• 15 January, 2026 - 10:13 PM

ક્રિપ્ટો સ્કેમ કેવી રીતે ઓળખવવા માટે ભારતીય રોકાણકારો માટે ચેતવણીના સંખ્યાબંધ સંકેતો

ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવા ઇચ્છતા રોકામકારોએ તેમાં રહેલા જોખમને સમજતા શીખી લેવું જોઈએ

ભાવમાં અચાનક આવતી વધઘટ પ્રોજેક્ટને ખતમ કરતી નથી, પરંતુ નબળા ફન્ડામેન્ટલ્સ તેને ખતમ કરે છે. ક્રિપ્ટો કરન્સી જેવા કોઈપણ ટોકન સંપૂર્ણ રીતે ધરાશાયી થાય તે પહેલાં ઘણી ચેતવણીની નિશાનીઓ દેખાવા લાગે છે. એક, તેમાં લિક્વિડિટી ઘટવા માંડે છે. બે, તેના વાસ્તવિક વપરાશકારોની સંખ્યા ઓછી થવા માંડે છે. કરન્સી ડેવલપરની પ્રવૃત્તિ પણ ધીમી પડવા માંડે છે. એક સમયે સક્રિય રહેલી કોમ્યુનિટી શાંત થઈ જાય છે. બજાર ભાવ આ હકીકતોને થોડી મોડે પ્રતિબિંબિત કરે છે. આ પેટર્ન હેડલાઇન કરતાં ડેટા પરથી જોવામાં વધુ સ્પષ્ટતા આવે છે.

ભારતમાં ક્રિપ્ટોકરન્સી ધીમે ધીમે રોકાણ પોર્ટફોલિયોમાં સ્થાન બનાવી રહી છે. સાથે જ તેની આસપાસની ચર્ચાઓ પણ વધુ સમજદારીપૂર્ણ બની રહી છે. આજના રોકાણકારો ટકાઉપણું, નિયમન અને લાંબા ગાળાની કિંમત વિશે વધુ ગંભીર પ્રશ્નો પૂછે છે. છતાં એક મોટી ગેરસમજ હજી પણ જોવા મળે છે કે ક્રિપ્ટો પ્રોજેક્ટ્સ ભાવ તૂટવાથી નિષ્ફળ જાય છે. હકીકતમાં ભાવ તૂટવો મોટા ભાગે અંતિમ પરિણામ હોય છે. તેનું અંતિમ કારણ તેને ગણવું ન જોઈએ.

કોઈ ટોકન તૂટે તે પહેલાં જ શરૂઆતના સંકેતો દેખાઈ જાય છે. પહેલા તો તેની લિક્વિડિટી ધીમે ધીમે ઘટે છે. બીજા શબ્દોમાં કહીએ તો ખરેખર તેનો ઉપયોગ ઘટવા માંડે છે. કરન્સીના  ડેવલપરનો રસ ઓછો થવા માંડે છે. તેમ જ કોમ્યુનિટીમાંથી તેનો પ્રભાવ ગાયબ થવા લાગે છે. બજાર આ બદલાવને મોડું પ્રતિબિંબિત કરે છે.

છેલ્લાં છ વર્ષના આંકડાઓ આ વાતને મજબૂત રીતે સાબિત કરે છે. પર્સનલ ફાઇનાન્સ કંપનીના નિષ્ણાતો કહે છે કે “૨૦૨૦માં માર્કેટ કેપિટલાઇઝેશન પ્રમાણે ટોપ ૨૦૦માં રહેલી ક્રિપ્ટોકરન્સીમાંમાંથી લગભગ ૭૦ ટકા ૨૦૨૫ સુધીમાં એ સ્થાન પર રહી નથી. આ એસેટ્સ – કરન્સીઓ એક દિવસમાં ગાયબ થઈ નથી. પરંતુ તેના વાસ્તવિક ઉપયોગ તેમની કિંમત પ્રમાણે ન વધતાં ધીમે ધીમે તેનું મહત્વન ખતમ થવા માંડે છે. આ રીતે તે કરન્સીઓ બજારમાંથી ફેંકાઈ ગઈ છે. જોકે અત્યારે ચાલતી કરન્સી ક્રિપ્ટોમાં ટકી રહેવું સહેજ નથી કે સરળ નથી જ નથી. તેમાં ટકી રહેવા માટે કમાવું પડે છે.”

ભારતીય રોકાણકારો માટે, ખાસ કરીને લાંબા ગાળાની સંપત્તિ બનાવવા માટે ક્રિપ્ટોમાં રોકાણ  કરતા લોકો માટેના આ જ સંકેતો ઘણી વખત શરૂઆતમાં જ તેમાં કૌભાંડ ચાલી રહ્યું હોવાનો સંકેત આપી દે છે. વાસ્તવમાં કેટલાક કિસ્સામાં રેડ ફ્લેગ તો માત્ર થોડા સેકન્ડમાં ઓળખી શકાય છે. તેને ઓળખવા માટે કયા રેડ સિગ્નલને પકડવા જરૂરી છે.

  1. પહેલું રેડ સિગ્નલ તેના ફન્ડામેન્ટલ્સ છે. જો તેના ભાવમાં તેજ ઉછાળો હોય પરંતુ લિક્વિડિટી સીમિત હોય કે પછી તેના વપરાશકારો-યુઝર્સની સંખ્યા કે ડેવલપર પ્રવૃત્તિ તેને ટેકો આપે તેવી ન હોય તો તે પણ રોકાણકાર માટે જોખમનો નિર્દેશ આપતો સંકેલ છે. આ ભાવ વધારો ટૂંકા ગાળાનો અને ઘણીવાર કૃત્રિમ હોય છે.
  2. ખાતરીવાળા અથવા નિશ્ચિત રિટર્નના વચનો આપવામાં આવે છે. ક્રિપ્ટોમાં કોઈ ખાતરીવાળી આવક નથી. દર મહિને નિશ્ચિત નફો અથવા “કેપિટલ સુરક્ષિત” રિટર્નના દાવા બજાર આધારિત સ્વભાવને વિરુદ્ધ છે. તેથી નિશ્ચિત રિટર્નની ખાતરી આપવામાં આવે ત્યારે પણ તેમાં રોકાણ કરવું જોખમી હોવાનું સમજી જવું જોઈએ.
  3. કૃત્રિમ તાત્કાલિકતા (Artificial Urgency):
    “મર્યાદિત સ્લોટ”, “પ્રી-લિસ્ટિંગ તક” જેવી ભાષા તમને ઝડપથી નિર્ણય લેવા દબાણ કરવામાં આવે ત્યારે પણ સમજી લેવું જોઈએ કે દાળમાં કંઈક કાળું છે સામાન્ય રીતે સારા રોકાણ માટે ઉતાવળ કરવી જરૂરી નથી.
  4. રેફરલ આધારિત કમાણી પર પણ ધ્યાન આપવું જરૂરી છે. જો કમાણી મુખ્યત્વે નવા લોકો જોડવાથી થાય અને વાસ્તવિક ઉપયોગ કે ફી જનરેશન ન હોય, તો આવી વ્યવસ્થા રોકાણ કરતાં વધુ પિરામિડ સ્કીમ જેવી હોય છે. પિરામિડની સ્કીમમાં રોકાણકારોની સંખ્યા ઘઠતી જાય છે.
  5. વણમાગી સલાહ અને ગુપ્ત ટિપ્સ આપે તો પણ જોખમ હોવાનું જણાય છે.
    વોટ્સએપ ગ્રુપ, ટેલિગ્રામ ચેનલ અથવા સોશિયલ મીડિયા “એક્સપર્ટ્સ” તરફથી આવતી સલાહમાં જવાબદારી અને પારદર્શકતાનો અભાવ હોય છે.

ટૂંકમાં ક્રિપ્ટોમાં સ્કેમ સામાન્ય રીતે ભાવ તૂટવાથી નહીં, પરંતુ અંદરથી ખોખલા બનવાથી શરૂઆતથી થાય છે. જો રોકાણકાર શરૂઆતથી જ જોખમોને તો રોકાણમાં મોટું નુકસાન ટાળી શકાય છે.

 

Read Previous

ખેડૂતો માટે તુવેરની ખેતી હવે વધુ સલામત બની જશે

Read Next

સોનાની તેજી સાથે જ તમામ કિંમતી ધાતુઓમાં તેજીની ચાલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular