નિકાસ વધારવા માટે EPM–NIRYAT DISHA હેઠળ માર્કેટ એક્સેસ સપોર્ટ આપવાનું શરૂ કરવામાં આવ્યું

યોજના હેઠળ બાયર–સેલર મીટ્સ (BSMs), રિવર્સ બાયર–સેલર મીટ્સ (RBSMs), ટ્રેડ ફેર, પ્રદર્શન અને અન્ય માર્કેટ એક્સેસ સંબંધિત પ્રવૃત્તિઓ માટે સહાય આપવામાં આવશે
ભારતના નિકાસ બજારમાં પ્રવેશને મજબૂત બનાવવા માટે કેન્દ્રિય વાણિજ્ય મંત્રાલયે એક્સપોર્ટ પ્રમોશન મિશન (EPM) – નિર્યાત દિશા હેઠળ માર્કેટ એક્સેસ સપોર્ટ (MAS) આપવા માટે હસ્તક્ષેપનો તાત્કાલિક અસરથી શરૂ કર્યો છે. આ અંતર્ગત બાયર–સેલર મીટ્સ (BSMs), રિવર્સ બાયર–સેલર મીટ્સ (RBSMs), ટ્રેડ ફેર, પ્રદર્શન અને અન્ય માર્કેટ એક્સેસ સંબંધિત પ્રવૃત્તિઓ માટે સંરચિત સહાય આપવામાં આવશે.
MAS ઘટકને પાયલોટ આધારે અમલમાં મૂકવામાં આવી રહ્યો છે, જેથી શરૂઆતના તબક્કામાં અમલીકરણ અને હિતધારકોની સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરી શકાય. આ યોજનાનો અમલ Trade Connect ePlatform (https://www.trade.gov.in) મારફતે કરવામાં આવશે.
પાત્રતા ધરાવતી આયોજન એજન્સીઓ માર્ગદર્શિકાઓ મુજબ વિવિધ પ્રવૃત્તિઓ માટે પ્રસ્તાવો સબમિટ કરી શકે છે. પારદર્શકતા અને ઓડિટ ટ્રેઇલ સુનિશ્ચિત કરવા માટે, ફાર્માસ્યુટિકલ્સ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (Pharmexcil) તથા અન્ય પાત્ર આયોજન એજન્સીઓને નીચે મુજબના પગલાં લેવા ફરજિયાત રહેશે.
તમામ આયોજન એજન્સીઓએ EPM સંબંધિત તમામ પ્રવૃત્તિઓ માટે એક એડમિનિસ્ટ્રેટરની ઓળખ કરી તેને અધિકૃત કરવો પડશે, જે https://www.trade.gov.in/pages/register પર નોંધણી કરશે. એડમિનિસ્ટ્રેટર તરીકે નોંધણી કરતી વખતે ‘Export Promotion Mission (EPM)’ ફંક્શન અને ‘Administrator’ રોલ પસંદ કરવો પડશે.
જો ઓળખાઈ ગયેલા હોય તેવા EPM એડમિનિસ્ટ્રેટર પહેલેથી જ Trade Connect પર નોંધાયેલ હોય, તો ફરી નોંધણી કરવાની જરૂર રહેશે નહીં. તેવા કિસ્સામાં tradeconnect-dgt@gov.in પર ઇમેઇલ દ્વારા જાણ કરવી પડશે, જેમાં પહેલેથી જોડાયેલા યુઝરના નામ અને ઇમેઇલ સરનામાની વિગતો epm-dgft@gov.inને કૉપી સાથે મોકલવાની રહેશે, જેથી યોગ્ય મેપિંગ કરી શકાય છે. એકવાર મંજૂરી મળ્યા બાદ એજન્સીના EPM એડમિનિસ્ટ્રેટર Trade Connect પર EPM ફંક્શન માટે પોતાની સંસ્થાના અન્ય યુઝર્સને મંજૂરી આપી અથવા મેપ કરી શકે છે.
જે પણ ઇવેન્ટ માટે MAS સપોર્ટ માટે અરજી કરવામાં આવી રહી હોય તે ઇવેન્ટ ફરજિયાત રીતે Trade Connect ePlatformની ‘Trade Events Worldwide’ સેવામાં પ્રકાશિત કરવી પડશે. અરજી કરનાર સંસ્થાઓ ઇવેન્ટની વિગતો ચકાસી જરૂરી સુધારા અથવા અપડેટ કરી શકે છે. MAS સપોર્ટ માટેની અરજીઓ ત્યારબાદ Trade Connect પર ઉપલબ્ધ ઓનલાઇન અરજી ફોર્મ ભરીને કરી શકાય છે. મંજૂર થયેલી MAS અરજીઓના આધારે સપોર્ટ મળેલા ઇવેન્ટ્સની યાદી www.trade.gov.in ના ‘Trade Events Worldwide’ વિભાગમાં અલગથી દર્શાવવામાં આવશે.
MAS અમલમાં મૂકવાની સાથે સાથે જ વિદેશી વેપાર નીતિ (FTP) 2023ના પેરાગ્રાફ 1.07A અનુસાર માર્ગદર્શિકાઓને હિતધારકોની સલાહ માટે પાયલોટ પ્રોજેક્ટને આધારે મૂકવામાં આવી રહી છે. આ મુજબ, તમામ સંબંધિત હિતધારકોને આ ટ્રેડ નોટિસ જારી થયાની તારીખથી 30 દિવસની અંદર ડ્રાફ્ટ માર્ગદર્શિકાઓ અંગે પોતાના અભિપ્રાયો અને સૂચનો epm-dgft@gov.in પર ઇમેઇલ દ્વારા મોકલવા આમંત્રિત કરવામાં આવે છે.
આ સલાહ પ્રક્રિયા MASના પાયલોટ પ્રોજેક્ટના અમલીકરણ સાથે સમકક્ષ રીતે ચાલુ રહેશે. હિતધારકો પાસેથી પ્રાપ્ત થયેલા પ્રતિસાદ, તેમજ પાયલોટ પ્રોજેક્ટના તબક્કામાંથી મળેલા પરિણામો અને સમજણને આધારે તપાસવામાં આવશે અને ત્યારબાદ માર્ગદર્શિકાઓને યોગ્ય રીતે સુધારી અંતિમ સ્વરૂપ આપવામાં આવશે.
ભારતનું વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય (Ministry of Commerce & Industry – MoC) 2025 થી 2031 દરમિયાન અમલમાં આવનાર નવી એક્સપોર્ટ પ્રમોશન મિશન (Export Promotion Mission – EPM) દ્વારા નિકાસને પ્રોત્સાહન આપી રહ્યું છે. આ મિશન હેઠળ નિર્યાત પ્રોત્સાહન (NIRYAT PROTSAHAN – નાણાકીય સહાય) અને નિર્યાત દિશા (NIRYAT DISHA – માર્કેટ તૈયારી) જેવા મુખ્ય સ્તંભો સામેલ છે.
આ નવી યોજના જૂની MEIS/SEIS જેવી વિખરાયેલી યોજનાઓને એકીકૃત કરે છે અને સાથે EPCG યોજના, એડવાન્સ ઓથોરાઇઝેશન, તથા માર્કેટ એક્સેસ ઇનિશિએટિવ (MAI) જેવી યોજનાઓને પણ આવરી લે છે. આ તમામ પ્રયત્નોનો મુખ્ય હેતુ ભારતીય ઉદ્યોગો—ખાસ કરીને MSME (માઇક્રો, સ્મોલ અને મિડિયમ એન્ટરપ્રાઇઝીસ)—ની સ્પર્ધાત્મકતા વધારવી, નાણાકીય સહાય પૂરી પાડવી અને આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રવેશ સરળ બનાવવાનો છે.
2024 પછીની મુખ્ય નવી પહેલ
એક્સપોર્ટ પ્રમોશન મિશન (EPM) (2025–2031) હેઠળ રૂ. 25,060 કરોડનું એકીકૃત માળખું તૈયાર કરવામાં આવેલું છે. તેમાં જૂની પણ અમલમાં ન મૂકી શકાયેલી કે પછી વ્યવસ્થિત અમલમાં ન આવેલી યોજનાઓને બદલે શરૂ કરવામાં આવી છે. આ મિશન ઝડપી અને પારદર્શક સહાય માટે રચવામાં આવેલું છે અને ખાસ કરીને નાણાંકીય સહાય માર્કેટ એક્સેસ મેળવવામાં MSMEના ક્ષેત્રની કંપનીઓને તથા શ્રમ-આધારિત ક્ષેત્રો સાથે એટલે કે વધુ રોજગારી નિર્માણ કરતાં ક્ષેત્રના એકમો પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
નિર્યાત પ્રોત્સાહન (NIRYAT PROTSAHAN):
રૂ. 20,000 કરોડ સુધીની ક્રેડિટ ગેરંટી સહિતની સંકલિત નાણાકીય સહાય આપવામાં આવે છે. નિર્યાત દિશા (NIRYAT DISHA) હેઠળ નિકાસ માટે બજાર તૈયાર કરવા અને નવા બજારોમાં વૈવિધ્ય લાવવાના પ્રયાસો માટે સહાય આપવામાં આવે છે.
EPM છત્રછાયા હેઠળની મુખ્ય ચાલુ યોજનાઓ (વિદેશ વેપાર નીતિ હેઠળ)નીચે મુજબ છે.
એક્સપોર્ટ પ્રમોશન કેપિટલ ગુડ્સ (EPCG) યોજના: નિકાસ ઉત્પાદન માટે કેપિટલ ગુડ્સની આયાત શૂન્ય અથવા ઓછા શુલ્કે કરવાની મંજૂરી આપે છે.
એડવાન્સ ઓથોરાઇઝેશન યોજના: નિકાસ માટે જરૂરી કાચા માલ અને ઇનપુટ્સની શુલ્કમુક્ત આયાતની સુવિધા આપે છે.
કસ્ટમ્સ ડ્યૂટી ડ્રોબેક યોજના: નિકાસ થયેલા ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાયેલા ઇનપુટ્સ પર ચૂકવેલા કસ્ટમ્સ શુલ્કની પરત આપવાની વ્યવસ્થા કરી આપે છે.
માર્કેટ એક્સેસ ઇનિશિએટિવ (MAI): ઉત્પાદન અને દેશવિશેષ બજાર અભ્યાસ તથા સહાય દ્વારા નિકાસને વેગ આપે છે.
ઇન્ટરેસ્ટ ઇક્વલાઇઝેશન સ્કીમ (IES): નિકાસકારોને પ્રી-શિપમેન્ટ અને પોસ્ટ-શિપમેન્ટ લોન પર વ્યાજમાં સબસિડી આપે છે.
ટાઉન્સ ઓફ એક્સપોર્ટ એક્સેલન્સ (TEE): ઉચ્ચ નિકાસ પ્રદર્શન ધરાવતા ચોક્કસ શહેરોને માન્યતા અને સહાય આપે છે.
વાણિજ્ય મંત્રાલય (MoC) પણ સહાય આપે છે. DGFT (ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ): વિદેશ વેપાર નીતિઓનું સંચાલન કરે છે અને આયાત-નિકાસ કોડ (IEC) જારી કરે છે.
એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ્સ (EPCs): Chemexcil જેવી ક્ષેત્રવિશેષ સંસ્થાઓ, જે સંબંધિત ઉદ્યોગોની નિકાસને પ્રોત્સાહન આપે છે. આ તમામ યોજનાઓ—ખાસ કરીને એક્સપોર્ટ પ્રમોશન મિશન (EPM)—ભારત માટે વધુ મજબૂત, ડિજિટલ આધારિત અને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક નિકાસ પરિસ્થિતિ સર્જવાનો હેતુ ધરાવે છે.



