• 16 January, 2026 - 1:39 AM

તગડા માર્જિન સાથે બજારમાં પ્રભાવ પાથરી રહેલી 3 કન્ઝ્યુમર કંપનીઓ

કન્ઝ્યુમર કંપનીઓના સેક્ટરમાં આવતી ટીપ્સ મ્યુઝિક, ઇથોઝ લિમિટેડ અન આદિત્ય વિઝન મોટી કન્ઝ્યુમર કંપનીઓ કરતાંય વિશેષ પ્રભાવ પાથરી રહી હોવા છતાં રોકાણકારોનું તેના પર ધ્યાન નથી

ભારતની કન્ઝ્યુમર કંપનીઓના પરફોર્મન્સને એન્કેશ કરવા માટે સ્ટોક ઇન્વેસ્ટર્સ આજે દોડી રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે. પરંતુ બહુ જ ઓછા લોકો માજિન, રિટર્ન અને એક્ઝિક્યુશનની કેપેસિટી-અમલ કરવાની ક્ષમતા(execution) ધરાવતી કંપનીઓ પર બહુ જ ઓછા લોકોની નજર જાય છે. આ કક્ષામાં ત્રણ મિડકેપ કંપનીઓ આવ રહી છે. તમને સાંભળીને નવાઈ લાગશે કે આ ત્રણ મિડ-કેપ્સ કંપનીઓના શેર્સ પરફોર્મન્સની બાબતમાં રાષ્ટ્રીય સ્તરની કદાવર અને બહુ જ જાણીતી કંપનીઓ કરતાં ઘણું સારુ પરફોર્મન્સ આપી રહ્યા છે.

કન્ઝ્યુમર કંપનીઓના પ્રોડક્ટ્સનો વપરાશ મજબૂત હોય, તો રોકાણકારો સીધા મોટા બ્રાન્ડ્સ તરફ દોડી જાય છે. તેના પ્રોડક્ટ્સની ડિમાન્ડમાં ઘટાડો આવે તો રોકાણકારો તરત જ સાવચેત થઈ જાય છે. આમ કન્ઝ્યુરમ સ્ટોક્સની બાબતમાં તદ્દન વિપરીત વિચાર ધારાઓ બજારના રોકાણકારોમાં જોવા મળી રહી છે. વાસ્તવમાં મધ્યમ સ્તરની કન્ઝ્યુમર કંપનીઓ, જે ન તો મોટી FMCG બ્રાન્ડ્સ ધરાવે છે કે પછી ન તો રાષ્ટ્રીય છૂટક બજારની બહુ જ પ્રભાવશાળી કે દિગ્ગજ કંપની છે. તેમ જ સેવાક્ષેત્રની કંપનીઓ મોટી કંપનીઓ છે. છતાં તેમણે એવી નફાકારક બિઝનેસ મોડેલ ઊભું કરીને દેખાડ્યું છે.

આશ્ચર્યજનક બાબત તો એ છે કે આ કંપનીઓ મોટાપાયે જાહેરાત કે આક્રમક વિસ્તરણ પર આધાર રાખતી નથી. આ કંપનીઓ વર્તમાન બજારની ડિમાન્ડને ધ્યાનમાં રાખીને અસરકારક રીતે કમાણીમાં ફેરવે છે. આ જ તફાવત મહત્વનો છે, કારણ કે અહીં બજારમાં ખોટી કિંમતો (mispricing) સૌથી લાંબા સમય સુધી ટકી રહે છે. વાર્ષિક રૂ. 3000 કરોડનું ટર્નઓવર ધરાવતી ત્રણ કન્ઝ્યુમર કંપનીઓની આ વાત છે. FY24–FY25 દરમિયાન આ કંપનીઓના ઓપરેટિંગ પરફોર્મન્સમાં નોંધપાત્ર સુધારો થયો છે. છતાં બજારની માનસિકતા હજુ સંપૂર્ણ રીતે બદલાઈ નથી.

 

ટીપ્સ મ્યુઝિક

ટીપ્સ મ્યુઝિકને આજે પણ ઘણીવાર બૉલીવુડની નોસ્ટાલ્જિયા સાથે જોડવામાં આવે છે, જે તેની હાલની હકીકતને અલગ જ રીતે રજૂ કરવામાં આવતી હોવાનું દર્શાવે છે. આજે ટીપ્સ મૂળભૂત રીતે ઇન્ટેલેક્ટ્યુઅલ પ્રોપર્ટી (IP) મોનેટાઇઝેશન કે તેના ઇન્ટેલિજન્સ પ્રોપર્ટીના અધિકારમાંથી મજબૂત આવક કરતી કંપની છે. તેની પાસે રહેલા સંગીત અધિકારોમાંથી સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ, શોર્ટ-વિડિયો એપ્સ, લાઇસન્સિંગ ડીલ્સની મદદથી વિદેશી બજારોમાંથી વારંવાર આવક મળે છે તેને માટે ટીપ્સ મ્યુઝિકે વધારાનો ખર્ચ લગભગ કરવો પડતો જ નથી. છેલ્લા કેટલાક વર્ષોમાં આવકમાં થયેલો વધારો વધુ કન્ટેન્ટ બનાવવાથી નથી, પરંતુ એ જ ગીતોના સંગ્રહને વધુ પ્લેટફોર્મ, દેશો અને ફોર્મેટમાં વેચવાથી આવ્યો છે. તેના પરથી એક મોટા અને મહત્વના તારણ પર આવી શકાય છે કે કંપનીની આવક વધી રહી છે. તેની સાથે સાથે જ તેના માજિન સતત ઊંચા રહે છે. નાણાંકીય વર્ષ 2025-26ના બીજા ત્રિમાસિક ગાળા(Q2 FY26)માં આવક રૂ. 89 કરોડ હતી. તેમાંથી ચોખ્ખો- નેટ નફો (અપવાદ સિવાય) ₹53 કરોડ રહ્યો હતો. FY23 થી FY25 દરમિયાન વેચાણ વધ્યું હતુ,  પરંતુ તેના પ્રમાણમાંખર્ચ વધ્યો નથી. પરિણામે નેટ માજિન સતત 50 ટકાથી ઉપર જ રહ્યો છે. તેમાં ચઢાવ ઉતાર આવવાની સંભાવનાઓ મર્યાદિત છે. કંપની તેના બિઝનેસ મોડેલનો લાભ ઊઠાવી રહી છે.

ડિજિટલ IPનું વધારાનું અર્થતંત્ર

એક ગીત એકવાર તમારી માલિકીનું બની જાય પછી, દરેક વધારાનો સ્ટ્રીમ લગભગ મફત હોય છે. સ્ટુડિયોને સતત રોકાણ કરવું પડે છે. બીજીતરફ ટીપ્સનો ગીત-સંગીતનો ભંડાર સમય સાથે વધુ કિંમતી બને છે. તેથી જ તેના રિટર્ન રેશિયો ઊંચા છે અને ટકાઉ પણ છે. છેલ્લા ત્રણ વર્ષમાંના તેના પરફોર્મન્સની વાત કરીએ તો તેનું રિટર્ન ઓન ઇક્વિટી (ROE) 77 ટકા જેટલુ ઊંચું રહ્યો હતો. કંપનીના નફાનો સર્વગ્રાહી વિકાસ દર- CAGR 36 ટકાનો છે. તેની સાથે જ કંપનીના શેરના ભાવમાં સરેરાશ 47 ટકાના દરે વધારો થયો છે.

કંપનીનો પીઈ મલ્ટીપલ 39 ગણો હોવાથી તેમાં રોકાણ કરતાં ઇન્વેસ્ટર્સ ખચકાઈ રહ્યા છે, કારણ કે મીડિયા કંપનીઓને હિટ-મિસ તરીકે જોવામાં આવે છે. હા, કંપનીનો EV/EBITDA 29 ગણો છે,  જે ઉદ્યોગ મિડિયન 9 ગણો ઊંચો છે. છતાં બજાર હજી જૂની ફિલ્મ આધારિત માનસિકતા છોડતું નથી. જો કૅટલોગ મોનેટાઇઝેશન ખર્ચ કરતાં ઝડપી વધતું રહેશે, તો ટીપ્સ ભારતીય મીડિયા કંપની કરતાં વૈશ્વિક IP માલિક જેવી દેખાશે.

એથોસ લિમિટેડઃ ભારતના શાંત લક્ઝરી વપરાશનું પ્રતિબિંબ

એથોસ લિમિટેડને સામાન્ય રીતે “લક્ઝરી રિટેલ” તરીકે ઓળખવામાં આવે છે. કંપની લક્ઝરી પ્રીમિયમ રિસ્ટ વૉચ-કાંડા ઘડિયાળના ક્ષેત્રની તથા અને લક્ઝરી પ્રોડક્ટ્સના વેચાણ સાથે સંકળાયેલી પ્રભાવશાળી કંપની છે. ભારતનો સૌથી મોટો લક્ઝરી વોચ રિટેલર હોવાને કારણે, એથોસ લિમિટેડ સમૃદ્ધિવાન ગ્રાહકોની વધતી સંખ્યા અને પ્રીમિયમ પ્રોડક્ટ્સ માટેના ખર્ચના માધ્યમથી આવક કરી રહી છે.

લક્ઝરી વોચ રિટેલ સામાન્ય રિટેલ જેવું નથી. તેનો પુરવઠો મર્યાદિત છે. તેનું ડિસ્કાઉન્ટિંગ નિયંત્રિત છે. તેના પ્રોડક્ટ્સની ડિમાન્ડ તેની કિંમત કરતાં વિશ્વાસ અને ઉપલબ્ધતા પર આધારિત છે. આ બધી બાબતો કંપનીના બિઝનેસ ઇકોનોમિક્સ બદલી નાખે છે. 2025-25ના નાણાંકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળા (Q2 FY26)માં આવક રૂ.383 કરોડની અને ચોખ્ખો નફો-નેટ પ્રોફિટ રૂ.24 કરોડનો રહ્યો છે. કંપનીના EBITDA માર્જિન 12–16 ટકા વચ્ચે સ્થિર રહ્યા છે. આ કંપનીના પરફોર્મન્સ અંગેનો એક મહત્વપૂર્ણ સંકેત છે.

છેલ્લા ત્રણ વર્ષમાં કંપનીનો ROE-રિટર્ન ઓ ઇક્વિટી 11 ટકાનો, નફાનો સર્વગ્રાહી વિકાસદર-CAGR 60 ટકાનો રહ્યો છે. તેમ જ કંપનીના શેરના ભાવમાં સરેરાશ 44 ટકાનો વધારો જોવા મળ્યો છે. આ બાબત કંપનીના માર્જિનની સ્થિરતા દર્શાવે છે. તેમ જ મૂલ્યવાન કે પછી ઊંચા ટિકિટ સાઇઝના પ્રોડક્ટ્સ થકી અને પ્રોડક્ટ્સના મિક્સ્ચર થકી તેના આવક વધી રહી છે. કંપની દ્વારા આપવામાં આવતા ડિસ્કાઉન્ટથી તેને વધારે બિઝનેસ મળી રહ્યો છે તેવું નથી જ નથી.

કેમ હજી ઓછું મૂલ્યાંકિત?

કંપનીનો પી ઈ મલ્ટીપર 85 ગણો હોવાથી રોકાણકારો તેના શેર્સમાં રોકાણ કરતાં ખચકાટ અનુભવી રહ્યા છે. જોકે વૈશ્વિક સ્તરે લક્ઝરી કંપનીઓ ઘણીવાર મોંઘી દેખાય છે. ત્યારબાદ તેના પ્રોડક્ટ્સની ખાસિયત થકી તેના દ્વારા ઊઠાવવામાં આવતા લાભનો અંદાજ આવે છે. ભારતના બજારમાં વૈભવી ચીજવસ્તુઓની ડિમાન્ડ ચાલુ જ રહેશે કે પછી તેમાં પણ ચઢાવ ઉતાર આવ્યા કરશે તે અંગે ભારતના રોકાણકારો અવઢવમાં હોવાનું જોવા મળે છે. એથોસ કંપની પણ આ અંગે સ્પષ્ટ જણાતી નથી.

આદિત્ય વિઝનઃ અવગણવામાં આવેલી કંપની

આદિત્ય વિઝન રાષ્ટ્રીય સ્તરની કંપની ન હોવાને કારણે ચર્ચામાં ઓછી આવે છે. આ કંપની પૂર્વ ભારતની મજબૂત હાજરી ધરાવતી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ રિટેલર છે. તેની તાકાત સ્થાનિક અમલ, માંગની સમજ અને સ્ટોર ઇકોનોમિક્સમાં છે. નાણાંકીય વર્ષ 2025-26માં (FY25માં) કંપનીની આવક રૂ. 2,260 કરોડની થઈ છે. કંપનીની આવકમાં વરસે સરેરાશ 30 ટકાનો વધારો થાય છે. કંપનીનો ચોખ્ખો નફો-નેટ નફો ₹108 કરોડ રહ્યો છે.  નાણાંકીય વર્ષના-Q2 FY26માં કંપનીની આવક રૂ. 458 કરોડની અને નફો રૂ. 13 કરોડનો રહ્યો છે. કંપનીના ઓપરેટિંગ માજિન 8–10 ટકા પર સ્થિર છે. છેલ્લા ત્રણ વર્ષમાં જ કંપનીનો ROE-રિટર્ન ઓન ઇક્વિટી 26 ટકાનો રહ્યો છે. કંપનીના નફાનો સર્વગ્રાહી વિકાસ દર-CAGR 45 ટકા રહ્યો છે. આ ગાળામાં કંપનીના શેરના ભાવમાં સરેરાશ 49 ટકાનો વધારો જોવા મળ્યો છે.

ટિયર-2 અને ટિયર-3 માર્કેટ્સમાં કંપનીના નાણાંકીય પરફોર્મન્સના આર્થિક ગણિતો પણ પોઝિટિવ જ છે. કંપનીનો ROCE-રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોઈડ ઊંચો રહેતો હોવાની બાબત દર્શાવે છે કે કંપની દ્વારા નાના નાના શહેરોમાં શરૂ કરવામાં આવી રહેલા નવા સ્ટોર કંપનીની મૂડી-કેપિટલ બગાડી રહ્યા નથી. આ વિસ્તારોમાં રાષ્ટ્રીય બ્રાન્ડ કરતાં સ્થાનિક ઓળખ વધુ અસરકારક હોય છે. આદિત્ય વિઝન તેનો ભરપૂર લાભ લે છે.

કંપનીઓ ક્યાં અટકી શકે

મોટું જોખમ અચાનક માંગ ઘટવાની નથી, પરંતુ વર્કિંગ કેપિટલ અને અમલીકરણમાં જોવા મળતી અસ્થિરતા છે. કંપનીની ઇન્વેન્ટરી પર ઘણીવાર દબાણ આવી જાય છે. તેથી રોકડનો પ્રવાહ-કેશ ફ્લો પર પણ દબાણ આવી જાય છે. આ સંજોગોમાં કંપનીનું ઓપરેટિંગ લેવરેજ ઉલટું એટલે કે નકારાત્મક રીતે પણ કામ કરી શકે છે. આ શેરની સ્ટોક્સ મોંઘા છે. સામાન્ય પ્રદર્શન પણ મલ્ટિપલ ઘટાડે શકે છે.

રોકાણકારોની તલાશ કદાચ ખોટી દિશામાં

મોટા બ્રાન્ડ્સ દેખાવમાં સુરક્ષિત લાગે છે. પરંતુ આંકડાઓ બતાવે છે કે નફાની ગુણવત્તા ત્યાં ઊભી થઈ રહી છે. તેમાંય ખાસ કરીને ડિમાન્ડને વધુ અસરકારક રીતે કેશ કન્વર્ઝન-રોકડમાં રૂપાંતરિત કરવામાં આવે છે. કંપનીઓનો ખર્ચ નિયંત્રણ મજબૂત છે. તેથી જ આક્રમક વિસ્તરણ વિના રિટર્નમાં સુધારો આવ્યા કરે છે. તેથી જ ભારતની આગામી કન્ઝ્યુમર સ્ટોરી કદાચ સૌથી અવાજદાર બ્રાન્ડ્સમાંથી નહીં, પરંતુ એવી કંપનીઓમાંથી આવશે જ્યાં અમલ બજારની માન્યતા કરતાં ઝડપથી સુધરી રહ્યો છે.

Read Previous

ન્યુક્લિયર પાવર જનરેટ કરવા સક્રિય બની રહેલી ચાર કંપનીઓ શેર્સ પર નજર રાખી શકાય

Read Next

આજે શેરબજારમાં શું કરશો?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular