ફિલ્મ અભિનેતા અભિષેક બચ્ચન ગિફ્ટ સિટીમાં કોમર્શિયલ-રેસિડન્ટ પ્રોપર્ટી ડેવલપ કરશે

23000 ચોરસ મીટરની બિન ખેતીની જમીન પર ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં રિવર ફ્રન્ટની નજીક કોમર્શિયલ અને રેસિડેન્શિયલ પ્રોપર્ટી ડેવલપ કરશે
અમદાવાદઃ ફિલ્મ અભિનેતા અભિષેક બચ્ચન લૉટસ ડેવલપર સાથેની ભાગીદારીમાં ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં કોમર્શિયલ પ્રોપર્ટી ડેવલપ કરશે. આ પ્રોપર્ટીમાં કોમર્શિયલ યુનિટ તથા રેસિડેન્શિયલ યુનિટ બંને બનાવવામાં આવશે, એમ આજે મુંબઈ શેરબજારમાં કરવામાં આવેલી સત્તાવાર જાણકારીમાં જણાવવામાં આવ્યું છે. દસ લાખ ચોરસફૂટ વિસ્તારમાં આ પ્રોજેક્ટ ડેવલપ કરવામાં આવશે.
ગાંધીનગરમાં ગિફ્ટ સિટી પાસે રિવર ફ્રન્ટની નજીક 23000 ચોરસ મીટરની એન.એ-બિન ખેતી થઈ ગયેલી જમીન પર આ પ્રોજેક્ટ મૂકવામાં આવી રહ્યો હોવાનું જણાવવામાં આવ્યું છે. મુંબઈ સ્ટોક એક્સચેન્જને જાણ કરવાની ડિસ્ક્લોઝર સિસ્ટમ હેઠળ આ જાણકારી આપવામાં આવી છે.
શ્રી લૉટસ ડેવલપર્સ એન્ડ રિયલ્ટી લિમિટેડ સાથેની ભાગીદારીમાં અભિષેક બચ્ચન આ સાહસ કરવા જઈ રહ્યો છે. અત્યાર સુધી માત્ર મુંબઈમાં જ પ્રોજેક્ટ કરનાર લૉટસ ડેવલપર્સ તેના પહેલા પ્રોજેક્ટ સાથે ગુજરાતમાં પ્રવેશ લેશે. બિન ખેતીની મંજૂરી ધરાવતી 23000 ચોરસ મીટર જમીન પર આ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવશે. તેમાં રહેઠાણ માટેના એકમો ઉપરાંત કોમર્શિયલ યુનિટ્સ પણ રાખવામાં આવશે. લૉટસ ડેવલપર્સની સબસિડિયરી રાઈઝ રૂટ પ્રોજેક્ટ પ્રાઈવેટ લિમિટેડના માધ્યમથી અમલમાં મૂકવામાં આવશે. રાઈઝ રૂટ પ્રોજેક્ટ પ્રાઈવેટ લિમિટેડે જમીનના માલિક અભિષેક બચ્ચન સાથે ડેવલપમન્ટ એગ્રીમેન્ટ પણ કરી લીધા છે.
ગાંધીનગરની ગિફ્ટ સિટીના પ્રોજેક્ટને કારણે ગુજરાતના પ્રોપર્ટી માર્કેટને પણ નવી દિશા મળી રહી છે. આ પ્રોજેક્ટ સાથે લૉટસ લિમિટેડ સારામાં સારી મિલકત ડેવલપ કરવાના બજારમાં સત્તાવાર પ્રેવેશ લેવાનું આયોજન કરી રહી છે. તેમાં એ ગ્રેડની કોમર્શિયલ ઓફિસો બનાવવામાં આવશે. તેમ જ શ્રેષ્ઠ કક્ષાના રહેઠાણના એકમો પણ ડેવલપ કરશે. આ પ્રોજેક્ટનું કામકાજ 2029-30 સુધીમાં પૂરા થઈ જવાની ધારણા મૂકવામાં આવી રહી છે. નાણાં સંસ્થાઓની ગાંધીનગરમાં વધી રહેલી ડિમાન્ડને ધ્યાનમાં રાખી આ ડિમાન્ડ પ્રમાણેની કોમર્શિયલ ઓફિસ ચાલુ કરવાનું આયોજન કરવા માંડી છે.
શ્રી લૉટસ ડેવલપર્સના મેનેજિંગ ડિરેક્ટર આનંદ પંડિતનું કહેવું છેકે અમારા રેસિડેન્સશિય અન કોમર્શિયલ પ્રોપર્ટીના પ્રોજેક્ટ સાથે જ અમે ગાંધીનગરના ગિફ્ટ સિટીના પ્રોજેક્ટ ડેલવપ કરવાના ક્ષેત્રમાં જંપલાવી રહ્યા છીએ. અલ્ટ્રા લક્ઝરી પ્રોપર્ટીન આ મોટામાં મોટો પ્રોજેક્ટ છે. ગુજરાત અને દેશના બિઝનેસ હબ અને ગ્લોબલ ફાઈનાન્શિયલહબમાં આ સપ્રોજેક્ટ નાકવામાં આવી રહ્યો છે.



