ. 12.41 અને આઈપીઓ પછીનો પ્રાઈસ અર્નિંગ રેશિયો 30.41નો થશે. આઈપીઓ પહેલાનું પ્રમોટરોનું હોલ્ડિંગ 97.41 ટકા છે. આઈપીઓ પછીનું પ્રમોટરોનું હોલ્ડિંગ 63.33 ટકાનું થશે. કંપનીના પ્રમોટર્સમાં સંજય પોપ્લી, સીમા અને પલક પોપ્લી છે. બીજી જાન્યુઆરી 2026 સુધી Victory Electric Vehicles International IPO માટે કોઈ જ ગ્રે માર્કેટ પ્રીમિયમ બોલાતું નથી. આ દર્શાવે છે કે રોકાણકારોને તેમાં ખાસ કોઈ રસ પડ્યો નથી. તેથી જ રોકાણ કરવા ઇચ્છતા રોકાણકારોએ તેલ અને તેલની ધાર જોઈને રોકાણ કરવાનો નિર્ણય લેવો જોઈએ.

 

કંપનીનું સ્પર્ધાત્મક સામર્થ્ય

કંપની ભારતના 12 રાજ્યોમાં ભૌગોલિક હાજરી ધરાવે છે. કંપની પાસે અનુભવી નેતૃત્વ અને કુશળ ટીમ છે. કંપનીનું નાણાકીય પરફોર્મન્સ મજબૂત છે. VEVILના ટૂંકા નામથી ઓળખાતી આ કંપની વિવિધ ઉદ્યોગો માટે 2 અને 3 વ્હીલર ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન કરે છે. કંપની અત્યંત સ્પર્ધાત્મક અને વિખરાયેલા સેગમેન્ટમાં કાર્યરત છે. કંપનીના કામકાજ એટલે કે ટોપ લાઇનમાં અસ્થિરતા જોવા મળે છે. FY24 અને FY25માં નફામાં વધારો થયો છે, જે ઊંચી કિંમતોને ન્યાયસંગત બતાવવા માટેનો પ્રયાસ લાગે છે. તાજેતરના નાણાકીય આંકડાઓ આધારે IPO ખૂબ મોંઘો લાગે છે. આ મોંઘી અને જોખમી ડીલને છોડવામાં કોઈ નુકસાન નથી. આ IPOને તેલ અને તેલની ધાર જોઈને રોકાણ કરતાં રોકાણકારો માટે અવગણવો એ જ યોગ્ય વિકલ્પ બની શકે છે.

કંપનીનું નાણાંકીય પરફોર્મન્સ

સમયગાળો30 સપ્ટેમ્બર 202531 માર્ચ 202531 માર્ચ 202431 માર્ચ 2023
અસ્ક્યામતો33.1931.2921.9419.17
કુલ

આવક

16.9051.0648.7652.14
વેરા પછીનો નફો1.625.174.890.79
ઈબીઆઈટીડીએ2.607.796.991.80
નેટવર્થ16.5014.879.704.24
અનામત-વધારાનું

ભંડોળ

8.677.047.092.20
કુલ

ઉધાર

4.859.295.302.90
રૂ. કરોડમાં

પબ્લિક ઇશ્યૂ લાવવાનો ઉદ્દેશ

પબ્લિક ઇશ્યૂમાં આવનારા નાણાંનો ઉપયોગની વાત કરીએ તો મૂડી ખર્ચ કરવા માટે રૂ. 5 કરોડ ખર્ચવામાં આવશે. વર્કિંગ કેપિટલની રિક્વાયરમેન્ટ પૂરી કરવા માટે રૂ. 18 કરોડ ખર્ચવામાં આવશે. તેમ જ સામાન્ય કોર્પોરેટ હેતુ માટે રૂ. 6.78 કરોડનો ખર્ચ કરવામાં આવશે.

31મી માર્ચ 2025ના કંપનીના પરફોર્મન્સના મહત્વના નિર્દેશકો

મહત્વના નિર્દેશકો મૂલ્ય
રીટર્ન ઓન ઇક્વિટી42.10 ટકા
રીટર્ન ઓન કેપિટલ એમ્પ્લોઈડ31.27 ટકા
દેવું-શેર્સ રેશિયો0.62
રીટર્ન

ઓન નેટવર્થ

42.11 ટકા
વેરા પછીના નફાના માર્જિન10.17 ટકા
ઈબીઆઈટીડીએ માર્જિન15.32 ટકા
બુકવેલ્યુ અને ભાવ4.3

 

 

Read Previous

એપ્રિલ–નવેમ્બર 2025 દરમિયાન કસ્ટમ્સ ડ્યુટી વસૂલાતમાં 7 ટકા ઘટાડો, એક્સાઈઝની આવક વધી

Read Next

આતંકવાદીઓના ક્રૂર હુમલા બાદ પહલગામમાં પર્યટકોનો ધમધમાટ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular